Get The App

GPS બંધ હોવા છતાં ગૂગલ ટ્રેક કરે છે લોકેશન: યુઝરની પ્રાઇવસીને લઈને ગૂગલ પર લાગ્યા આરોપ

Updated: Oct 10th, 2024


Google NewsGoogle News


GPS બંધ હોવા છતાં ગૂગલ ટ્રેક કરે છે લોકેશન: યુઝરની પ્રાઇવસીને લઈને ગૂગલ પર લાગ્યા આરોપ 1 - image

Location Tracking: ગૂગલ પર ઘણી વાર આરોપ મૂકવામાં આવ્યો છે કે તે યુઝરના લોકેશનને ટ્રેક કરે છે. ગૂગલે એ વાતનું હંમેશાં ખંડન કરતાં કહ્યું છે કે યુઝરની પરવાનગી વગર તેઓ ક્યારેય લોકેશનને ટ્રેક નથી કરતાં. જોકે હાલના એક રિપોર્ટ મુજબ ગૂગલ GPS બંધ હોવા છતાં પણ લોકેશન ટ્રેક કરતું રહે છે. આ યુઝરની પ્રાઇવસીને લઈને ખૂબ જ મોટો સવાલ છે. ગૂગલ દર 15અને 40 મિનિટે આ ડેટા કલેક્ટ કરતી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ગૂગલને રિપોર્ટ

ગૂગલ પિક્સલ 9 Pro XLમાં બિલ્ટ-ઇન રિમોટ મેનેજમેન્ટ ફીચર છે. ગૂગલના આ લેટેસ્ટ સ્માર્ટફોનમાં સાયબર ન્યુઝ રિસર્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દ્વારા તેમને જાણ થઈ હતી કે એમાં પ્રાઇવસી અને સિક્યોરિટી અંગે કેટલીક બાબતોની અવગણના કરવામાં આવી છે. આ રિપોર્ટ મુજબ મોબાઇલ થોડા-થોડા સમય પછી ગૂગલને રિપોર્ટ મોકલતો રહે છે. આ રિપોર્ટમાં લોકેશન, ઈમેલ એડ્રેસ, ફોન નંબર અને નેટવર્ક સ્ટેટસનો સમાવેશ થાય છે. આ મોબાઇલમાં કોઈ પણ ઍપ્લિકેશન ઇન્સ્ટોલ ન કરી હોય ત્યારે પણ આ તમામ ડેટા ગૂગલને મોકલાતા રહે છે.

ડેટા પેકેટ

ગૂગલને એક ડેટા પેકેટ મોકલવામાં આવે છે. એમાં દર પંદર અને 40 મિનિટે ચેક-ઇનની જેમ પ્રોસેસ થાય છે. આ પ્રોસેસમાં મોબાઇલમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ છે એનું વર્ઝન અને સિમ કાર્ડ કઈ કંપનીનો છે એ તમામ માહિતી મોકલાય છે. લોકેશન સર્વિસ બંધ હોય તો પણ આ તમામ માહિતી મોકલવામાં આવે છે.

GPS બંધ હોવા છતાં ગૂગલ ટ્રેક કરે છે લોકેશન: યુઝરની પ્રાઇવસીને લઈને ગૂગલ પર લાગ્યા આરોપ 2 - image

પ્રાઇવસીની ચિંતા

ગૂગલ દ્વારા આ રીતે જે ડેટા કલેક્ટ કરવામાં આવે છે એ માટે કોઈ પણ કંપનીને પરવાનગી નથી. આ સાથે જ અન્ય પ્રાઇવસી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં ગૂગલ ફોટો સર્વિસનો પણ ઉપયોગ થાય છે. ગૂગલનું ફેસ ગ્રૂપિંગ ફીચર યુઝરની પરવાનગી લીધા વગર જ દરેક ફોટાને એક્સેસ કરે છે. આથી યુઝરની બાયોમેટ્રિક ડેટા પ્રાઇવસીને લઈને સવાલો ઊભા થાય છે.

રિમોટ મેનેજમેન્ટ

આ પણ વાંચો: એરટેલનું AI ટૂલ: સ્પેમ કોલ્સ અને મેસેજને કરશે બ્લોક, પરંતુ પ્રાઇવસીને લઈને ઊભા થયા સવાલ

આ તમામ કરતાં પણ પ્રાઇવસી માટે સૌથી મોટો પ્રશ્ન રિમોટ મેનેજમેન્ટનો છે. આ ફોનમાં ‘CloudDPC’ પેકેજ આવે છે. આ પેકેજ મોટાભાગે કંપનીઓની પ્રોડક્ટ્સમાં જોવા મળે છે જેમાં રિમોટલી ડિવાઇઝને એક્સેસ કરવાની જરૂર પડે છે. જો કે, ગૂગલના ફોનમાં પણ આ પેકેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગૂગલ યુઝરની પરવાનગી વિના અને તેને જાણ પણ ન થાય એ રીતે મોબાઇલને એક્સેસ કરી શકે છે. કોઈ હેકરે આ પેકેજને એક્સેસ કરી લીધું તો તે યુઝરના મોબાઇલને સરળતાથી એક્સેસ કરી શકે છે. આથી આ ખૂબજ ચિંતાનો વિષય છે કારણ કે એના દ્વારા કોઈ પણ સોફ્ટવેરને યુઝરની જાણ કર્યા વિના ઇન્સ્ટોલ અને અનઇન્સ્ટોલ કરી શકાય છે.

ગૂગલે શું કહ્યું?

ગૂગલે જણાવ્યું છે કે યુઝરની દરેક ડિવાઇઝમાં તમામ કામ થઈ શકે એ માટે આ ફીચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ જ, ગૂગલે એ પણ કહ્યું છે કે સોફ્ટવેર અપડેટ અને પર્સનલાઇઝ એક્સપિરિયન્સ માટે પણ આ ફંક્શન જરૂરી છે. આ સાથે જ, ગૂગલે એ પણ કહ્યું છે કે મોબાઇલને રૂટ કરીને ટેસ્ટ કરવામાં આવ્યો છે અને એના કારણે અમુક ડેટા ટ્રાન્સમિટ થયા હોય એવું લાગવામાં આવી શકે, નહીંતર રેગ્યુલર કેસમાં આ રીતે ડેટા ટ્રાન્સમિટ નથી થતા.


Google NewsGoogle News