પોલીસ રસ્તા પર છે કે નહીં એ જાણવા માટે મદદ કરશે ગૂગલ મેપ્સ, ચેક કરવા માટે આટલું કરવું...

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
પોલીસ રસ્તા પર છે કે નહીં એ જાણવા માટે મદદ કરશે ગૂગલ મેપ્સ, ચેક કરવા માટે આટલું કરવું... 1 - image


Goggle Maps Traffic Police: ગૂગલ મેપ્સનો ઉપયોગ હવે કયા રસ્તા પર અને કઈ જગ્યાએ પોલીસ ઊભી છે અને ચલાણ કાપી રહી છે એ માટે પણ કરવામાં આવી રહ્યો છે. ગૂગલ મેપ્સનો ઉપયોગ અત્યાર સુધી રસ્તા શોધવા માટે થતો હતો. કોઈ નવી લોકેશન પર જવું હોય અથવા તો રેસ્ટોરાં કે પછી કોઈ પણ જાહેર જગ્યા જોવી હોય એ માટે કરવામાં આવતો હતો. જોકે છેલ્લા ઘણાં સમયથી ગૂગલ ખૂબ જ એડવાન્સ થઈ ગયું છે. એમાં એક પછી એક નવા ફીચર આવી રહ્યાં છે.

આ પણ વાંચો: લેપટોપના ટ્રેકપેડમાં કંઈક ખામી હોય તો આ રીતે કરો ફિક્સ

પોલીસ છે કે નહીં એની માહિતી

ગૂગલ મેપ્સના એક ફીચરથી હવે રસ્તા પર પોલીસ ઊભી છે કે નહીં એની માહિતી મળી શકશે. યુઝર એખ જગ્યા પરથી અન્ય જગ્યા પર જઈ રહ્યો હોય અને એ માટે તેણે ગૂગલ મેપ્સ પર લોકેશન સેટ કરી હોય. તો આ રસ્તા પર પોલીસ છે કે નહીં એ હવે ખબર પડી શકશે. જોકે આ હંમેશાં જ બતાવશે જ એવું જરૂરી નથી. આ માટે યુઝરે જ માહિતી આપવાની રહેશે.

પોલીસ રસ્તા પર છે કે નહીં એ જાણવા માટે મદદ કરશે ગૂગલ મેપ્સ, ચેક કરવા માટે આટલું કરવું... 2 - image

કેવી રીતે આ ફીચરનો ઉપયોગ કરવાનો રહેશે?

ગૂગલ દ્વારા એક ફીચર બહાર પાડવામાં આવ્યું છે. આ દ્વારા યુઝર ગૂગલ સર્વિસને વધુ સારી બનાવવા માટે કન્ટ્રિબ્યુટ કરી શકે છે. એ માટે ગૂગલ તેમને પોઇન્ટ્સ પણ આપે છે. આ માટે એક યુઝરે ટ્રાફિક પોલીસ અથવા તો વેનનો ફોટો પાડીને સબમિટ કરવાનો હોય છે. આથી એ ગૂગલ મેપ્સ પર હાઇલાઇટ થઈ જાય છે. આથી એ રોડ પર કોઈ પણ વ્યક્તિ ફરી જશે અને ગૂગલ મેપ્સનો ઉપયોગ કરી રહ્યો હશે ત્યારે એને ત્યાં પોલીસ વેન જરૂર જોવા મળશે.

આ પણ વાંચો: જીમેલ માટે Q&A ફીચર લોન્ચ કર્યું ગૂગલે, જાણો શું કામ આવશે...

નિયમોનું પાલન કરવું

ગૂગલ મેપ્સના આ ફીચરથી પોલીસની નકામી હેરાનગતિથી બચી શકાય છે. ઘણી વાર પોલીસ કારણ વગર હેરાન કરતી હોય છે. ગુજરાતની કારની નંબર પ્લેટહોય એ વ્યક્તિને મહારાષ્ટ્રમાં જરૂર હેરાન કરવામાં આવે છે. એક નહીં અનેક જગ્યાએ પકડવામાં આવે છે. આ લખનારાને જ ગઈ કાલે એટલે કે રવિવારે બે વાર કારણ વગર પકડવામાં આવ્યો હતો. જો કે નિયમોનું પાલન કર્યું હોવાથી કોઈ પણ ચલાણ વગર છોડી પણ દેવામાં આવ્યો હતો, પરંતુ સમયનો બચાવ કરવો હોય અને હેરાનગતિ નિવારવી હોય ત્યારે આ ફીચર જરૂર કામ આવી શકે છે.


Google NewsGoogle News