Get The App

ગૂગલ વર્કસ્પેસ યુઝર માટે આવ્યું નવું ફીચર, જીમેલ હવે આપશે સ્માર્ટ રિપ્લાય

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ગૂગલ વર્કસ્પેસ યુઝર માટે આવ્યું નવું ફીચર, જીમેલ હવે આપશે સ્માર્ટ રિપ્લાય 1 - image


Gmail Smart Reply: ગૂગલ દ્વારા તેના વર્કસ્પેસ યુઝર માટે એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી જીમેલ સ્માર્ટ રિપ્લાય આપશે. આ ફીચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરશે. આ ફીચરની મદદથી યુઝર કોઈ પણ ઈમેલનો જવાબ વિગતવાર આપી શકશે અને એ પણ તરત જ ગૂગલ દ્વારા એક પછી એક દરેક સર્વિસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે.

સ્માર્ટ રિપ્લાય ફીચર

ગૂગલ દ્વારા રિપ્લાય ફીચર 2017માં શરુ કરવામાં આવ્યું હતું. એ સમયથી અત્યાર સુધી કોઈ પણ ઈમેલના જવાબ ફક્ત વન લાઇનરમાં આપવામાં આવતા હતા. જો કે એ હવે બદલાઈ ગયું છે. AIની મદદથી જીમેલ હવે વધુ મજબૂત બની ગયું છે. કોઈ પણ ઈમેલની માહિતી વાંચી હવે AI એનો જવાબ આપશે અને એ પણ વિગતવાર. ઈમેલ જે મુજબનો લખ્યો હશે એ મુજબનો જ જવાબ આપવામાં આવશે. આ માટે યુઝરને ત્રણ વિકલ્પ આપવામાં આવશે. એમાં થોડી લાઇન દેખાડવામાં આવી હશે. યુઝર એમાંથી જેને પસંદ કરશે ત્યાર બાદ એ રિપ્લાય સંપૂર્ણપણે જનરેટ કરવામાં આવશે. આ સાથે જ એ જવાબને સેન્ડ કરતાં પહેલા એડિટ પણ કરી શકાશે.

આ પણ વાંચો: ભારત પોતાની ટેક્નોલોજી આપશે ટ્રિનિદાદ અને ટોબેગોને, કેરેબિયન આઇલેન્ડ દેશ માટે UPI જેવી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બનાવશે

ગૂગલ વર્કસ્પેસ યુઝર માટે આવ્યું નવું ફીચર, જીમેલ હવે આપશે સ્માર્ટ રિપ્લાય 2 - image

કોણ ઉપયોગ કરી શકશે?

આ ફીચરને ગૂગલ વર્કસ્પેસ યુઝર માટે રજૂ કરવામાં આવ્યું છે. એટલે કે જેમિની બિઝનેસ, એન્ટરપ્રાઇઝ, એજ્યુકેશન અને ગૂગલ વન AI પ્રીમિયમ યુઝર એનો ઉપયોગ કરી શકશે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બન્ને માટે ઉપલબ્ધ છે. જો કે ફ્રી જીમેલ યુઝર્સ એનો ઉપયોગ નહીં કરી શકે.


Google NewsGoogle News