Get The App

ગૂગલ તેની સુરક્ષામાં વધારો કરી રહ્યું છે: SMSની જગ્યાએ QR કોડ, જાણો વિગત

Updated: Feb 26th, 2025


Google NewsGoogle News
ગૂગલ તેની સુરક્ષામાં વધારો કરી રહ્યું છે: SMSની જગ્યાએ QR કોડ, જાણો વિગત 1 - image


Google Upgrade System: ગૂગલ હવે તેની સુરક્ષામાં વધારો કરવા જઈ રહ્યું છે. સાથે સાથે તેને વધુ સરળ બનાવવા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગૂગલ અત્યાર સુધી એકાઉન્ટ વેરિફિકેશન માટે SMSનો ઉપયોગ કરતું હતું, પરંતુ હવે તેની જગ્યાએ QR કોડનો ઉપયોગ કરશે. આ સિસ્ટમ બદલવાના કારણે યૂઝરને તેમજ ગૂગલને ઘણો ફાયદો થશે.

જૂની લોગ ઇન સિસ્ટમ શું હતી?

ગૂગલ દ્વારા શરૂઆતમાં એકાઉન્ટને લોગ ઇન કરવા માટે પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. સુરક્ષા વધારવા માટે ટૂ-ફેક્ટર વેરિફિકેશનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ માટે ગૂગલ યૂઝરના મોબાઇલ પર SMS મોકલતું હતું અને તેમાં આવેલા વન-ટાઇમ-કોડને દાખલ કરવાનો રહેતો. આ દાખલ કર્યા પછી જ એકાઉન્ટને ઓપન કરવામાં આવતું હતું. ગૂગલ દ્વારા આ સર્વિસનો ઉપયોગ સ્પેમ અને મેલવેરથી યૂઝર્સને સુરક્ષિત રાખવા માટે કરવામાં આવતો હતો.

સિસ્ટમ બદલવાની જરૂર કેમ પડી?

હેકર્સ હવે યૂઝર્સને ભોળવીને તેમની પાસેથી કોડ મેળવી રહ્યા છે. તેમ જ તેમની મોબાઇલમાં આવતા મેસેજને પણ વાંચી રહ્યા છે. આ રિસ્કને દૂર કરવા અને આત્મનિર્ભર બનવા માટે આ સિસ્ટમને બદલવામાં આવી રહી છે. એટલે કે ગૂગલ નેટવર્ક પ્રોવાઇડર પર નિર્ભર રહેવું નથી અને મેસેજ મોકલવાનો ખર્ચ પણ બચાવવા માંગે છે. તેથી હવે ગૂગલ નવી સિસ્ટમ શરૂ કરી રહી છે જેમાં તેને કોઈ પર નિર્ભર ન રહેવું પડે.

આ પણ વાંચો: ડીપસીકને બેન કરવાની અર્જન્ટ હિયરિંગને ફગાવી દિલ્હી હાઇ કોર્ટે, કહ્યું ‘જો એ જોખમી હોય તો ઉપયોગ કરવાનું બંધ કરી દો’

કેવી રીતે કામ કરશે QR કોડ?

ગૂગલની નવી સિસ્ટમ અનુસાર, લોગ ઇન કરતી વખતે યૂઝર્સને SMSની જગ્યાએ QR કોડ જોવા મળશે. જ્યારે પણ લોગ ઇન કરવું હોય ત્યારે ટૂ-ફેક્ટર વેરિફિકેશન દરમ્યાન સ્ક્રીન પર કોડ દેખાશે. આ કોડને યૂઝર તેમના મોબાઇલના કેમેરાથી સ્કેન કરશે. આ સ્કેન કરતાં જ યૂઝરનું ઓથેન્ટિકેશન થઈ જશે અને એકાઉન્ટ ઓપન થશે. SMSની જેમ QR કોડને ચોરી અથવા કોપી કરી શકાતો નથી. થોડા સમયમાં એ બદલાતો રહે છે. ઘણાં સ્કેમર્સ સિમ સ્વેપ પણ કરે છે. આથી સિમ સ્વેપનો પણ હવે કોઈ ચાન્સ નહીં રહે. સ્કેમ કરનારાઓ ભલે ગમે એટલી કોશિશ કરે, પરંતુ તેમને હવે યૂઝરના એકાઉન્ટ એક્સેસ મળવાના ચાન્સ નહીંવત થઈ ગયા છે. જો કે આ માટે દરેક યૂઝરે ટૂ-ફેક્ટર વેરિફિકેશન ઓન કરવાનું રહેશે. આગામી કેટલાક મહિનામાં આ સિસ્ટમ ધીમે-ધીમે શરૂ કરી દેવામાં આવશે. ગૂગલ દુનિયાભરના તેના યૂઝર્સ માટે તેની સર્વિસને સિક્યોર અને સરળ બનાવવા માગે છે અને આ સિસ્ટમ યૂઝરને એજ પૂરું પાડશે.


Google NewsGoogle News