Get The App

Google Mapsમાં આવ્યું WhatsApp જેવું ખાસ ફીચર, જાણો કેવી રીતે કરી શકશો ઉપયોગ

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
Google Mapsમાં આવ્યું WhatsApp જેવું ખાસ ફીચર, જાણો કેવી રીતે કરી શકશો ઉપયોગ 1 - image


Image Source: Freepik

અમદાવાદ, તા. 03 જાન્યુઆરી 2024 બુધવાર

WhatsApp એવા ઘણા ફીચર ધરાવે છે જે પોતાના કસ્ટમર્સને અનોખો અનુભવ આપે છે. લાઈવ લોકેશન શેરિંગ પણ તેમાંથી એક છે જેની મદદથી તમે કોઈને પણ પોતાની રિયલ ટાઈમ લોકેશન મોકલી શકો છો. 

ગૂગલે તાજેતરમાં જ પોતાના મેપ્સ પર એક નવુ ફીચર રજૂ કર્યું છે, જે વ્હોટ્સએપના લાઈવ લોકેશન શેરિંગ ફીચરની જેમ કામ કરે છે. હાલ આ ફીચર માત્ર એન્ડ્રોયડ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે અને આ માટે તમારે કોઈ અલગ એપ ડાઉનલોડ કરવાની જરૂર નથી. 

Android યૂઝર્સ માટે ખાસ સુવિધા

WhatsApp જેવી એપ્સ તમને મર્યાદિત સમય માટે પોતાનુ લોકેશન શેર કરવા આપતુ હતુ, પરંતુ ગૂગલનું નવુ વર્ઝન તમને કોઈ એક્સ્ટ્રા એપ્સ વિના ફોનની અંદર જ આ સુવિધાનો લાભ ઉઠાવવા દે છે.

આ ફીચરનો ઉપયોગ ખૂબ સરળ છે. તમારે બસ તે વ્યક્તિને પોતાનું લોકેશન શેર કરવાનું છે તો તમારે અને તમારા મિત્રોએ ગૂગલ પર મિત્રની જેમ જોડાવુ પડશે. 

જે બાદ તમને એક શેર લોકેશન બટન જોવા મળે છે.

આ બટનની મદદથી તમે એ શેર કરી શકો છો કે તમે તે સમય કે દરેક સમયે ક્યાં છો.

જો તમે લોકેશન શેરિંગ બંધ કરવા ઈચ્છો છો તો ગમે ત્યારે તેને બંધ કરી શકો છો.

કેવી રીતે ફીચરનો ઉપયોગ કરો

આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે અમુક સ્ટેપ્સને ફોલો કરવા પડશે. 

સૌથી પહેલા પોતાના એન્ડ્રોયડ ડિવાઈસ પર Google Maps એપને ખોલો અને Google એકાઉન્ટમાં સાઈન ઈન કરો.

જે બાદ આની ઉપર ડાબી બાજુ તમારે મેનૂ આઈકન પર ટેપ કરવાનું છે.

હવે તે કોન્ટેક્ટ પસંદ કરો જેને તમે લોકેશન મોકલવા ઈચ્છો છો અને તપાસ કરો કે તેઓ તમારા ગૂગલ એકાઉન્ટથી જોડાયેલા હોય.

અહીં તમારે કોન્ટેક્ટ પેજ પર શેર લોકેશન બટન જોવા મળશે, આની પર ટેપ કરો.

જે બાદ તમારે એક ટાઈમ પીરિયડ પસંદ કરવુ પડશે, જેટલો સમય તમે લોકેશન શેર કરવા માંગો છો.

સમયગાળાની પસંદગી કર્યા બાદ તમે રિયલ ટાઈમ લોકેશન શેરિંગનો વિકલ્પ પસંદ કરી શકો છો.


Google NewsGoogle News