ટેક્નોલોજીની કમાલ: મર્ડર મિસ્ટ્રીનો ઉકેલ ગૂગલ મેપ્સ દ્વારા, જાણો કેવી રીતે?
Google Maps Solve Murder Case: ટૅક્નોલૉજીનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. ટૅક્નોલૉજીમાં જેમ-જેમ વિકાસ થઈ રહ્યો છે તેમ એનો ઉપયોગ પણ ઘણી રીતે વધી રહ્યો છે. હાલમાં જ એક મર્ડર કેસનો ઉકેલ ગૂગલ મેપ્સને કારણે થયો છે. આ કેસ આગળ વધે એ માટે ગૂગલ મેપ્સના સ્ટ્રીટ વ્યુએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
શું છે કેસ?
આ કેસ 2023ના નવેમ્બરનો છે. કુબાનો વતની સ્પેનના શહેર સોરિયામાં રહેતો હતો. 2023ની નવેમ્બરમાં તેના પરિવાર દ્વારા તેનો મિસિંગ રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ સોરિયા તેની પાર્ટનરની શોધમાં આવ્યો હતો. પરંતુ અચાનક એક દિવસ આ વ્યક્તિના ફોન પરથી તેની ફેમિલી પર મેસેજ ગયો હતો કે તેને બીજી પાર્ટનર મળી ગઈ છે અને તે હવે સોરિયા છોડીને જતો રહ્યો છે. ત્યાર બાદ એ ફોન બંધ થઈ ગયો હતો. આથી ફેમિલીએ ફરિયાદ કરી હતી.
બે વ્યક્તિની કરવામાં આવી અરેસ્ટ
આ વ્યક્તિ મિસિંગ થઈ ગયો હોવાથી પોલીસે કેસ પર ધ્યાન આપ્યું હતું. તે વ્યક્તિની એક્સ-પાર્ટનર અને અન્ય એક વ્યક્તિની અરેસ્ટ કરવામાં આવી હતી. આ વ્યક્તિ એક્સ-પાર્ટનરનો નવો પાર્ટનર હોવાનું માનવામાં આવી રહ્યું હતું. 2024ની નવેમ્બરમાં પોલીસ દ્વારા આ કપલને અરેસ્ટ કરવામાં આવ્યું હતું. કુબાનો વ્યક્તિ મિસિંગ છે અને તેનું મર્ડર કરવામાં આવ્યું હોવાનો તેમના પર શક હતો. થોડા અઠવાડિયા બાદ સોરિયાના એક વિસ્તાર તાજુએકોમાં એક શરીર મળી આવ્યું હતું. આ શરીર કુબાના વ્યક્તિનું હોવાનું માનવામાં આવી રહ્યું હતું.
ગૂગલ મેપ્સની મદદ
આ કેસ સોલ્વ કરવામાં ગૂગલ મેપ્સના સ્ટ્રીટ વ્યુની ખૂબ જ મદદ મળી હતી. 2024ના ઑક્ટોબરમાં એક સ્ટ્રીટ પર એક વ્યક્તિ કારમાં વાઇટ કપડાંની અંદર કંઈ મૂકતો હોય એવો ફોટો ક્લિક થયો હતો. આ વાઇટ કપડામાં એ કુબાના મિસિંગ વ્યક્તિની બોડી હોવાનું માનવામાં આવી રહ્યું હતું. આ ફોટોના આધારે પોલીસ દ્વારા એ કારને ટ્રેક કરવામાં આવી હતી. એ કાર શોધતાં જ એ વ્યક્તિ મળી ગયો હતો. ત્યાર બાદ આખો કેસ સોલ્વ થઈ ગયો હતો. ગૂગલ મેપ્સના એક ફોટોએ આ કેસનો ઉકેલ લાવી દીધો હતો.
કમ્યુનિટીમાં કોલાહોલ
તાજુએકો એક નાની કમ્યુનિટી છે. એમાં ફક્ત 56 વ્યક્તિ રહે છે. આ ન્યુઝ સાંભળીને દરેકને ધ્રાસ્કો લાગ્યો હતો. ઘણાં વ્યક્તિઓએ ગૂગલ મેપ્સ પર આ ફોટો જોયો હતો, પરંતુ તેમને કંઈ ખોટું થઈ રહ્યું છે એવા એંધાણ નહોતા લાગ્યા. કોઈએ એ નહોતું વિચાર્યું કે કારની ડિકીમાં કોઈની બોડી રાખવામાં આવી હશે.