Google Earthquake Alert: ભૂકંપ આવે તે પહેલા જ થઇ જશે જાણ, મોબાઈલમાં આવશે એલર્ટ

ઈન્ટરનેટ સર્ચ એન્જીન Google એ ભારતમાં ભૂકંપ એલર્ટ સેવા શરુ કરી

આ સેવા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સેન્સરનો ઉપયોગ કરે છે

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
Google Earthquake Alert: ભૂકંપ આવે તે પહેલા જ થઇ જશે જાણ, મોબાઈલમાં આવશે એલર્ટ 1 - image


Earthquake Alert System: Google એ બુધવારે  ભારતમાં ભૂકંપ એલર્ટ સીસ્ટમ શરુ કરી છે. આ સેવા એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સને મળશે. જેમાં ભૂકંપ આવતાની સાથે જ લોકોને એલર્ટ કરવામાં આવશે, જેની મદદથી લોકોને સુરક્ષિત ભાગવામાં મદદ મળી શકે છે. ભૂકંપ દુનિયામાં સૌથી વધુ આવતી પ્રાકૃતિક આપદાઓ માંથી એક છે. આથી જો તેની સમયસર ચેતવણી મળી જાય તો લોકો ખુદને તેમજ પોતાના પ્રિયજનોનો બચાવ કરી શકે છે. જેથી આ સેવાને ખુબ મહત્વની માનવામાં આવે છે.

Google Earthquake Alert: ભૂકંપ આવે તે પહેલા જ થઇ જશે જાણ, મોબાઈલમાં આવશે એલર્ટ 2 - image

એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સેન્સરનો ઉપયોગ ભૂકંપની જાણકારી મેળવવા 

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અને નેશનલ સિસ્મોલોજી સેન્ટર (NSC) સાથે ચર્ચા-વિચારણા કરીને આ સિસ્ટમ ભારતમાં શરૂ કરવામાં આવી છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં સેન્સરનો ઉપયોગ ભૂકંપને ઓળખવા અને તેની આગાહી કરવા માટે કરવામાં આવ્યો છે. દરેક એન્ડ્રોઇડ સ્માર્ટફોન નાના એક્સીલેરોમીટરથી સજ્જ છે જે મિની સિસ્મોમીટર તરીકે કામ કરી શકે છે. જ્યારે ફોન પ્લગ ઇન થાય છે અને ચાર્જ થાય છે, ત્યારે તે ભૂકંપ શરુ થયાની જાણકારી આપી શકે છે.

આ સર્વિસના માધ્યમથી ગૂગલ મોકલશે એલર્ટ 

ગૂગલ બે પ્રકારના એલર્ટ મોકલે છે, જેમાં એક સાવધાન રહો અને બીજું એલર્ટ હોય છે એક્શન લો. કંપની પ્રમાણે આવતા વીકમાં આ સર્વિસ એન્ડ્રોઇડ-5 અને તેના પછીના વર્ઝનમાં મળશે. આ સીસ્ટમ એન્ડ્રોઇડ સ્માર્ટફોનના નાના એક્સેલેરોમીટરની મદદ લે છે. જે મીની સીસ્મોમીટરના રૂપમાં કામ કરી શકે છે.  

ભૂકંપ એલર્ટ કેવી રીતે કરશે કામ?

ભૂકંપની ચેતવણી આપતી સર્વિસ તમને ભૂકંપ આવ્યા પહેલા જ જાણ કરી દેશે. આ સર્વિસને ચાલુ કરવા યુઝરે WiFi અથવા Data ચાલુ રાખવા પડશે ઉપરાંત સેટિંગમાં જઈને EarthQuake એલર્ટ અને લોકેશન ચાલુ કરવાનું રહેશે. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.



Google NewsGoogle News