રિસ્કી છે પિક્સેલ ફોન, મોટાભાગના એન્ડ્રોઇડ ફોનમાંથી ગૂગલ કાઢશે આ એપ્લિકેશન
Android Phone At Risk: ગૂગલ પિક્સેલ છેલ્લા ઘણાં વર્ષથી માર્કેટમાં ઉપલબ્ધ છે અને આ દરેક ફોન રિસ્કી છે. મોબાઇલ સિક્યોરિટી ફર્મ આઇવેરિફાઇ અને ડેટા એનાલિટિક્સ ફર્મ પ્લાન્ટિર એન્ડ ટ્રેઇલ દ્વારા એક ઇનવેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું. આ ઇનવેસ્ટિગેશનમાં જાણવા મળ્યું છે કે 2017થી જે પણ પિક્સેલ ફોન છે દરેક રિસ્કી છે.
રિમોટલી એક્સેસ થઈ શકે છે મોબાઇલ
2017થી ગૂગલ દ્વારા માર્કેટમાં જેટલા પણ ફોન મૂકવામાં આવ્યાં છે દરેકમાં રિસ્ક છે. આ દરેક ફોનને ખૂબ જ સરળતાથી હેક કરી શકાય છે. આ ફોનમાં ‘Showcase.apk’ ફાઇલ છે. આ એપ્લિકેશનની મદદથી હેકર્સ સરળતાથી ફોનને રિમોટલી એક્સેસ કરી શકે છે અને મોબાઇલનું કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ શકે છે.
આ એપ્લિકેશનથી શું થઈ શકે છે
આ એપ્લિકેશન એક હિડન સોફ્ટવેર પેકેજમાં આવે છે. એટલે કે આ એપ્લિકેસનનો ઉપયોગ યુઝર્સ નથી કરી શકતો, પરંતુ યુઝર માટે અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં એ મદદ કરે છે. મોબાઇલમાં આ એપ્લિકેશન પહેલેથી જ ઇન્સ્ટોલ હોય છે. આ એપ્લિકેશનને એ રીતે બનાવવામાં આવી છે કે એની મદદથી મોબાઇલમાં સોફ્ટવેરનાખી શકાય છે અથવા તો ઇન્ક્રિપ્શન વિનાની ફાઇલ જનરેટ કરે છે જે સિક્યોર નથી હોતી.
આ પણ વાંચો: ઇંગ્લિશ સોકરની આગામી સિઝનમાં ઓફસાઇડ ફાઉલ છે કે નહીં એ નક્કી કરશે આઇફોન
ગૂગલે શું કહ્યું?
આ સ્ટડીને ધ્યાનથી જોયા બાદ ગૂગલે કહ્યું કે તેઓ આગામી થોડા અઠવાડિયામાં દરેક પિક્સેલ મોબાઇલમાંથી આ એપ્લિકેશન કાઢી નાકશે. તેમ જ પિક્સેલ 9 સિરીઝમાં તો એનો ઉપયોગ પણ કરવામાં નથી આવ્યો. તેમ જ ગૂગલે એ પણ જણાવ્યું છે કે અત્યાર સુધી આ એપ્લિકેશનની મદદથી કોઈએ ફોન હેક કર્યો હોય એવો એક પણ કેસ સામે નથી આવ્યો.
અન્ય એન્ડ્રોઇડમાં પણ છે આ સોફ્ટવેર
ફક્ત પિક્સેલ જ નહીં, પરંતુ એન્ડ્રોઇડના મોટાભાગના મોબાઇલમાં આ સોફ્ટવેર છે. આથી દરેક કંપનીએ તેમના મોબાઈલમાંથી એ કાઢીને અપડેટ દ્વારા સિક્યોરિટીમાં સુધારો કરવો જોઈએ. આ સોફ્ટવેર જ્યાં સુધી નહીં કાઢે ત્યાં સુધી દરેક એન્ડ્રોઇડ ફોન રિસ્કમાં છે.