Get The App

ગૂગલ ડિલીટ કરવા જઈ રહ્યું છે ઉપયોગમાં ન હોય એવા જીમેલ એકાઉન્ટ, તમારું જીમેલ ડિલીટ ન થાય એ માટે 20 સપ્ટેમ્બર પહેલાં આટલું કરો...

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
ગૂગલ ડિલીટ કરવા જઈ રહ્યું છે ઉપયોગમાં ન હોય એવા જીમેલ એકાઉન્ટ, તમારું જીમેલ ડિલીટ ન થાય એ માટે 20 સપ્ટેમ્બર પહેલાં આટલું કરો... 1 - image


Google Account: ગૂગલની નવી પોલીસી અનુસાર હવે ઉપયોગમાં ન હોય એવા જીમેલ એકાઉન્ટ બંધ કરવામાં આવશે. 20 સપ્ટેમ્બરથી આ નવી પોલીસી લાગુ કરવામાં આવશે. ગૂગલનું જીમેલ દુનિયાનું સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું ઇમેલ સર્વર છે. એના પર 1.5 બિલિયનથી પણ વધુ યુઝર છે.

કયા જીમેલ એકાઉન્ટને થશે અસર?

ગૂગલની નવી પોલીસી અનુસાર છેલ્લા બે વર્ષમાં જેમણે જીમેલનો ઉપયોગ ન કર્યો હોય એ એકાઉન્ટને ડિલીટ કરવામાં આવશે. આ એકાઉન્ટમાં લોગ ઇન ન કર્યું હોય, તેમ જ એક પણ ગૂગલ સર્વિસ જેવી કે જીમેલ, ગૂગલ ડ્રાઇવ, ગૂગલ ફોટો અથવા તો યૂટ્યુબનો ઉપોયોગ ન કર્યો હોય એને ડિલીટ કરવામાં આવશે. જોકે આ પોલીસી ઓફિસ, સ્કૂલ અને અન્ય ઇન્સ્ટિટ્યૂટના એકાઉન્ટ પર લાગુ નહીં પડે. 

કેમ કરવામાં આવી રહ્યાં છે ડિલીટ?

ગૂગલની નવી પોલીસી અનુસાર આ એકાઉન્ટને ડિલીટ કરવામાં આવશે એ પાછળું કારણ સર્વર છે. સર્વર પર વધુ લોડ આવી રહ્યો છે અને એને વધુ ફાસ્ટ બનાવવા માટે ઉપયોગમાં ન હોય એવા એકાઉન્ટ જ ડિલીટ કરવામાં આવશે. આ એકાઉન્ટ ડિલીટ કરતાં સર્વરની સ્પેસ વધશે. સાથે જ એ જીમેલમાં જે ડેટા હશે એ પણ ડિલીટ થઈ જશે. આથી ગૂગલની તમામ સર્વિસમાં વધુ ઇમ્પ્રૂવમેન્ટ જોવા મળી શકે છે.

આ પણ વાંચો: એન્ડ્રોઇડની જેમ હવે આઇફોનમાં પણ કામ કરશે ટ્રૂકોલર, ફોન આવતાની સાથે જ હવે લાઇવ કોલર ID જોવા મળશે

ગૂગલ ડિલીટ કરવા જઈ રહ્યું છે ઉપયોગમાં ન હોય એવા જીમેલ એકાઉન્ટ, તમારું જીમેલ ડિલીટ ન થાય એ માટે 20 સપ્ટેમ્બર પહેલાં આટલું કરો... 2 - image

જીમેલને એક્ટિવ કેવી રીતે રાખશો?

જીમેલ એકાઉન્ટ હંમેશાં ડિલીટ ન થઈ જાય એ માટે એકાઉન્ટને એક્ટિવ રાખવું જરૂરી છે. આ માટે યુઝરે એની સર્વિસનો ઉપયોગ કરવાનો રહશે.

જીમેલ : જીમેલમાં લોગ ઇન કરીને કોઈ પણ એક્ટિવિટી કરવી જેવી કે ઇમેલ સેન્ડ કરવો અથવા તો રિસીવ કરવામાં આવે તો એ જીમેલનો ઉપયોગ કરેલો કહેવાશે એથી એકાઉન્ટ ડિલીટ નહીં થાય.

ગૂગલ ફોટો : ગૂગલ ફોટોઝમાં ફોટો અપલોડ કરવો અથવા તો અપલોડ કરેલા ફોટો અથવા તો વિડિયોને એક વાર એક્સેસ કરવાથી પણ એકાઉન્ટ એક્ટિવ રહેશે.

ગૂગલ ડ્રાઇવ : ગૂગલ ડ્રાઇવમાં કોઈ પણ ફોટો અથવા તો વિડિયો અથવા તો કોઈ પણ ફાઇલને અપલોડ કરવી અથવા તો અપલોડ ફાઇલને ડાઉનલોડ કરવી અથવા તો ફક્ત એને ઓપન કરવાથી પણ એકાઉન્ટ એક્ટિવ કહેવાશે.

યૂટ્યૂબ : યુટ્યૂબમાં જીમેલ એકાઉન્ટ ઓપન કરી એક વિડિયો જોવામાં આવશે તો પણ એનો મતલ એકાઉન્ટ એક્ટિવ કહેવાશે.

ઘણાં યુઝર્સ એક કરતાં વધુ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. આથી જે એકાઉન્ટનો વધુ ઉપયોગ થતો હોય એનો જ ઉપયોગ થતો રહે અને બીજુ એકાઉન્ટનો ઉપયોગ રહી જાય છે. આથી એકાઉન્ટને સમય સમયે એક્સેસ કરતાં રહેવું જોઈએ. જો એ કરવામાં ન આવે તો તમામ ડેટા પણ ડિલીટ થઈ જવાનો ભય રહે છે.


Google NewsGoogle News