Get The App

ખેતીમાં વિકાસ લાવવા માટે ગૂગલ કેવી રીતે સેટેલાઇટ ઇમેજિનરીનો ઉપયોગ કરી રહ્યું છે એ જાણો...

Updated: Mar 2nd, 2025


Google NewsGoogle News
ખેતીમાં વિકાસ લાવવા માટે ગૂગલ કેવી રીતે સેટેલાઇટ ઇમેજિનરીનો ઉપયોગ કરી રહ્યું છે એ જાણો... 1 - image


Google Project for Indian Agriculture: ગૂગલ હાલમાં ડિજિટલ કૃષિ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યું છે. આ માટે તે સેટેલાઇટ ઇમેજિનરીનો ઉપયોગ કરી રહ્યું છે. ગૂગલ ડીપમાઇન્ડના સિનિયર ડિરેક્ટર મનિષ ગુપ્તાનું કહેવું છે કે સૌથી પહેલો સ્ટેપ ખેતરની બાઉન્ડરી નક્કી કરવાનું છે. ત્યાર બાદ એ ડેટાનો ઉપયોગ સબસિડીના પેમેન્ટ માટે, ખેતરના ઈન્શ્યોરન્સ માટે અને લોન માટે કરી શકાય છે. મુંબઈમાં ચાલી રહેલા ટેક વીક દરમ્યાન મનિષ ગુપ્તા દ્વારા તેમના આ પ્રોજેક્ટને જાહેર કરવામાં આવ્યો હતો.

શું છે એગ્રી-સ્ટેક પ્રોજેક્ટ?

ગૂગલના ડિજિટલ કૃષિને એગ્રી-સ્ટેક પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે. ગૂગલ દ્વારા એક યૂનિક મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. એના દ્વારા ખેતરની બાઉન્ડરી અને પાકને ઓળખી અને જાણી શકાય છે. દરેક ખેતરને એક અલગ યૂનિક આઈડી આપવામાં આવશે. આધાર સિસ્ટમમાં જે રીતે અલગ નંબર છે, એ જ રીતે આ પ્રોજેક્ટમાં પણ અલગ-અલગ નંબર આપવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ અને અન્ય કૃષિ સંબંધિત ટેક કંપનીઓ આ ડેટાનો ઉપયોગ લોન, પાકના ઈન્શ્યોરન્સ અને સબસિડી માટે કરી શકશે.

ઇન્ડિયાના કૃષિ સેક્ટરમાં બદલાવ

ભારતની 40 ટકા વસ્તી ખેતી કરે છે. આથી આ પ્રોજેક્ટની અસર ખૂબ જ વધુ જોવા મળશે. ઇન્ડિયાની વાર્ષિક ખેતીની આવક 550 બિલિયન અમેરિકન ડોલરની છે. હજી પણ આ ઇન્કમને ઘણાં વચેટીયાઓ અને અન્ય સેક્ટર દ્વારા કન્ટ્રોલ કરવામાં આવે છે. ભારતની બેન્કિંગ સિસ્ટમ પોતાની કૃષિ લોન પ્રક્રિયાને સેટેલાઇટ ઈમેજિનરી આધારિત બનાવવા જઈ રહી છે ત્યારે જ ગૂગલ દ્વારા એ સર્વિસ પૂરી પાડવામાં આવી રહી છે.

ખેતીમાં વિકાસ લાવવા માટે ગૂગલ કેવી રીતે સેટેલાઇટ ઇમેજિનરીનો ઉપયોગ કરી રહ્યું છે એ જાણો... 2 - image

ગૂગલનો ‘વાણી’ પ્રોજેક્ટ

ગૂગલને ભાષાને લઈને ઘણી સમસ્યા થઈ રહી છે. આથી ગૂગલ દ્વારા હવે વાણી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. એગ્રી-સ્ટેક પ્રોજેક્ટ દરમ્યાન મનિષ ગુપ્તાએ કહ્યું હતું કે ભારતીય ભાષાનું ઓનલાઇન બહુ ઓછું કોન્ટેન્ટ છે. દુનિયાની દસ ટકા વસ્તી હિન્દી ભાષા બોલે છે, પરંતુ ઓનલાઇન ફક્ત 0.1 ટકા જ કોન્ટેન્ટ હિન્દીમાં છે. દસ ટકા લોકો હિન્દી બોલે છે અને ઓનલાઇન કોન્ટેન્ટ વચ્ચેનો તફાવત દૂર કરવા માટે ગૂગલે વાણી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા ભારતના 700 જિલ્લામાંથી લોકોના વોઇસ રેકોર્ડિંગ્સ કલેક્ટ કરવામાં આવશે. પહેલાં ચરણમાં ગૂગલ દ્વારા 80 જિલ્લાના લોકો પાસેથી 14000 કલાકનું ઓડિયો રેકોર્ડિંગ મેળવી લેવામાં આવ્યું છે, અને એ પણ 59 ભાષાઓમાં.

આ પણ વાંચો: નાસાનું લુનાર લેન્ડર આવતી કાલે ચંદ્રની સપાટીને સ્પર્શ કરશે, કેવી રીતે જોશો?

AI નો ઉપયોગ

મનિષ ગુપ્તાનું કહેવું છે કે તેઓ આ પ્રોજેક્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો પણ ઉપયોગ કરી રહ્યાં છે. વિજ્ઞાન અને કૃષિને આગળ વધારવા માટે ગૂગલ દ્વારા AI નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેમિસ્ટ્રીમાં પણ ગૂગલના ડીપમાઇન્ડ દ્વારા ખૂબ જ મોટું યોગદાન આપવામાં આવ્યું હતું, અને હવે એ કૃષિમાં આપતું જોવા મળશે. ગૂગલ હવે એડવાન્સ ટેકનોલોજીને સમાજના ભલા માટે અને વિજ્ઞાનને આગળ વધારવા માટે ઉપયોગ કરી રહ્યું છે.


Google NewsGoogle News