જેમિની AIની મદદથી ગૂગલ લેન્સમાં ઉમેરાયું નવું ફીચર, યુઝર હવે જાતે જ રિપેર કરી શકશે ગેજેટ્સ

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
જેમિની AIની મદદથી ગૂગલ લેન્સમાં ઉમેરાયું નવું ફીચર, યુઝર હવે જાતે જ રિપેર કરી શકશે ગેજેટ્સ 1 - image


Repair Gadgets: ગૂગલ લેન્સના નવા ફીચરને કારણે હવે યુઝર માટે ગેજેટ્સ રિપેર કરવાનું વધુ સરળ બન્યું છે. ગૂગલ દ્વારા આ વર્ષની શરૂઆતમાં ગૂગલ લેન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરતાં એ કેટલું ઇન્ટેલિજન્ટ બની ગયું છે એ દેખાડવામાં આવ્યું હતું. એ દરમ્યાન ‘આસ્ક વિથ વીડિયો’ ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું. આ ફીચર હવે એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ માટે રિલીઝ કરવામાં આવ્યું છે.

શું છે આસ્ક વિથ વીડિયો?

ગૂગલે AIની મદદથી આ ફીચરને ખૂબ જ ઉપયોગી બનાવી દીધું છે. આસ્ક વિથ વીડિયોમાં યુઝર કોઈ પણ વીડિયો અથવા તો શૂટિંગ કરીને ગૂગલને સવાલ કરી શકે છે. આ વીડિયોને એનાલાઇઝ કરીને ગૂગલ યુઝરને ચોક્કસ જવાબ આપશે. ગૂગલે આ વીડિયોને તેમની ઇવેન્ટમાં દેખાડ્યો પણ હતો.

ગેજેટ્સ પણ રિપેર થઈ શકશે

ગૂગલ લેન્સના આ ફીચરનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે. ઉદાહરણ તરીકે, કોઈ મોબાઇલમાં બેટરી બદલવાની હોય અને યુઝરને એ બેટરી ઓનલાઇન સસ્તી પડતી હોય, પરંતુ દુકાનમાં એ ચેન્જ કરી આપવા માટે વધુ પૈસા ચાર્જ કરતાં હોય, એ સમયે આ ફીચર કામ આવી શકે છે. આ માટે ગૂગલને વીડિયો શેર કરવાનો રહેશે અને એમાં શું પ્રોબ્લેમ છે એ જણાવવાનું રહેશે. ત્યાર બાદ ગૂગલ દરેક વસ્તુને એનાલાઇઝ કરીને યુઝરને કેવી રીતે બેટરી બદલવી એ માટે સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ કરશે. આ ફીચરને કારણે યુઝર માટે ગૂગલ અથવા તો યૂટ્યુબ પર દુનિયાભરના વીડિયો અને લિન્કને ચેક કરવાની મગજમારીથી બચી શકાય છે.

જેમિની AIની મદદથી ગૂગલ લેન્સમાં ઉમેરાયું નવું ફીચર, યુઝર હવે જાતે જ રિપેર કરી શકશે ગેજેટ્સ 2 - image

ઉપયોગી ફીચર

આ પણ વાંચો: વોટ્સએપમાં નવું ફીચર: યુઝર હવે ટાઇપ કર્યા બાદ મેસેજને ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકશે

એપલ સીરિઝ 16 અત્યાર સુધીનો સૌથી વધુ રિપેર કરી શકાય એવો મોબાઇલ છે. આ સાથે જ હવે ઘણાં મોબાઇલને રિપેર કરી શકાય એ પ્રકારના બનાવવામાં આવી રહ્યાં છે. મોટાભાગની કંપનીઓ પણ હવે મોબાઇલને જાતે રિપેર કરવા માટે ટૂલ અને ટૂટોરિયલ પૂરા પાડે છે. જોકે એમ છતાં એકદમ સરળતા અને સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડ માટે ગૂગલ લેન્સ ખૂબ જ ઉપયોગી ફીચર છે.

એપલ પણ બહુ જલદી લોન્ચ કરશે આ ફીચર

એપલ દ્વારા પણ એપલ ઇન્ટેલિજન્સને લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર આઇફોન 15 પ્રો અને પ્રો મેક્સ તેમજ આઇફોન 16 સીરિઝમાં ચાલશે. આ સાથે જ મેકબુકમાં M1 પ્રોસેસર અને ત્યાર બાદના મેકબુકમાં એ ચાલશે. આ ઇન્ટેલિજન્સમાં એક ફીચર વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. આ ફીચર પણ વીડિયો દ્વારા મદદ કરે છે. જોકે એ રિપેર કરવામાં મદદ કરશે કે નહીં એ તો લોન્ચ બાદ જ ખબર પડશે.


Google NewsGoogle News