Googleની મોટી અપડેટ, SGE ટૂલથી તમને બનાવી આપશે AI ઈમેજ, જાણો તેની પ્રોસેસ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
Googleની મોટી અપડેટ, SGE ટૂલથી તમને બનાવી આપશે AI ઈમેજ, જાણો તેની પ્રોસેસ 1 - image


નવી દિલ્હી,તા. 18ઓક્ટોબર 2023, બુધવાર 

ટેક કંપનીઓમાં AIને એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે. અત્યાર સુધી, ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓએ તેમના AI મોડલ લોન્ચ કર્યા છે અને તેમાં ઘણા નવા ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. 

તાજેતરમાં Google એ જાહેરાત કરી છે કે, તેનો સર્ચ જનરેટર એક્સપિરિયન્સ (SGE) યુઝર્સને ટેક્સ્ટ પ્રોમ્પ્ટથી સીધા ફોટો બનાવવાનો ઓપ્શન આપશે. એટલે કે, જેમ થોડા મહિનાઓ પહેલા, માઇક્રોસોફ્ટે લોકોને Bing સર્ચમાં Bing ઇમેજ ક્રિએટરનો સમાવેશ કરીને AI ઇમેજ બનાવવાનો ઓપ્શન આપ્યો હતો, હવે આવો જ વિકલ્પ Google SGE માં પણ આવવાનો છે.

શું છે Google નું SGE ?

જેઓ નથી જાણતા કે Google નું SGE શું છે, વાસ્તવમાં તે એક AI સપોર્ટેડ સર્ચ એન્જિન છે.  જે યુઝર્સનો બ્રાઉઝિંગ એક્સપિરિયન્સને પહેલા કરતા વધુ સારો બનાવે છે. આ Google તરફથી એક નવા પ્રકારનું સર્ચ એન્જિન છે જે યુઝર્સના પ્રશ્નોના વધુ વ્યાપક અને માહિતીપ્રદ જવાબો જનરેટ કરવા માટે AI નો ઉપયોગ કરે છે. 

કંપનીએ તેના SGE ને 'Search' અને 'Interface' ક્ષમતાઓ સાથે વિકસાવી છે અને તેને પોતાના યુઝર્સ માટે વધુ ઇન્ટરેક્ટિવ અને ઉપયોગી બનાવવા માટે નવી સુવિધાઓ પણ ઉમેરી છે.

થોડા સમય પહેલા, કંપનીએ SGE ના માધ્યમ દ્વારા 'સર્ચ ક્વેરીઝનો સમરાઇઝ' કરવાનો વિકલ્પ આપ્યો હતો જેથી તેઓ ઓછા સમયમાં ચોક્કસ માહિતી મેળવી શકે. 

અન્ય અપડેટમાં, કંપનીએ યુઝર્સના સર્ચ કરેલા વાક્યોમાં વ્યાકરણ અને અન્ય ભૂલો તપાસવાનો વિકલ્પ પણ આપ્યો છે.

હવે કંપની યુઝર્સને સર્ચ બારમાં AI ઇમેજ બનાવવાનો વિકલ્પ આપી રહી છે. આ માટે, તમારે SGE ટૂલને ઓન કરીને create શબ્દ ટાઈપ કરીને કોઈપણ ક્વેરી નાખવી પડશે. જેમ કે રમતુ બાળક વગેરે. થોડા સમયની અંદર, Google AI ની મદદથી, તે તમારા માટે સર્ચ બારની નીચે એક AI ઇમેજ બનાવી દેશે.

Google ની ઇમેજ ક્રિએશન કંપનીના Imagen ફેમિલી મૉડલ દ્વારા ચલાવવામાં આવે છે જે Google Slides અને Meetમાં જોવા મળતી સુવિધાઓ જેવી જ છે.


Google NewsGoogle News