Google દ્વારા મોટી જાહેરાત, આવતા મહિનાથી બંધ થશે આ સર્વિસ

ગૂગલે પ્લે મૂવી એન્ડ એન્ડ્રોઈડ ટીવી એપ વર્ષ 2020માં રજુ કરી હતી

ઓક્ટોબર મહિનાથી એપ્લિકેશને કામ કરવાનું બંધ કરી દીધું છે

Updated: Dec 14th, 2023


Google NewsGoogle News
Google દ્વારા મોટી જાહેરાત, આવતા મહિનાથી બંધ થશે આ સર્વિસ 1 - image
Image:Envato

Google Shut Down Play Movies And Tv Android TV App : ગૂગલે વર્ષ 2020માં ગૂગલ ટીવી પ્લેટફોર્મ રજૂ કર્યું હતું. આ એપના લોન્ચ સાથે કંપનીએ પ્લે મૂવી એન્ડ ટીવીની મોબાઈલ એપને ગૂગલ ટીવી મોબાઈલ એપમાં મર્જ કરી દીધી હતી. ઓક્ટોબર મહિનામાં ગૂગલે એન્ડ્રોઇડ ટીવી પર તેનું નામ બદલી નાખ્યું અને ત્યારથી એપ્લિકેશને કામ કરવાનું બંધ કરી દીધું હતું. ગત કેટલા અઠવાડિયાથી આ એપને લઈને સતત કન્ફયુઝન થઇ રહ્યું છે. આ એપ પર ક્લિક કરતા યુઝર્સ એન્ડ્રોઈડ ટીવી શોપ ટેબ પર પહોંચી જાય છે. હવે ગૂગલે આ સર્વિસને બંધ કરવાનો એલાન કરી દીધો છે.

ગૂગલે આપી માહિતી

ગૂગલે ઘણાં પ્લેટફોર્મ પરથી આ એપને હટાવી દીધી છે. ગૂગલે તેના સપોર્ટ પેજને અપડેટ કરતા આ માહિતી આપી છે. ગૂગલે પોસ્ટમાં જણાવ્યું છે કે આ ફેરફારો સાથે ગૂગલ પ્લે મૂવી એન્ડ ટીવી એન્ડ્રોઇડ ટીવી પર ઉપલબ્ધ રહેશે નહીં. જો કે યુઝર્સ એન્ડ્રોઈડ ટીવી ઉપકરણો, ગૂગલ ટીવી ઉપકરણો, ગૂગલ ટીવી મોબાઇલ એપ્લિકેશન અને યુટ્યુબ પર ખરીદેલા ટાઈટલ્સને ઍક્સેસ કરી શકશે.

આ તારીખથી સત્તાવાર રીતે હટાવી દેવામાં આવશે પ્લે મૂવી એન્ડ ટીવી એપ

પ્લે મૂવી એન્ડ ટીવીને 17મી જાન્યુઆરીના રોજે એન્ડ્રોઈડ ટીવી પરથી સત્તાવાર રીતે હટાવી દેવામાં આવશે. ત્યાર પછી જયારે પણ યુઝર્સ આ એપને એક્સેસ કરવા ઈચ્છશે ત્યારે તેમને માત્ર શોપ ટેબનું જ ઓપ્શન મળશે. ગૂગલે એ પણ પુષ્ટિ કરી છે કે પ્લે મૂવી એન્ડ ટીવી એપ બીજા અન્ય કોઈપણ પ્લેટફોર્મ પર ચાલશે નહી. જો કોઈ કેબલ બોક્સમાં આ ઓપ્શન મળે છે તો તે આવનારા દિવસોમાં મળશે નહીં. આના પર ક્લિક કરતા યુઝર્સ યુટ્યુબ પર પહોંચી જશે.

Google દ્વારા મોટી જાહેરાત, આવતા મહિનાથી બંધ થશે આ સર્વિસ 2 - image


Google NewsGoogle News