Get The App

હવે Google Pay પર મોબાઈલ રિચાર્જ Free નહિ, કન્વીનિયન્સના નામે વસૂલશે ચાર્જિસ

Updated: Nov 23rd, 2023


Google NewsGoogle News
હવે Google Pay પર મોબાઈલ રિચાર્જ Free નહિ, કન્વીનિયન્સના નામે વસૂલશે ચાર્જિસ 1 - image


Image:Freepik

નવી મુંબઇ,તા. 23 નવેમ્બર 2023,ગુરુવાર

ભારતમાં ધંધો ચલાવવાનો એક સરળ નિયમ છે. શરૂઆતમાં સસ્તું કે ફ્રી આપીને લોકોને ટેવ પાડવાની અને બાદમાં તેના જ ચાર્જ વસૂલીને ધંધો ચલાવવાનો. ડિજિટલ ક્રાંતિમાં ભારત જ્યારે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે હવે દેશમાં ઓનલાઈન પેમેન્ટ ઓફર કરતી કંપનીઓએ ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. શરૂઆતી તબક્કે અમુક સેગમેન્ટમાં જ અને ન્યૂનતમ ચાર્જ વસૂલાઈ રહ્યાં છે.

ભારતમાં ગૂગલપે અને પેટીએમ ટોચની પેમેન્ટ એપ છે. GPay અને Paytm એપ યુપીઆઈ ટ્રાન્ઝેકશનો માટે સૌથી વધુ વપરાય છે. બિલની ચુકવણી અને વીજળી, મોબાઈલ, ડીટીએચ, પાણી, ગેસ સિલિન્ડર વગેરેના રિચાર્જ માટેનું વન સ્ટોપ સોલ્યુશન છે પરંતુ હવે Google Pay અને Paytmએ મોબાઈલ રિચાર્જ પર યુઝર્સ પાસેથી નાની સર્વિસ ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે. 

તમને જણાવી દઈએ કે પહેલા આ સર્વિસ કોઈપણ વધારાના ચાર્જ વિના સંપૂર્ણપણે મફત હતી. યુઝર્સને ટેલિકોમ ઓપરેટર દ્વારા લેવામાં આવતી રકમ જ ચૂકવવી પડતી હતી પરંતુ હવે એવું લાગે છે કે Google અને Paytm હવે ભારતના અબજ-ડોલરના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમમાંથી આવક પેદા કરવાના માર્ગો શોધી રહ્યા છે.

ગૂગલપેએ મોબાઈલ રિચાર્જ પર વધારાનો સર્વિક ચાર્જ વસૂલવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ વિશે માહિતી પણ શેર કરી કે, જો તમે Google Pay એપ દ્વારા રૂ. 749નું Jio રિચાર્જ કરાવશો તો Google Pay સર્વિસ ફી પેટે રૂ. 3 વધારાના વસૂલ કરી રહ્યું છે, તો Paytm રૂ. 1.90 વધુ ચાર્જ કરી રહ્યું છે.

જાણીતા ટિપસ્ટર મુકુલ શર્માએ ટ્વિટર પર એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે Jioના 749 રૂપિયાના રિચાર્જ માટે Google Pay 752 રૂપિયા ચાર્જ કરી રહ્યું છે જેમાં કન્વીનિંયસ ચાર્જ તરીકે 3 રૂપિયા ઉમેરવામાં આવે છે. આ સુવિધા ફી એપ દ્વારા UPI અને કાર્ડ પેમેન્ટ બંને મોડમાં ચૂકવવાની રહેશે.

હવે Google Pay પર મોબાઈલ રિચાર્જ Free નહિ, કન્વીનિયન્સના નામે વસૂલશે ચાર્જિસ 2 - image

પૈસા ટ્રાન્સફર પર પણ ચાર્જિસ ?

મોબાઈલ રીચાર્જ પર આ વધારાના ચાર્જિસ UPI દ્વારા પેમેન્ટ કરવા પર લેવામાં આવી રહ્યો છે. આમ સ્પષ્ટ થાય છે કે વધારાની ફી ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટને કારણે નથી કારણકે અમુક એપ્લિકેશન્સમાં કેટલીકવાર પેમેન્ટ ગેટવે ફીના રૂપમાં આ પ્રકારનો નાનો સરચાર્જ શામેલ હોય છે. અત્યારે, ગૂગલ પે અને પેટીએમ આ ચાર્જ માત્ર મોબાઇલ રિચાર્જ પર જ વસૂલ કરે છે, અન્ય કોઈ વ્યવહારો જેમ કે વીજળી બિલની ચુકવણીઓ મફત રહેશે. આ સિવાય અન્યના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા પર પણ કોઈ વધારાના ચાર્જિસ નથી.


Google NewsGoogle News