સરકારની કડકાઈ સામે Googleના મિજાજ ઠંડા પડ્યાં, પ્લે સ્ટોરથી હટાવેલી એપ્સ પાછી દેખાવા લાગી

ગૂગલની કડક કાર્યવાહી બાદ સરકારે પણ કંપનીનો સંપર્ક કર્યો હતો અને તેને પોતાનો નિર્ણય બદલવા માટે કહ્યું હતું

Updated: Mar 3rd, 2024


Google NewsGoogle News
સરકારની કડકાઈ સામે Googleના મિજાજ ઠંડા પડ્યાં, પ્લે સ્ટોરથી હટાવેલી એપ્સ પાછી દેખાવા લાગી 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 03 માર્ચ 2024, રવિવાર

ભારત સરકારની કડકાઈ બાદ ગૂગલે પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવેલી ભારતીય એપ્સને પુનઃસ્થાપિત કરી છે. કંપનીએ 1 માર્ચના Shaadi.com, Naukri.com સહિતની અનેક ભારતીય એપ્સને પેમેન્ટ પોલિસીના ઉલ્લંઘનના કારણોસર પ્લેસ્ટોરમાંથી હટાવી દીધી હતી. Naukri.com અને 99 Acres સહિતની કેટલીક એપ ફરીથી પ્લે સ્ટોર પર દેખાવા લાગી છે. 

અશ્વિની વૈષ્ણવે ગૂગલ સાથે કરી વાત

શુક્રવારે ગૂગલની કડક કાર્યવાહી બાદ સરકારે પણ કંપનીનો સંપર્ક કર્યો હતો અને તેને પોતાનો નિર્ણય બદલવા માટે કહ્યું હતું. કેન્દ્રીય સૂચના પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ભારત ખૂબ જ સ્પષ્ટ છે, અમારી નીતિ પણ જ સ્પષ્ટ છે. અમારા સ્ટાર્ટ-અપ્સને એ સુરક્ષા મળશે જેની તેને જરૂર છે. મેં પહેલેથી જ ગૂગલને ફોન કર્યો છે અને એપ ડેવલપર્સને પણ ફોન કર્યો છે જેને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવ્યા છે. અમે આગામી અઠવાડિયે તેમની સાથે મુલાકાત કરીશું. આની મંજૂરી ન આપી શકાય. આ પ્રકારની ડી-લિસ્ટિંગની મંજૂરી ન આપી શકાય.

Infoedgeના સંજીવ બિખચંદાનીએ કર્યું કન્ફર્મટ

Naukri.com અને 99Acres એપ ઓપરેટ કરનારા Infoedgeના સંજીવ બિખચંદાનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે કંપનીની ઘણી એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર પાછી આવી ગઈ છે.

જો કે, Google દ્વારા હટાવી દેવામાં આવેલી Shaadi.com એપ ચલાવનારા પીપલ ગ્રુપના ફાઉન્ડર અનુપમ મિત્તલે કહ્યું કે આ એપ્સને Google દ્વારા ત્યારે જ પુનઃસ્થાપિત કરવામાં આવી જ્યારે તેઓએ Googleની પોલિસી માનવા માટે તમામ ઈન-એપ પેમેન્ટ રીત હટાવી દીધી હતી. તેમણે કહ્યું કે, આ એપ્સ બિલિંગ વિના પાછી આવી ગઈ છે જે તેમના માટે ન હોવા જેવું જ સારું છે. 

સુપ્રીમ કોર્ટે આપી ગૂગલને લીલી ઝંડી

એપ્સને હટાવવાના ગૂગલના નિર્ણયથી ઈન્ટરનેટ દિગ્ગજ અને કેટલાક ભારતીય એપ ડેવલપર્સ વચ્ચેના સંબંધોમાં ખટાશ વધી ગઈ છે. એપ્લિકેશન ડેવલપર્સે ઈન-એપ પેમેન્ટ્સ પર 11% થી 26% કમિશન ચાર્જ કરવાની પોલિસીનો વિરોધ કર્યો હતો પરંતુ આ વર્ષની શરૂઆતમાં મદ્રાસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓએ અસરકારક રીતે Google ને ફી વસૂલવા અથવા એપ્લિકેશન્સને હટાવી દેવા માટે લીલી ઝંડી આપી દીધી હતી.


Google NewsGoogle News