Get The App

Google Mapથી રસ્તા સર્ચ કરો છો, તો થઈ જાઓ સાવધાન! થવાના છે આ મોટા ફેરફાર

યુજર્સ કોઈ પણ જગ્યા વિશે રિસેન્ટ એક્ટિવિટી બાબતે માહિતી મેળવી શકે છે

લોકેશન હિસ્ટ્રી સેવ કરવા માટે ટાઈમમાં પણ ફેરફાર કરાયો

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
Google Mapથી રસ્તા સર્ચ કરો છો, તો થઈ જાઓ સાવધાન! થવાના છે આ મોટા ફેરફાર 1 - image

તા. 15 ડિસેમ્બર 2023, શુક્રવાર

ગુગલે મેપમાં કેટલાક નવા ફીટર્સ ઉમેરવામાં આવ્યા છે, જેવા કે ઓન- ડિવાઈસ લોકેશન હિસ્ટ્રી, ટાઈમલાઈન ક્રિએશન અને બ્લુ ડોટ ફીચર એડ કર્યા છે. યુજર્સ કોઈ પણ જગ્યા વિશે રિસેન્ટ એક્ટિવિટી બાબતે માહિતી મેળવી શકે છે. તેમજ લોકેશન હિસ્ટ્રી, ડાયરેક્શન સર્ચ અને વિઝિટ ડિલીટ કરી શકે છે. આ ઓપ્શન જલ્દી ઉપલબ્ધ થઈ જશે. યુજર્સે લોકેશન હિસ્ટ્રીનો ઉપયોગ કરતી વખતે યુઝર્સને ટાઈમલાઈન સ્ટોર કરવાની સુવિધા પણ મળી રહેશે.

હવે યુજર્સ કોઈ પણ જગ્યા વિશે તાજેતરની એક્ટિવિટી બાબતે માહિતી મેળવી શકશે

Google સમયાંતરે મેપમાં નવા નવા અપડેટ કરતું રહે છે. જેમા ઓન- ડિવાઈસ લોકેશન હિસ્ટ્રી, ટાઈમલાઈન ક્રિએશન અને બ્લુ ડોટ જેવા ફીચર પણ છે જે યુજરના કરંટ લોકેશન વિશે માહિતી આપે છે. હાલમાં જ ગુગલે કહ્યું કે, હવે યુજર્સ કોઈ પણ જગ્યા વિશે તાજેતરની એક્ટિવિટી બાબતે માહિતી મેળવી શકશે અને લોકેશન હિસ્ટ્રી, ડાયરેક્શન સર્ચ અને વિઝિટ ડિલીટનું ઓપ્શન પણ આપવામાં આવશે.

દરેક એક્ટિવિટી વિશે બતાવવામાં આવ્યું હશે

જેમ કે તમે Google Map ની મદદથી કોઈ લોકેશન પર ગયા અને ત્યાં દરેક એક્ટિવિટી વિશે બતાવવામાં આવ્યું હશે. તેના પછી તમારે તેને ડિલીટ કરવાનું ઓપ્શન પણ આપવામાં આવશે. જો કે હાલમાં આ ઓપ્શન ઉપલબ્ધ નથી. હાલ તેના પર કામ થઈ રહ્યુ છે, જે થોડા સમયમાં આ ઓપ્શન યુજર્સેને મળી જશે. 

લોકેશન હિસ્ટ્રી સેવ કરવા માટે ટાઈમમાં પણ ફેરફાર કરાયો

ટેક જાયન્ટે લોકેશન હિસ્ટ્રી સેવ કરવા માટે એમાઉન્ટ ઓફ ટાઈમમાં પણ ફેરફાર કર્યો છે. એટલે કે, તમે જ્યારે ડિવાઈસની સુવિધાને પહેલીવાર ઓન કરશો, ત્યાર પછી તે 90 દિવસ સ્ટોર રહેશે. જ્યારે આ પહેલા તે 18 મહિના કે લગભગ 548 દિવસ માટે સ્ટોર રહેતી હતી. આ ઉપરાંત યુઝરને NEXTનું ઓપ્શન આપવામા આવશે. જેમા તે પોતાની જરુરીયાત પ્રમાણે ફેરફાર કરી શકશે.

યુજર્સને આ સંબંધિત નોટિફિકેશન પણ આપવામાં આવશે

આ ઉપરાંત વ્યક્તિના લોકેશન બતાવતા બ્લુ ડોટ ફીચરમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમા યુજર્સને નવા નવા ફીચર મળતા રહેશે. ગુગલ મેપની મદદથી તમે કોઈ પણ લોકેશન હિસ્ટ્રી સર્ચ કરી શકો છો. ગુગલનું કહેવુ છે કે યુજર્સને આ સંબંધિત નોટિફિકેશન પણ આપવામાં આવશે. 



Google NewsGoogle News