Incognito Modeમાં સર્ચ કરતા લોકો ચેતજો! તેમાં પણ Google કરે છે ટ્રેક
Incognito Modeમાં તમારી હિસ્ટ્રી માત્ર ફોનમાં જ સેવ નથી થતી, પરંતુ તે સિવાયની દરેક ડિટેલ્સ ગૂગલની પાસે હોય છે
Image Google page |
તા. 19 જાન્યુઆરી 2024, શુક્રવાર
તમારી પાસે સ્માર્ટફોન હોય અથવા કોમ્પ્યુટર, તો તમે Incognito mode નો ઉપયોગ કર્યો હોવો જોઈએ. આજે અમે તમને તેના ઉપયોગ વિશે કેટલીક મહત્વની બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે તેનો ઉપયોગ કરવો કેટલો સુરક્ષિત છે. ગૂગલ તમારી શોધને ટ્રેક કરી રહ્યું છે. આપણામાંથી મોટાભાગના લોકો તમામ વસ્તુઓ માટે Incognito Modeમાં સર્ચ કરતાં હોય છે. જેની મદદથી તમે ખાનગી રીતે ઈન્ટરનેટ પર કોઈ પણ શોધી શકો છો.
શું ગૂગલ ટ્રેક કરે છે
જોકે, Incognito Modeમાં તમારી હિસ્ટ્રી માત્ર ફોનમાં જ સેવ નથી થતી, પરંતુ તે સિવાયની દરેક ડિટેલ્સ ગૂગલની પાસે હોય છે. ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર તમારી દરેક ડિટેલ્સને સરળતાથી ટ્રેક કરી શકે છે.
કંપનીએ સ્વીકાર્યું કે, તે ટ્રેક કરે છે
કેટલાક લોકોને લાગે છે કે ગૂગલ Incognito Mode માં તમારી ડિટેલ્સને સેવ નથી કરતું. જોકે, એક કેસમાં ખુલાસો થયો છે કે, કંપની યૂઝર્સના Incognito Modeમાં પણ ટ્રેક કરે છે.
ડિસ્ક્રિ્પ્શન પણ બદલી નાખ્યું
ગૂગલે છુપી રીતે Incognito Modeના પેજના ડિસ્ક્રિપ્શન પણ કેટલાક ફેરફાર કરી દીધા છે. તેનાથી નક્કી થઈ શકે છે કે, તમે કોઈ પણ રીતે ઈન્ટરનેટ બ્રાઉજિંગને ખાનગી નહીં રાખી શકો.
આ મામલે ચાલી રહ્યો હતો કેસ
આ મામલે ગૂગલ વર્ષ 2020થી 5 અબજ ડોલરની કાયદાકીય લડાઈ લડી રહ્યું હતું. કેટલાક યૂઝર્સના એક ગ્રુપે કંપની પર આરોપ લગાવ્યો હતો કે, ક્રોમ ઈનકોગ્નિટો મોડમાં પણ ડેટા ટ્રેક થાય છે.
ગૂગલે સેટલ કર્યો આખો મામલો
તે વખતે કંપનીએ કોર્ટમાં આ વાતનો સ્વીકાર નહોતો કર્યો. હવે ગૂગલે આ મામલાને બંધ કર્યો છે. કંપનીએ આ મામલે પૈસા આપીને બંધ કરવામાં જ તેની ભલાઈ સમજી હતી.
5 અબજ ડોલર આપ્યા
આ કારણે ગૂગલે નિર્ણય આવ્યા પહેલા જ પાંચ અબજ ડોલર આપીને આ ચેપ્ટર બંધ કરી દીધું છે. આ સિવાય કંપની કોઈ કાયદાકીય મામલે ન ફસાય તેના માટે તૈયારી કરી રહી છે.
ભવિષ્યની પણ તૈયારી કરી લીધી છે
Google Chrome ના લેટેસ્ટ વિંડોઝ વર્ઝનમાં પેજ ડિસ્ક્રિપ્શન બદલી નાખ્યું છે. અહીં તમને લખેલી જોવા મળશે કે આ ડિવાઈસનો ઉપયોગ કરતાં લોકો બીજા લોકો તમારી હિસ્ટ્રી નહી જોઈ શકે.
ગૂગલ એકત્ર કરશે માહિતી
જો કે, ગૂગલે આ વાત સ્પષ્ટ કરી દીધી કે તમે બ્રાઉઝરને ખાનગી રીતે ઉપયોગ કરી શકો છો. જેમા વેબસાઈટ્સના ડેટા કલેક્ટ કરવાની સિસ્ટમમાં ફેરફાર નહીં થાય. તેમજ કંપનીએ સ્પષ્ટ વાત કરતા કહ્યું કે, ગૂગલ તમારા બ્રાઉઝરનો કેટલોક ભાગ Incognito Modeમાં પણ ટ્રેક કરી શકાશે.