WhatsAppને ટક્કર આપવા Google નવું સેટેલાઈટ મેસેજિંગ ફીચર કરશે લોન્ચ, ઈન્ટરનેટ વગર થશે મેસેજ
Google Satellite Messaging : મેસેજિંગ એપની દુનિયામાં વોટ્સએપ સૌથી જાણીતી એપ છે. જોકે, ઈન્ટરનેટ ન હોવા પર વોટ્સએપ પર ચેટિંગ નથી કરી શકાતું. કેટલીક વખત એવા વિસ્તારમાં હોઈએ જ્યાં નેટવર્ક કે વાઈફાઈ નથી હોતું, તો તે દરમિયાન વોટ્સએપ પણ ઉપયોગી નથી બનતું. જેને લઈને લોકોને ખુબ મુશ્કેલી થાય છે, પરંતુ હવે ગુગલ મેસેજિંગ એપ માટે એક નવું સેટેલાઈટ મેસેજિંગ ફીચર લોન્ચ કરવા જઈ રહ્યું છે.
સેટેલાઈટ મેસેજિંગ શું છે?
આ ફીચરમાં યૂઝરનું ગુગલ મેસેજિંગ ફીચર સીધા સેટેલાઈટ કનેક્ટિવિટીથી લિંક થશે. મતલબ તેના માટે મોબાઈલ ટાવરની જરૂર નથી. યૂઝર સીધા ગુગલ સેટેલાઈટ મેસેજિંગ ટૂલ ઓપન કરીને મેસેજ કરી શકશે. તેવામાં તમારો ફોન સીધા સેટેલાઈટથી કનેક્ટ રહેશે. જેમાં બંને બાજુથી મેસેજિંગ કરી શકાશે. ગત અઠવાડિયાના રિપોર્ટનું માનીએ તો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે AI ચેટબૉટ જેમિનીના એન્ટીગ્રેશનની સાથે ગુગલ મેસેજિંગ એપનું એક નવું બીટા વર્જન શરૂ કરવા જઈ રહ્યું છે.
વોટ્સએપ સાથે થશે સીધી ટક્કર
ગુગલ સેટેલાઈટ મેસેજિંગ ફીચરની એન્ટ્રીથી વોટ્સએપને જોરદાર ટક્કર મળવાની સંભાવના છે. સાથે જ ગુગલનું નવું મેસેજિંગ ફીચર iPhoneના ઈમરજન્સી મેસેજિંગ ફીચરથી પણ ઘણું સારું હશે, કારણ કે તેમાં ઈમરજન્સી સર્વિસની સાથે જરૂરી મેસેજ રિપ્લાય કરવાની સુવિધા હશે. જેમાં યૂઝર્સ પોતાની કોન્ટેક્ટ યાદીમાં હાજર કોઈપણ સંપર્ક સાથે કનેક્ટ થઈ શકશે.
હજુ આ અંગે માહિતી નથી સામે આવી કે, એન્ટ્રોઈડ 15 રોલઆઉટ પહેલા આ ફીચરને યૂઝર્સ માટે ઉપલબ્ધ કરાવી શકાશે કે નહીં. એન્ડ્રોઈડ ઓએસ 'ઓટો-કનેક્ટેડ ટૂ સેટેલાઈટ' નોટિફિકેશનની સાથો સાથ સ્ટેટસ બારમાં એક સેટેલાઈટ આઇકનની સાથે આવે છે. ગુગલ પોતાની મેસેજિંગ સર્વિસ સારી બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. મેસેજિંગ એપ પોતાની ઈમેજ-શેરિંગ ઈન્ટરફેસમાં સુધાર કરી રહ્યું છે.