40 ભાષાની સુવિધા સાથે ગૂગલનું ‘જેમિની એડવાન્સ્ડ’ લૉન્ચ, AIનો ઉપયોગ કરનાર યુઝર્સને થશે લાભ

Googleનું Gemini AI મોડેલ ખૂબ જ એડવાન્સ્ડ AI મોડેલ છે.

Updated: Feb 9th, 2024


Google NewsGoogle News
40 ભાષાની સુવિધા સાથે ગૂગલનું ‘જેમિની એડવાન્સ્ડ’ લૉન્ચ, AIનો ઉપયોગ કરનાર યુઝર્સને થશે લાભ 1 - image
Image Twitter 

ગૂગલે 'જેમિની એડવાન્સ્ડ'ને લોન્ચ કર્યું છે. કંપનીએ બ્રાન્ડનું નામ બદલીને જેમિની કર્યુ છે. અને તેના અલ્ટ્રા વર્ઝનને જ 'જેમિની એડવાન્સ્ડ' કહેવામાં આવે છે. Google ના સીઈઓ સુંદર પિચાઈએ તેના લોન્ચિંગ વિશે માહિતી આપી હતી. આવો તેના વિશે વિગતે ચર્ચા કરીએ. 

AIની નવી ટેકનોલોજી આવતાં સતત વધતી હરીફાઈમાં ટકી રહેવા માટે દરેક કંપનીઓ સતત એ દિશામાં કામ કરી રહી છે. આ જ ક્રમ પ્રમાણે ગૂગલે પણ એક મોટું પગલું ભર્યું છે. જ્યાં ગૂગલે 'જેમિની એડવાન્સ્ડ' લોન્ચ કર્યું છે. આ નવા ફેરફાર સાથે કંપનીએ પોતાની AI ક્ષમતાઓને પણ એક ઊંચા લેવલ પર પહોંચાડી છે. તમને જણાવી દઈએ કે કંપનીનું આ લેટેસ્ટ AI મોડલ છે, જેને જેમિની નામ આપવામાં આવ્યું છે, જે યુઝર્સ માટે AI ને વધુ ઉપયોગી અને સરળ બનાવશે.

જેમિની  એડવાન્સ્ડ લોન્ચ કરાયું

Googleનું Gemini AI મોડેલ ખૂબ જ એડવાન્સ્ડ AI મોડેલ છે.  ગૂગલે બાર્ડ સાથે પોતાના AIની શરુઆત કરી છે. આ એક એવું પ્લેટફોર્મ છે કે જેમા લોકોએ ગૂગલના અનુભવને લોકો સમક્ષ રજુ કર્યા. હવે જેમિનીના તરીકે જ તેને બ્રાન્ડ કરવામાં આવશે. તમને જણાવીએ દઈએ કે જેમિની વેબ પર 40 ભાષાઓમાં ઉપલબ્ધ છે.

સબ્સ્ક્રાઇબ કરીને Gemini Advanced ઍક્સેસનો લાભ લઈ શકો છો

તેને જલ્દીથી એન્ડ્રોઈડ પર એક નવી જેમિની એપ કરીકે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે તે iOS પર Google એપ પર ઉપલબ્ધ કરવામાં આવશે. બાર્ડના અલ્ટ્રા વર્ઝનને જ 'જેમિની  એડવાન્સ્ડ' ના નામે ઓળખવામાં આવશે. જે Logic, Coding and Creative કામ કરવામાં સહયોગ કરશે. જો તમે તેનો ઉપયોગ કરવા ઈચ્છો તો  Google One AI પ્રીમિયમ પ્લાનમાં સબ્સ્ક્રાઇબ કરીને Gemini Advanced ઍક્સેસનો લાભ લઈ શકો છો.

કેમ ખાસ છે Google Gemini

  • આપણે સૌ જાણીએ છીએ કે ગૂગલ તેના AI દ્વારા મોટાભાગના લોકોને તેનું એક્સેસ આપવા માંગે છે. એટલા માટે જેમિની મોડલને એવા પ્રોડેક્ટમાં પણ ઈન્ટીગ્રેટ કરવામાં આવી રહી છે જે લોકો તેમના બિઝનેસમાં દરરોજ ઉપયોગ કરે છે. તેનાથી કંપનીનું વર્કસ્પેસ અને Google ક્લાઉડ સામેલ છે.  
  • વર્કપ્લેસની વાત કરીએ તો 10 લાખથી વધારે લોકો Duet AIની મદદથી તેમના કામમાં સુધારો કરવા 'Help Me Write' જેવી સુવિધાઓનો ઉપયોગ કરી રહ્યાં છે.
  • Duet AI ખૂબ જ જલ્દીથી વર્કસ્પેસ માટે જેમિની બની જશે અને Google One AI પ્રીમિયમ પ્લાનવાલા યુઝર્સ Gmail, Docs, Sheets, Slides અને Meetમાં  Geminiનો ઉપયોગ કરી શકશે. આમ જેમિની ક્લાઉડ ગ્રાહકો માટે રજૂ કરવાથી ડેવલપર્સને ઝડપી કોડ કરવાની મદદ મળશે. 

Google NewsGoogle News