એન્ડ્રોઇડ મોબાઇલને સુરક્ષિત રાખવો હોય તો આ એપ્લિકેશન તરત જ ડિલીટ કરો…
Delete These App From Android: ગૂગલે હાલમાં જ તેમના પ્લે સ્ટોર પરથી કેટલીક એપ્લિકેશનો ડિલીટ કરી છે. આ એપ્લિકેશનો ડિલીટ કરવાનો કારણ એનું કોસ્પાઇ સ્પાઇવેર સાથેનું સંકળાણ છે. આ એક પ્રકારનો મેલવેર છે જે નોર્થ કોરિયાના હેકિંગ ગ્રૂપ APT37 (સ્કારક્રાફ્ટ) દ્વારા બનાવવામાં આવ્યો છે. આ મેલવેર યુઝર્સના ડેટાને કલેક્ટ કરે છે. લૂકઆઉટના સિક્યુરિટી રિસર્ચર્સે કેટલીક યુટિલિટી એપ્લિકેશનોમાં, જેવી કે ફોન મેનેજર, સ્માર્ટ મેનેજર, કકાઉ સિક્યુરિટી, અને સોફ્ટવેર અપડેટ યુટિલિટી, આ મેલવેર જોવા મળ્યો છે.
યુઝર્સની પ્રાઇવસી અને ડેટા થાય છે ચોરી
યુઝર્સની પ્રાઇવસી અને ડેટા સિક્યુરિટી પર સીધો પ્રહાર આ કોસ્પાઇ સ્પાઇવેર દ્વારા થાય છે. આ મેલવેર મેસેજ, કોલ લોગ્સ, ડિવાઇસ લોકેશન, ફાઇલો અને ફોલ્ડર્સને એક્સેસ કરે છે. આ ઓડિયો રેકોર્ડિંગ્સ અને ફોટા કેપ્ચર કરવા સાથે ફોનમાં સેવ કરાયેલા પાસવર્ડ અને Wi-Fi નેટવર્ક પાસવર્ડના સ્ક્રીનશોટ પણ લઈ શકે છે. જોકે Google Play Store દ્વારા આ એપ્લિકેશનો ડિલીટ કરી દેવામાં આવી છે, તે થર્ડ-પાર્ટી સોર્સ દ્વારા હજી પણ કેટલાક ફોનમાં એક્ટિવ હોઈ શકે છે.
એડ્સમાં ફ્રોડ કરતી એપ્લિકેશનો પણ ગૂગલે કાઢી નાંખી
ગૂગલે કોસ્પાઇ સ્પાઇવેર સાથે સંકળાયેલી તમામ એપ્લિકેશનો સાથે 180 અન્ય એપ્લિકેશનો પણ પ્લે સ્ટોર પરથી રદ કરી છે. આ એપ્લિકેશનો એડ્સમાં ફ્રોડ કરી રહી હતી. પ્લે સ્ટોર પર આ એપ્લિકેશનો હવે ઉપલબ્ધ નથી, પરંતુ જેમણે આ એપ્લિકેશનો પોતાના મોબાઇલમાં ઈન્સ્ટોલ કરી છે, તેઓ હજી પણ રિસ્કમાં છે. આ એપ્લિકેશનો વોટ્સએપ અથવા અન્ય માધ્યમ દ્વારા પણ ડાઉનલોડ થઇ શકે છે, તેથી જ યુઝર્સ પર સંકટના વાદળ છે.
આ પણ વાંચો: હિન્દીમાં અપશબ્દનો ઉપયોગ કર્યા બાદ ગ્રોકે કહ્યું, ‘મેંને તો બસ થોડી-સી મસ્તી કી થી’
મોબાઇલને કેવી રીતે પ્રોટેક્ટ કરશો?
મોબાઇલને સુરક્ષિત રાખવા માટે યુઝર્સે મેલવેર ધરાવતી એપ્લિકેશનો તરત જ ડિલીટ કરવી જોઈએ. ગૂગલ પ્લે પ્રોટેક્ટ ફીચરને ચાલુ રાખવું જોઈએ, જેથી જો કોઈ એપ્લિકેશનમાં વાઇરસ હોય તો તે ડાઉનલોડ ન થાય. થર્ડ-પાર્ટી સોર્સ પરથી એપ્લિકેશનો ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ. નિયમિત સોફ્ટવેર અપડેટ ચેક કરતા રહેવું, અને એપ્લિકેશનો હંમેશા અપડેટ રાખવી જોઈએ. ઉપયોગમાં ન હોય તેવા એપ્લિકેશન પરવાનગીઓ કાઢી નાખવી જોઈએ. આ પગલાંથી યુઝર્સ પોતાને થોડા સુરક્ષિત રાખી શકે છે.