ભારતમાં ટેસ્લાની એન્ટ્રી: નવી પોલીસી હેઠળ શું હોઈ શકે કિંમત?
Tesla Price in India: ઇલોન મસ્કની કંપની ટેસ્લા હવે ભારતમાં આવી રહી છે. ભારતના ઇલેક્ટ્રિક વાહનોના બજાર માટે આ કાર કંપનીની એન્ટ્રી ખૂબ જ મહત્ત્વની છે. ભારતના યૂઝર્સ હવે દુનિયાની સૌથી એડવાન્સ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરી શકશે. ટેસ્લા દ્વારા આ કારને ભારતમાં વેચવા માટે અલગ રીતે અપ્રોચ કરવામાં આવ્યો છે અને એમાં તેમને સફળતા મળી છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડન્ટ બન્યા બાદ હવે ભારત દ્વારા તેમની નીતિમાં બદલાવ કરવામાં આવ્યો છે અને એનો ફાયદો ઇલોન મસ્કની કંપનીને થયો છે.
ભારત માટે ટેસ્લાની સ્ટ્રેટજી
ઘણા વર્ષોથી ચર્ચા હતી અને હવે આખરે ટેસ્લા ઇન્ડિયન માર્કેટમાં આવી રહી છે. ભારત દ્વારા તેમની નીતિમાં ખાસ કરીને ઇલેક્ટ્રિક કાર્સની ઇમ્પોર્ટ નીતિમાં બદલાવ કર્યો છે. પહેલાં આ કાર્સ પર 75 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી હતી જે ઘટીને હવે ફક્ત 15 ટકા થઈ ગઈ છે. આ માટે ટેસ્લાએ ડાયરેક્ટ-ટૂ-કસ્ટમર સ્ટ્રેટજી અપનાવી છે. એટલે કે જે પણ યૂઝર્સને કાર જોઈતી હશે તેઓ ઓનલાઇન ઓર્ડર કરશે અને કારને સીધી તેમના ઘરે પહોંચાડવામાં આવશે. હાલમાં ટેસ્લા દ્વારા તેમના કોઈ શો રૂમ શરૂ કરવામાં નથી આવી રહ્યાં. ટેસ્લા આગામી ત્રણ વર્ષમાં ભારતમાં તેમનું પ્રોડક્શન યુનિટ શરૂ કરશે. ત્યાં સુધી કારને ઓનલાઇન વેચવામાં આવશે. એકવાર પ્રોડક્શન શરૂ થઈ ગયા બાદ યૂઝર્સ શો રૂમમાંથી કાર ખરીદી શકશે.
ટેસ્લાના મોડલ અને કિંમત
ટેસ્લા હાલમાં તેના લોકપ્રિય મોડલને ભારતના બજારમાં મૂકવાની તૈયારી કરી રહી છે. ટેસ્લા મોડલ 3ની કિંમત અંદાજે 55-60 લાખ રૂપિયાથી શરૂ થશે. મોડલ Yની કિંમત અંદાજે 65-70 લાખ રૂપિયાની આસપાસ હશે. તેમ જ મોડલ S અને Xની કિંમત એક કરોડ રૂપિયાથી વધુની હશે. ઇમ્પોર્ટ ડ્યૂટી ઓછી થઈ હોવા છતાં આ કિંમત હશે એટલે કે આ કારનો સમાવેશ પ્રીમિયર ઇલેક્ટ્રિક વાહનોમાં થશે. સામાન્ય કાર ખરીદનાર માટે આ કાર હજી પણ મોંઘી છે.
પોલીસીમાં શું બદલાવ કર્યો?
ભારતીય સરકારે ઇલેક્ટ્રિક વાહનોને ભારતમાં પ્રોત્સાહિત કરવા માટે વિદેશી કારને પણ ભારતમાં ઉપલબ્ધ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેમણે ઇમ્પોર્ટ ડ્યૂટી 70 ટકાથી ઘટાડીને 15 ટકા કરી છે. જોકે આ પાછળ પણ શરત છે. આ ડ્યૂટી એ કંપનીઓ માટે જ ઓછી કરવામાં આવી છે જેઓ ત્રણ વર્ષની અંદર ભારતમાં મેન્યુફેક્ચર યુનિટ શરૂ કરશે. આ સાથે જ કંપની એક વર્ષમાં ફક્ત 8000 કાર વેચી શકે છે.
ભારતની જનતાને શું ફાયદો થશે?
ભારતની જનતાને ટૂંકા સમયના ગાળામાં વધુ કિંમત ચૂકવવી પડશે કારણ કે આ માટે 15 ટકા ઇમ્પોર્ટ ડ્યૂટી ભરવી પડે છે. કાર ઇમ્પોર્ટ કરવામાં આવતી હોવાથી એના પૈસા વધુ છે. ભારતના લોકોનો લાંબા સમયનો ફાયદો જોઈએ તો સ્થાનિક કંપનીઓ તેમની કારની કિંમત ઘટાડશે અને એનો ઉપયોગ વધુ લોકો કરે એ માટે વધુ ઓફર લોન્ચ કરશે. ટેસ્લા દ્વારા મેટ્રો સિટીમાં સૂપરચાર્જર સ્ટેશન પણ બનાવવામાં આવશે. ટેસ્લાના યૂઝર્સની સાથે અન્ય કંપનીઓની કારને પણ એનો ફાયદો થઈ શકે છે. નવી-નવી કંપનીઓ આવવાથી કારની રીસેલ વેલ્યૂમાં વધારો થાય એવી આશા રાખવામાં આવી રહી છે. હાલ ઇલેક્ટ્રિક કાર્સની રીસેલ વેલ્યૂ પર કોઈ અંદાજો લગાવવામાં આવી શકતા નથી.
ટેસ્લાનું પ્રોડક્શન
ટેસ્લા દ્વારા મહારાષ્ટ્ર અથવા તો ગુજરાતમાં એના ફેક્ટરી નાખવામાં આવશે એવું લાગી રહ્યું છે. તેમ જ પાંચ વર્ષની અંદર તે પોતાના સ્થાનિક સપ્લાયરનું નેટવર્ક પણ તૈયાર કરી દેશે. ટેસ્લાની હરીફાઇ મર્સિડિઝની EQ, BMWની iX અને BYDની સાથે જોવા મળશે. આ કાર્સનો સમાવેશ ભારતમાં લક્ઝરી EV સેગમેન્ટમાં થાય છે.
આ પણ વાંચો: યૂકે સરકાર સાથે સિક્યોરિટીને લઈને વિવાદ,એપલે ડેટા પ્રોટેક્શન ટૂલ જ બંધ કરી દીધુ...
ટેસ્લાનું માર્કેટ પર્ફોર્મન્સ
ટેસલાના સ્ટોક છેલ્લા એક વર્ષમાં 83.65 ટકા વધી ગયા છે. ટેસ્લાના એક શેરની કિંમત 355.84 કરોડ રૂપિયા છે. છેલ્લા છ મહિનામાં આ શેરની કિંમતમાં 59.77 ટકાનો વધારો થયો છે. આ શેર વધવાનું કારણ પણ એ છે કે આ કંપની પર લોકો ભરોસો કરી રહ્યાં છે અને કંપનીની ભવિષ્યની નીતિ પણ લોકોને પસંદ આવી રહી છે.