Get The App

Googleએ આપ્યું ખાસ બટન, Gmail પર નકામા ઈમેઇલથી મળી જશે છુટકારો

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
Googleએ આપ્યું ખાસ બટન, Gmail પર નકામા ઈમેઇલથી મળી જશે છુટકારો 1 - image

Image:Freepik

નવી દિલ્હી,તા. 22 જાન્યુઆરી 2024, સોમવાર 

આજના સમયમાં વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામની જેમ Gmail પણ વધુ મહત્વનું પ્લેટફોર્મ છે. એન્ડ્રોઇડ યુઝરને Gmail પર એકાઉન્ટ હોવું જરૂરી છે. જો તમે એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરવા માંગતા હો, તો તમારે Google એકાઉન્ટ બનાવવુ જ પડે છે. કારણ કે, ઓનલાઇન શોપિંગ કરતી વખતે કે કોઇ પણ વેબસાઇટ પર જતી વખતે તમારુ ઇમેલ આઇડી નાંખવુ પડે છે.આવી સ્થિતિમાં Gmail પ્રમોશનલ ઑફર્સ અને ઇમેઇલ્સથી ફુલ થઇ જાય છે.

જો તમારું ઇનબોક્સ પણ હજારો નકામા ઈમેલથી ભરાઇ ગયુ છે તો હવે ચિંતા કરશો નહીં. ગૂગલે બિનજરૂરી ઈમેલથી છૂટકારો મેળવવાનો એક સરળ રસ્તો શોધી કાઢ્યો છે. વાસ્તવમાં, Google હવે Gmail ના મોબાઇલ અને વેબ વર્ઝન બંને પર ઇમેઇલ્સમાંથી અનસબ્સ્ક્રાઇબ કરવાનું પહેલા કરતાં વધુ સરળ બનાવી રહ્યું છે.

ગૂગલના ઓફિશિય બ્લોગ પોસ્ટ અનુસાર, જ્યારે અનસબ્સ્ક્રાઇબ બટન ક્લિક કરવામાં આવે છે, ત્યારે Gmail એક HTTP રિકવેસ્ટ મોકલે છે અથવા સેંડરને ઇમેલ સેંડ કરશે કે, યુઝરના ઇમેલ એડ્રેસને મેલિંગ લિસ્ટથી હટાવી દેવામાં આવે. 

આ ફીચર એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને પર

ફોન પર કંપની માટે અનસબ્સ્ક્રાઇબ બટનને ત્રણ ડોટ મેનૂમાં આપવામાં આવ્યું છે. આ વિકલ્પ Android અને iOS બંને ઉપકરણો માટે ઉપલબ્ધ છે.

કંપનીએ કહ્યું કે, આ સુવિધા તમામ Google Workspace યુઝર્સ અને iOS ડિવાઇસ પર વ્યક્તિગત Google એકાઉન્ટ ધરાવતા યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને વેબયુઝર્સને ટૂંક સમયમાં આ સુવિધાનો લાભ મળશે. 

વેબ પર કોઈપણ ઈમેલ એડ્રેસની બાજુમાં અનસબ્સ્ક્રાઈબવપમ ઓપ્શન હશે. એટલે કે, જો તમે કોઈપણ કંપનીના ઈમેઈલથી છૂટકારો મેળવવા ઈચ્છો છો, તો એક બટન દબાવીને તેને સરળતાથી (Unsubscribe)અનસબ્સ્ક્રાઈબ કરી શકો છો. 

ગૂગલે લખ્યું, અમે બટનના ટેક્સ્ટને બદલી રહ્યાં છે, જેથી યુઝર્સ માટે આ સ્પષ્ટ થઇ શકે, કે તે Unsubscribe કરવા અને કોઇ મેસેજને સ્પૈમના રુપમાં રિપોર્ટ કરવાની વચ્ચે સીલેક્ટ કરી શકે છે.


Google NewsGoogle News