Get The App

ગૂગલે લોન્ચ કર્યું નવું ફીચર, સર્ચમાં ઉમેરો કર્યો AI ચેટબોટનો

Updated: Mar 6th, 2025


Google News
Google News
ગૂગલે લોન્ચ કર્યું નવું ફીચર, સર્ચમાં ઉમેરો કર્યો AI ચેટબોટનો 1 - image


Google New Feature AI Mode in Search: ગૂગલ દ્વારા એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. ગૂગલ સર્ચમાં હવે AI મોડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફીચરમાં જેમિની 2.0 મોડલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગૂગલ દ્વારા ટ્રેઇન કરવામાં આવ્યો છે. ઇન્ટરનેટ પર ગૂગલ બ્રાઉસરમાં માહિતીને વધુ ઓર્ગેનાઇઝ કરવા માટે AIનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ રિઝલ્ટને વાતચીતની જેમ દેખાડવામાં આવશે, જેથી યૂઝર ફરી એ વિશે સવાલ કરી શકે. ગૂગલના સર્ચના વાઇસ પ્રેસિડન્ટ રોબી સ્ટેન કહે છે, 'અમારું લક્ષ્ય અને હેતુ એ છે કે લોકો ગૂગલ સર્ચ પર ખૂબ જ સરળતાથી કોઈ પણ વસ્તુ શોધી શકે.'

યૂઝરની ડિમાન્ડને આધારે બનાવવામાં આવેલો AI મોડ

ગૂગલ દ્વારા પહેલાં સર્ચમાં AI ઓવરવ્યૂઝનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ગૂગલ સર્ચના AI મોડલ ગૂગલ જેમિની દ્વારા પણ સર્ચ કરવામાં આવતું હતું, અને જે રિઝલ્ટ હતાં, તે ગૂગલ AI ઓવરવ્યૂઝમાં દેખાડવામાં આવતાં હતાં. રોબી સ્ટેનના જણાવ્યા મુજબ આ ફીચરને કરોડો-અબોજો યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવ્યા બાદ તેમના દ્વારા વધુ AI દ્વારા જનરેટ કરવામાં આવેલી સમરીઝની ડિમાન્ડ કરવામાં આવી હતી. ઘણાં યૂઝર્સ તેમના સર્ચમાં AI શબ્દનો ઉપયોગ કરતાં હતાં, જેથી ગૂગલ તેમને AI ઓવરવ્યૂ આપે. આ ફીડબેકને ધ્યાનમાં રાખીને ગૂગલ દ્વારા AI મોડ બનાવવામાં આવ્યો છે.

AI મોડમાં છે જેમિની 2.0 વર્ઝન

સર્ચમાં જે AI મોડ આપવામાં આવ્યો છે, તેમાં જેમિની 2.0નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ માટે એક અલગ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક જ સમયે જુદા-જુદા ટોપિક પર એક સાથે ઘણાં સર્ચ કરી શકે. આ માટે તે એક જ સમયે જુદા-જુદા ડેટા સોર્સનો પણ ઉપયોગ કરે છે. આ મોડમાં ગૂગલની મુખ્ય ઇન્ફોર્મેશન સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઓનલાઇન રિઝલ્ટ અને ગૂગલના પોતાના ઇન્ટર્નલ સોર્સના રિઝલ્ટને એક સાથે રજૂ કરવા માટે નોલેજ ગ્રાફનો ઉપયોગ કરવામાં આવે છે.

ગૂગલે લોન્ચ કર્યું નવું ફીચર, સર્ચમાં ઉમેરો કર્યો AI ચેટબોટનો 2 - image

યૂઝરને મળશે જોરદાર વિઝ્યુઅલ

ગૂગલ હાલ આ AI મોડ તેના ગૂગલ વન AI પ્રીમિયમ સબસ્ક્રાઇબર્સ માટે રજૂ કરી રહ્યું છે. હજી સુધી જે-જે પ્લાનિંગ હતું, તે દરેક ઇન્ટરફેઝને રજૂ કરવામાં આવ્યું નથી, પરંતુ ગૂગલ દ્વારા તેના યૂઝર્સને જોરદાર વિઝ્યુઅલ આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. AI મોડમાં જુદા-જુદા મોબાઇલની સરખામણી કરવાનું પૂછવામાં આવશે, તો ગૂગલ એ માટે એક ચાર્ટ બનાવીને આપી દેશે. પહેલાં આ રીતે ચાર્ટ નહોતો બનતો. આથી યૂઝરને જોવામાં પણ સારું લાગે એનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાની એક કંપનીએ બનાવ્યું બાયોકોમ્પ્યુટર: સાયન્સ, મેડિસિન્સ અને AI માટે બની શકે છે ગેમચેન્જર

વધુ માહિતી માટે AIનો ઉપયોગ

રોબી સ્ટેનના જણાવ્યા અનુસાર, કંપની પાસે જે ડેટા આવ્યા છે, તેમાં યૂઝર્સ વધુ માહિતી માટે AI મોડનો ઉપયોગ કરતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. સામાન્ય ગૂગલ સર્ચ અને AI મોડમાં સર્ચ કરવામાં આવે છે, તેમાં સવાલમાં પણ ફરક જોવા મળી રહ્યો છે. તેમ જ જે માહિતી આપવામાં આવે છે, તે વિશે ફરી સવાલ કરવામાં આવે છે. આથી યૂઝર્સ હવે AI મોડમાં વધુ માહિતી માટે અને કોમ્પ્લેક્સ સવાલોની માહિતી જાણવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. આ મોડમાં તેમને વધુ માહિતી મળી રહી હોવાની સાથે તેમને શીખવા પણ મળી રહ્યું છે.

Tags :
GoogleGoogle-SearchAI-ModeAIArtificial-Intelligence

Google News
Google News