ગૂગલ ફોટોઝને વધુ સરળ અને પાવરફૂલ બનાવવા માટે AI ટૂલ્સનો સમાવેશ કરાયો
Google Photos: ગૂગલ ફોટોઝના વીડિયો એડિટરને AI ટૂલ્સ દ્વારા અપડેટ કરવામાં આવી છે. વીડિયો એડિટિંગને વધુ સરળ અને અસરકારક બનાવવા માટે એમાં AI ટૂલ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુઝર દ્વારા રૅકોર્ડ કરેલાં વીડિયોને શેર કરવા માટે આ ટૂલ્સને વધુ સરળ બનાવવામાં આવ્યું છે.
વીડિયો એડિટિંગ ફીચર
એન્ડ્રોઇડ ડિવાઇઝમાં મહત્ત્વના એડિટિંગ ટૂલ્સને વધુ સરળ બનાવવા માટે ક્વિક એક્સેસ આપવામાં આવ્યો છે. ટ્રીમ ટૂલને અપડેટ કરવામાં આવ્યું છે. યુઝર હવે વીડિયોને ચોક્કસ જગ્યાએથી કટ કરી શકે એ માટે આ ટૂલમાં ચોક્કસ ફેરફાર કરવામાં આવ્યા છે. આ સાથે જ ઓટો એનહાન્સ બટનમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. યુઝર હવે તેમના વીડિયોને વધુ સુંદર અને વધુ સ્ટેબિલાઇઝ કરી શકશે. યુઝર માટે સ્પીડ ટૂલમાં ખાસ બદલાવ કરવામાં આવ્યા છે. યુઝર હવે વીડિયોની સ્પીડ વધારી શકશે અને ડ્રામેટિક સ્લો-મોશન પણ કરી શકશે. આ ઇફેક્ટ બાદ પણ વીડિયોની ક્વોલિટી પર કોઈ અસર નહીં થાય.
AI વીડિયો પ્રીસેટ્સ
AI વીડિયો પ્રીસેટ્સને એન્ડ્રોઇડ અને આઇફોન બંને યુઝર માટે લોન્ચ કરવામાં આવ્યાં છે. આ પ્રીસેટ્સની મદદથી યુઝર એકદમ સ્પીડમાં અને ઓછી મહેનત દ્વારા વીડિયોને એડિટ કરી શકશે. એમાં ઓટોમેટિક વીડિયો ટ્રીમિંગ છે જે લાંબા વીડિયોને શોર્ટમાં બનાવશે. લાઇટિંગ એડ્જસ્ટમેન્ટ, સ્પીડ કન્ટ્રોલ, ડાઇનામિક મોશન ટ્રેકિંગ અને મુખ્ય વસ્તુ પર ઝૂમ કરવું જેવા ઘણાં પ્રીસેટ્સ આપ્યા છે જે ટચ કરતાંની સાથે જ તરત જ વીડિયો બની જશે.