લેપટોપ અને ટેબલેટને ડિસેમ્બર સુધી ઇમ્પોર્ટ કરી શકાશે, આ પરવાનગી પહેલાં 30 સપ્ટેમ્બર સુધી હતી

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
લેપટોપ અને ટેબલેટને ડિસેમ્બર સુધી ઇમ્પોર્ટ કરી શકાશે, આ પરવાનગી પહેલાં 30 સપ્ટેમ્બર સુધી હતી 1 - image


Import Laptop: સરકારે હવે ડિસેમ્બર સુધી લેપટોપ અને ટેબલેટને ઇમ્પોર્ટ કરવાની પરવાનગી આપી છે. આ પરવાનગી પહેલાં 30 સપ્ટેમ્બર સુધી હતી જેને હવે લંબાવવામાં આવી છે. સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં ઇમ્પોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. જોકે આ પ્રતિબંધ એટલે સંપૂર્ણ પ્રતિબંધ નહીં, પરંતુ કાયદાઓને થોડા કડક બનાવવામાં આવ્યા હતા.

ચીનની આઇટમ પર કન્ટ્રોલ

સરકાર દ્વારા ઇમ્પોર્ટ પર કન્ટ્રોલ કરવા માટે આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. લેપટોપ અને ટેબલેટને ઇમ્પોર્ટ કરવાની સાથે એના પાર્ટ્સ પણ ચીનથી આવતા હતા. એમાં દરેક પ્રકારના લેપટોપ અને સર્વરનો પણ સમાવેશ થાય છે. આથી ચીનની આઇટમ પર કન્ટ્રોલ કરવા અને ભારતમાં દરેક વસ્તુનું ઉત્પાદન થાય એ માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે.

લેપટોપ અને ટેબલેટને ડિસેમ્બર સુધી ઇમ્પોર્ટ કરી શકાશે, આ પરવાનગી પહેલાં 30 સપ્ટેમ્બર સુધી હતી 2 - image

મેક ઇન ઇન્ડિયા

સરકારને આશા છે કે કમ્પ્યુટર માટેના પાર્ટ્સ અથવા તો એને એસેમ્બલ કરવા માટે જરૂરી સાધનોને ભારતમાં જ બનાવવામાં આવે. આ સાથે જ MRI મશીન અને CNC મશીનની સાથે અન્ય સાધનોના ઇમ્પોર્ટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે અન્ય દેશ પરની નિર્ભરતા દૂર થશે અને ભારતમાં રોજગારી પણ વધશે.

આ પણ વાંચો: 200 બિલિયન ડોલરની ક્લબમાં માર્ક ઝકરબર્ગની એન્ટ્રી, દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી પૈસાદાર વ્યક્તિ

ઇમ્પોર્ટ પણ કરી શકાશે

આ નિયમ છતાં ઇમ્પોર્ટ કરવું હોય તો એ કરી શકાશે. જોકે એ માટે ખાસ નિયમ બનાવવામાં આવ્યા છે. આ માટે જે-તે વ્યક્તિ અથવા તો કંપનીએ જરૂરી પરવાનગી લેવી પડશે. આ માટે ડ્યુટી પણ વધુ ચૂકવવી પડશે. આ માટેની માહિતી બહુ જલદી ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા જાહેર કરવામાં આવશે.


Google NewsGoogle News