ગૂગલનું જોરદાર ફીચર, એક જ ક્લિકમાં ખબર પડશે ફોટો કે વીડિયો ઓરિજિનલ છે કે AI

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
ગૂગલનું જોરદાર ફીચર, એક જ ક્લિકમાં ખબર પડશે ફોટો કે વીડિયો ઓરિજિનલ છે કે AI 1 - image


Google New Feature: ગૂગલ દ્વારા એક ધમાકેદાર નવું ફીચર લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર જાણી શકશે કે ફોટો ઓરિજિનલ છે કે પછી એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI)ની મદદથી બનાવવામાં આવ્યો છે. આજકાલ AIનો ઉપયોગ ખૂબ જ થઈ રહ્યો છે. આથી ઘણી વાર ફોટો ઓરિજિનલ છે કે એને બનાવવામાં આવ્યો છે એ જાણી નથી શકાતું. જોકે ગૂગલ હવે યુઝર માટે એ સરળ બનાવી દેશે. આ ફીચરને ‘અબાઉટ ધીસ ઇમેજ’નામ આપવામાં આવશે એવી શક્યતા છે. આ ફીચર લોન્ચ કર્યા બાદ યુઝર એ ફોટો કેવી રીતે બનાવવામાં આવ્યો છે અને એનો સોર્સ શું છે એ જાણી શકાશે.

કેવ રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?

આ ફીચરનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલાં એના પર ક્લિક કરવું. જો કે એ ફોટો ઇન્ટરનેટ પર હોવો જરૂરી છે. કોઈ સેલિબ્રિટીનો ફોટો હોય કે સોશિયલ મીડિયા પોસ્ટ હોય કે પછી કોઈ ન્યુઝ ચેનલ પર હોય કે પછી અન્ય કોઈ પણ કારણસર એ ફોટો ઓનલાઇન હોય તો એ AIની મદદથી બનાવવામાં આવ્યો છે કે નહીં એ જાણી શકાશે. આ માટે ફોટો પર ક્લિક કરવું. ક્લિક કરતાંની સાથે જ વિકલ્પ આવશે એમાં ‘અબાઉટ ધીસ ઇમેજ’ પર ક્લિક કરવું. એના પર ક્લિક કર્યા બાદ ગૂગલ ફોટોના મેટાડેટા શોધશે. આ મેટાડેટા પરથી ફોટો ક્યારે અને કઈ જગ્યાએ અને કેવી રીતે બનાવવામાં આવ્યો છે. જો કે આ માટે ફોટોમાં મેટાડેટા હોવા જરૂરી છે.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામે લોન્ચ કર્યું ટીનેજર એકાઉન્ટ, પ્રાઇવસી અને એકાઉન્ટને કન્ટ્રોલ કરી શકશે પેરન્ટ્સ

ગૂગલનું જોરદાર ફીચર, એક જ ક્લિકમાં ખબર પડશે ફોટો કે વીડિયો ઓરિજિનલ છે કે AI 2 - image

રિયલ છે કે AI

આ ફોટાનો ઓરિજિનલ સોર્સ શું છે એ ગૂગલ જણાવશે. આથી યુઝરને ખબર પડશે કે ફોટો રિયલ છે કે AIની મદદથી બનાવવામાં આવ્યો છે. બની શકે કે ફોટા પરથી ચોક્કસ ખબર ન પડે કે રિયલ છે કે AI, પરંતુ ગૂગલ જે માહિતી આપશે એના પરથી પણ વ્યક્તિ નક્કી કરી શકશે કે ઓરિજિનલ છે કે નહીં. ઉદાહરણ તરીકે વર્ષો પહેલાં થયેલી કોઈ ઘટનાનો ફોટો અથવા તો વીડિયો આજે બહાર આવ્યો. તો ગૂગલ એ ક્યારે બનાવવામાં આવ્યો છે એની તારીખ આપશે એના પરથી નક્કી કરી શકાશે કે આ ઓરિજિનલ છે કે નહીં.

આ પણ વાંચો: APK ફાઇલ દ્વારા કરવામાં આવી રહ્યાં છે સ્કેમ, જાણો કેવી રીતે થાય છે અને એનાથી કેવી રીતે બચશો?

સ્કેમથી પણ બચી શકાશે

છેતરપિંડી કરનાર વ્યક્તિ આજકાલ લોકોને છેતરવા માટે AIનો ઉપયોગ કરતાં થઈ ગયા છે. તેઓ કંપનીના ફોટો અને વીડિયો બનાવે છે અને લોકોને છેતરવાનું કામ કરે છે. ખોટા ફોટો અને વીડિયો દ્વારા નવી-નવી સ્કિમ બનાવે છે. આથી યુઝર હવે એનાથી પણ બચી શકશે. ઓનલાઇનની સાથે બની શકે કે ગૂગલ ફોટો અપલોડ કરવાનું પણ ફીચર લોન્ચ કરે એના દ્વારા પણ જાણી શકાય કે ઇન્ટરનેટ પર ફોટો ન હોય તો પણ એ ઓરિજિલન છે કે નહીં.

આ ફીચર ક્યારે લોન્ચ થશે?

આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે. ગૂગલ એને બહુ જલદી લોન્ચ કરી શકે છે. આ ફીચર ગૂગલ ફોટો એપ્સ અને અન્ય ગૂગલ સર્વિસ પર પણ જોવા મળશે. આ ફીચર લોન્ચ થયા બાદ આંગળીના ટેરવે યુઝરને ખબર પડી જશે કે ફોટો ઓરિજિનલ છે કે AI.


Google NewsGoogle News