Get The App

ગૂગલનું AI એક ખાંસી કે છીંકથી તમામ બીમારીની માહિતી આપશે, મેડિકલ ક્ષેત્રે નવી ક્રાંતિ

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
ગૂગલનું AI એક ખાંસી કે છીંકથી તમામ બીમારીની માહિતી આપશે, મેડિકલ ક્ષેત્રે નવી ક્રાંતિ 1 - image


Google AI Model: સર્ચ જાયન્ટ ગૂગલ એવું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મોડલ બનાવી રહ્યું છે કે જે બીમારીની ઓળખ કરવી એક વોઈસ નોટ રેકોર્ડ કરવાવ જેટલું સરળ બનાવશે. આ મોડલનો ઉપયોગ ટીબી અને અન્ય શ્વસનની બીમારીઓનું નિદાન કરવા માટે કરવામાં આવશે. જ્યારે બીમારીના ટેસ્ટના ખર્ચમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે, ત્યારે આ ટેકનોલોજી સ્માર્ટફોનના માઈક્રોફોનનો ઉપયોગ કરીને માહિતી આપશે.

30 કરોડ ઓડિયો રેકોર્ડિંગનો ઊંડાણપૂર્વક અભ્યાસ

ગૂગલ તેના એઆઈ મોડલને ખાંસી, છીંક અને સૂંઘવા જેવા સાઉન્ડ સિગન્લનો ઉપયોગ કરીને બીમારીની માહિતી આપવા તૈયાર કરી રહ્યું છે. માર્ચ 2024માં ગૂગલે કોર્નેલ યુનિવર્સિટીની વેબસાઈટ પર આ વિશે જાણકારી આપી હતી. કંપનીનો દાવો છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના HeAr મોડલને બનાવવા માટે 30 કરોડ ઓડિયો રેકોર્ડિંગનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો.ખાસ કરીને કફ મોડલને ટ્રેઈન કરવા માટે તેમણે 10 કરોડ ખાંસીના અવાજના રેકોર્ડિંગનો ઉપયોગ કર્યો હતો.

આ પણ વાંચો: ચીનને ઠેકાણે પાડવામાં મોદી નિષ્ફળ દિલ્હી જેટલો વિસ્તાર પચાવી પાડયો


ગૂગલે આ હેલ્થ એનાલિસીસ એઆઈને ઘણાં સંશોધકો સુધી પહોંચતું. તેનો ઉદ્દેશ તેમની રિસર્ચ દ્વારા સૌર્થી સારું મોડલ ડેવલપ કરવાનો હતો. ટેક જાયન્ટે ભારતીય એઆઈ સ્ટાર્ટઅપને પણ મોડલ આપ્યું હતું. જે નવા એઆઈ મોડલનો ઉપયોગ ટીબીના નિદાન માટે કરી રહ્યું છે. જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો ટીબીનો મૃત્યુદર 50 ટકાથી પણ વધારે છે.

ગૂગલનું AI એક ખાંસી કે છીંકથી તમામ બીમારીની માહિતી આપશે, મેડિકલ ક્ષેત્રે નવી ક્રાંતિ 2 - image


Google NewsGoogle News