ગૂગલે લોન્ચ કર્યા ઘણા નવા ફીચર્સ, ભૂલમાં મોકલાયેલા ફોટા સામે મળશે રક્ષણ
Google Messages New Feature: ગૂગલ દ્વારા તેની મેસેજ સર્વિસમાં ઘણા નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાં સેન્સિટિવ કન્ટેન્ટ વોર્નિંગ ફીચર અને મેજિક કમ્પોઝનો સમાવેશ થાય છે. આ ફીચર્સ એડલ્ટ માટે બાય ડિફોલ્ટ બંધ રહેશે, પરંતુ 18 વર્ષથી નીચેના યુઝર્સ માટે આ ફીચર્સ પહેલેથી જ સક્રિય રહેશે. આ સાથે, ગૂગલ દ્વારા અન્ય ઘણા ફીચર્સ પણ રજૂ કરવામાં આવ્યા છે.
કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો?
ગૂગલના મેસેજમાં સેન્સિટિવ વોર્નિંગ ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચર નગ્ન અથવા અશ્લીલ ફોટોને બ્લર કરી નાખે છે. ફોટો જોવા પહેલાં યુઝર્સને ડિલીટ કરવાનો વિકલ્પ મળશે. સાથે જ નગ્ન ફોટા કેમ હાનિકારક છે તે અંગેની માહિતી પણ જોઈ શકાશે. જો યુઝર્સ ફોટો જોવાનું પસંદ કરે, તો તે જોઈ શકશે અને નંબર બ્લોક કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે.
ભૂલમાં મોકલાયેલા ફોટા સામે રક્ષણ
ગૂગલના મેસેજ એપમાં આ ફીચર વધુ સુરક્ષા પ્રદાન કરે છે. ઘણીવાર ભૂલથી નગ્ન ફોટા શેર થઈ જાય છે. હવે, ગૂગલ સેન્ડ અથવા ફોરવર્ડ કરવા પહેલાં પરવાનગી માગશે, જેથી યુઝર્સ ફરી વિચાર કરી શકે. આ ફીચર ફક્ત ફોટા માટે લાગુ પડે છે, વીડિયો માટે નહીં. આ ફીચર યુઝર્સની સુરક્ષા માટે ડિવાઇસ પર જ કાર્ય કરે છે, ગૂગલના સર્વર પર નહીં.
ટેક્સ્ટ લિમિટ વધારવાની સુવિધા
ગૂગલ મેસેજમાં હવે ટેક્સ્ટ લિમિટ વધારી શકાશે. અગાઉ ફક્ત ચાર લાઇન સુધી મેસેજ લખી શકાતો હતો, હવે 14 લાઇન સુધી લખી શકાશે. આ ફીચર યુઝર્સને વધુ સારી વાતચીતનો અનુભવ આપશે.
ડ્યુઅલ સિમ સપોર્ટ
ગૂગલ મેસેજમાં હવે ડ્યુઅલ સિમ સપોર્ટ ઉપલબ્ધ છે. જો મોબાઇલમાં બે સિમ કાર્ડ છે, તો યુઝર્સ એક જ એપ્લિકેશનથી બંને સિમ પર મેસેજ મોકલી અને પ્રાપ્ત કરી શકશે. આ ફીચર ફિઝિકલ અને ઇ-સિમ બંને માટે કાર્યરત છે.
આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર વધ્યા ‘હોટ ગર્લ’ ક્રિપ્ટો સ્કેમ: મસ્કે શું કહ્યું? જાણો વિગતવાર…
મેજિક મેસેજ કમ્પોઝ
ગૂગલ મેસેજમાં મેજિક કમ્પોઝ અથવા મેજિક રીરાઇટ ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચર મેસેજના જવાબ માટે સૂચનો આપે છે અને ક્લિક કરતાં જ મેસેજ ટાઇપ થઈ જાય છે. આ ફીચર યુઝર્સની વાતચીતને વધુ રસપ્રદ બનાવે છે.