ગૂગલ મેપ્સની મદદથી વધુ આવી શકે છે કારની એવરેજ, આ ફીચરને ઓન કરવું જરૂરી...
Google Maps Car Mileage: ગૂગલ મેપ્સ આજે યુઝર્સને એક કરતાં વધુ સુવિધા પૂરી પાડવાની કોશિશ કરી રહી છે. ગૂગલે એક ફીચર ગયા વર્ષે લોન્ચ કર્યું હતું, પરંતુ એનો હજી પણ એટલો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો. આ ફીચર છે ફ્યુલ ઇકોનોમી. યુઝર મેપ્સ દ્વારા પણ કારની એવરેજ વધુ લાવી શકે છે. કારની એવરેજ વધુ લાવવા માટે કારની સ્પીડ અને કારને કેવી રીતે ચલાવવામાં આવે એ જરૂરી છે. જોકે એની સાથે જ એ કેવા વિસ્તારમાં એટલે કે રોડ પર ચાલે છે એ પણ જરૂરી છે. આ માટે જ ગૂગલે આ ફીચરને લોન્ચ કર્યું હતું.
આ પણ વાંચો: પોલીસ રસ્તા પર છે કે નહીં એ જાણવા માટે મદદ કરશે ગૂગલ મેપ્સ, ચેક કરવા માટે આટલું કરવું...
કેમ જરૂર પડી આ ફીચરની?
આ ફીચરની મદદથી કારની એવરેજ વધુ લાવવા માટે મદદ મળશે. મોટાભાગે પેટ્રોલની સરખામણીમાં ડીઝલ એન્જિનની કાર વધુ એવરેજ આપતી હોય છે. ગેસ પર ચાલતી કાર અને ઇલેક્ટ્રિક કાર પણ એવરેજ આપતી હોય છે, પરંતુ એ કેવા એરિયામાં ચાલે છે એના પર બધુ નિર્ભર હોય છે. ઉદાહરણ તરીકે ગેસ અને ઇલેક્ટ્રિક કાર શેહરમાં વધુ એવરેજ આપતી હોય છે. તેમ જ પેટ્રોલ કાર શહેર કરતાં સીધા રોડ પર વધુ એવરેજ આપે છે, પરંતુ પર્વતયાળ વિસ્તારમાં ડીઝલ કારની એવરેજ વધુ હોય છે.
ઘણી વાર એવું પણ બને છે કે એક જગ્યાએ જવા માટે ઘાટ વાળો રોડ પણ હોય છે અને બીજો રોડ સીધો હોય છે, પરંતુ એના કિલોમિટર વધુ થતાં હોય છે. આ સમયે વાહનચાલક કિલોમીટર વધુ જોઈને ઘાટ વાળા વિસ્તારનો ઉપયોગ કરે છે. જોકે એ ખોટું છે. કંઈ કાર કેવા વિસ્તારમાં કેટલી એવરેજ આપે છે એ મદદ કરવા માટે આ ફીચરની જરૂર પડી છે.
કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?
આ ફીચરનો ઉપયોગ કરવા માટે ગૂગલ મેપ્સ ઓપન કરવું. આ ઓપન કર્યા બાદ એમાં પ્રોફાઇલમાં જઈને સેટિંગ્સમાં જવું. સેટિંગ્સમાં યોર વ્હીકલ આપ્યું હશે. આ વ્હીકલમાં પેટ્રોલ, ડીઝલ, હાઇબ્રીડ અને ઇલેક્ટ્રિક ઓપ્શન હશે. આથી યુઝર જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે રોડ પસંદ કરશે ત્યારે ગૂગલ પેટ્રોલ કાર હોય તો એના આધારે યુઝર માટે કયા રસ્તા પર સૌથી વધુ એવરેજ આપશે અને જલદી પહોંચાડશે એના આધારે રોડ પસંદ કરવામાં આવશે.
જો આ વિકલ્પ પસંદ કરવામાં ન આવ્યો હોય તો જલદી એ જગ્યા પર કેવી રીતે પહોંચી શકાય એ રોડ સજેસ્ટ કરવામાં આવશે.