48 વર્ષના વ્યક્તિને નોકરીએ રાખવા ગૂગલે ખર્ચ કર્યા રૂ. 22,625 કરોડ, જાણો શું છે કારણ
નોમ શાઝીર |
Google AI: ગૂગલ દ્વારા 48 વર્ષની વ્યક્તિ નોમ શાઝીરને નોકરીએ રાખવા માટે 22625 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યાં છે. આ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જિનિયસ છે. પોતાના સ્ટાર્ટઅપ Character.AI માટે નોમે ગૂગલની નોકરી છોડી હતી, પરંતુ તેને ફરી નોકરીએ રખાયા છે.
કેમ ગૂગલની જોબ છોડી હતી?
નોમ શાઝીરને ગૂગલ દ્વારા 2000માં નોકરીએ રાખવામાં આવ્યો હતો. જોકે તેણે એક જ વર્ષમાં એટલે કે 2021માં નોકરી છોડી હતી. આ નોકરી છોડવાનું કારણ એ હતું કે નોમ દ્વારા એક ચેટબોટને ડેવલપ કરવામાં આવ્યું હતું અને તેણે ગૂગલની રિક્વેસ્ટ કરી હતી કે એને રીલિઝ કરવામાં આવે. જોકે ગૂગલ દ્વારા તેની રિક્વેસ્ટને રિજેક્ટ કરવામાં આવી હોવાથી તેણે નોકરી છોડી દીધી હતી.
સ્ટાર્ટઅપની શરૂઆત
નોમ શાઝીરે તેના સાથી ડેનિયલ સાથે મળીને સ્ટાર્ટઅપની શરૂઆત કરી હતી. તેમણે Character.AIની શરૂઆત કરી હતી. તેમની કંપનીની કિંમત ગયા વર્ષે જ એક બિલિયન ડોલરને ક્રોસ કરી ગઈ હતી.
22625 કરોડનો ખર્ચ
ગૂગલ દ્વારા તેમની ટેક્નોલોજીના લાયસન્સ માટે 2.7 બિલિયન ડોલર ચૂકવવામાં આવ્યા છે. આ સાથે જ હવે નોમ અને ડેનિયલ બન્ને ગૂગલ માટે કામ કરશે. તેઓ ગૂગલની જેમિનીનું ડિપાર્ટમેન્ટ સાચવશે. ગૂગલ દ્વારા Character.AIની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને હવે તેમને રેગ્યુલેટરી ડિપાર્ટમેન્ટની મંજૂરીની પણ જરૂર નહીં પડે કારણ કે Character.AI પાસે એ પહેલેથી જ છે.
ગૂગલના ભૂતપૂર્વ CEO પણ ઇમ્પ્રેસ
ગૂગલના ભૂતપૂર્વ CEO એરિક શ્મિડ પણ નોમથી ખૂબ જ ઇમ્પ્રેસ હતાં. નોમનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ હ્યુમન-લેવલના ઇન્ટેલિજન્સની જેમ કામ કરતું હતું. 2015માં એરિકે કહ્યું હતું કે ‘હ્યુમનની જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કામ કરી શકે અને એ જો કોઈ શક્ય બનાવી શકે તો એ નોમ છે.’
નોમ દ્વારા 2017માં ચેટબોટ બનાવવામાં આવ્યું હતું જેનું નામ મીના હતું. ગૂગલ સર્ચ એન્જિનની જગ્યા આ મીના લઈ લેશે એવું 2017માં નોમ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જોકે ગૂગલ દ્વારા સેફ્ટી અને સિક્યોરિટીને કારણે આ ચેટબોટને રિજેક્ટ કરવામાં આવ્યું હતું. જોકે વર્ષો બાદ દરેક કંપની એ પ્રકારના જ ચેટબોટ બનાવી રહી છે.