Android યુઝર્સ માટે ઍલર્ટ! સરકારી એજન્સીએ મોકલી વોર્નિંગ, ફટાફટ ફોનમાં આટલું કરી લો
CERT-In Warning For Android Users: ઇન્ડિયન કૉમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા એક મહત્ત્વપૂર્ણ વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. આ વોર્નિંગ એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સ માટે છે. CERT-Inએ ભારત સરકારની એક સાયબર સુરક્ષા એજન્સી છે, જે મિનિસ્ટ્રી ઑફ ઈલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી હેઠળ આવે છે.CERT-Inના જણાવ્યા પ્રમાણે એન્ડ્રોઇડ સોફ્ટવેરના કેટલાક વર્ઝનમાં વલ્નરબિલિટી જોવા મળી છે, જે એક પ્રકારની નબળાઈ છે. તેની મદદથી સાયબર હુમલાખોરો તમને નિશાન બનાવી શકે છે.
એન્ડ્રોઇડમાં અનેક વલ્નરબિલિટી સામે આવી
CERT-Inએ પોતાની એડવાઇઝરીમાં કહ્યું કે, એન્ડ્રોઇડમાં અનેક વલ્નરબિલિટી જોવા મળી છે. તેની મદદથી સાયબર હુમલાખોરો નિર્દોષ લોકોને નિશાન બનાવી શકે છે. ત્યારબાદ તેઓ મોબાઈલ સિસ્ટમમાંથી મહત્ત્વપૂર્ણ ડેટા ચોરી શકે છે. વલ્નરબિલિટી એન્ડ્રોઇડમાં જોવા મળી છે.
આ એન્ડ્રોઇડ વર્ઝન પર મંડરાઈ રહ્યો ખતરો
CERT-Inના જણાવ્યા પ્રમાણે આ 5 એન્ડ્રોઇડ વર્ઝન પર ખતરો મંડરાઈ રહ્યો છે. આ એન્ડ્રોઇડ વર્ઝનમાં અનેક વલ્નરબિલિટીને ડિટેક્ટ કરવામાં આવી છે. આ રહી તેની સંપૂર્ણ યાદી છે.
- Android v12
- Android v12L
- Android v13
- Android v14
- Android v15
એન્ડ્રોઇડ યૂઝર્સે શું કરવું જોઈએ?
એજન્સીએ પોતાની એડવાઇઝરીમાં જણાવ્યું છે કે, એન્ડ્રોઇડ યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ મોબાઈલ નિર્માતા દ્વારા શેર કરેલા અપડેટ્સ સાથે હેન્ડસેટ જરૂર અપડેટ કરે. આવું કરીને તમે તમારા ડિવાઇસને કોઈપણ પ્રકારના હેકિંગથી બચાવી શકો છો.
સ્માર્ટ ફોન અપડેટ કરતી વખતે યાદ રાખો આ વાત
સ્માર્ટફોનને અપડેટ કરવા માટે તમારા મોબાઇલના સેટિંગ્સમાં જાઓ. ત્યાં સોફ્ટવેર અપડેટ વિકલ્પ પર જાઓ. ત્યારબાદ તમે ચેક કરી શકો છો કે તમારા ડિવાઇસ માટે કોઈ અપડેટ આવી છે કે કેમ? જો કોઈ અપડેટ હોય તો તમારા હેન્ડસેટને તેની સાથે અપડેટ કરો. અપડેટ કરતાં પહેલા મોબાઇલની બેટરી હંમેશા 50 ટકાથી વધુ ચાર્જ હોવી જોઈએ. આ સમયગાળા દરમિયાન જો તમે તમારા હેન્ડસેટને WiFi સાથે કનેક્ટ રાખો તો તે વધુ સારું રહેશે.