Get The App

શિક્ષકોની કમીને પૂરી કરશે ગૂગલ: નવું AI ટૂલ 'લર્ન અબાઉટ', જાણો વિગત

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
શિક્ષકોની કમીને પૂરી કરશે ગૂગલ: નવું AI ટૂલ 'લર્ન અબાઉટ', જાણો વિગત 1 - image


Google New AI Tool: ગૂગલ દ્વારા તાજેતરમાં જ નવું AI ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટૂલ જેમિની અને ચેટજીપીટી કરતાં એકદમ અલગ રીતે કામ કરશે. આ ટૂલનો મુખ્ય ઉદ્દેશ લોકોને શિખવાડવાનો રહેશે. એટલે કે આ ટૂલ હવે ટીચરની કમીને પૂરી કરશે. ગૂગલ દ્વારા આ વર્ષની શરૂઆતમાં જ LearnLM AI મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મોડલ ફક્ત એજ્યુકેશન રિસર્ચ અને માનવ શીખવાની પદ્ધતિઓ પર ફોકસ કરે છે. આ ટૂલનું નામ 'લર્ન અબાઉટ' આપવામાં આવ્યું છે.

લર્ન અબાઉટ અને જેમિની વચ્ચે શું ફરક છે?

આ બન્ને AI ટૂલ છે અને બન્ને સવાલોના જવાબ આપે છે. જોકે, તેમમાં એક તફાવત છે. આ તફાવત છે કે તેઓ કેવી રીતે જવાબ આપે છે. જેમિની ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે જવાબ આપે છે. જ્યારે લર્ન અબાઉટ કોઈ વસ્તુ શીખવી રહ્યું હોય તે રીતે જવાબ આપે છે, તેમજ તે જ પ્રકારના ઈમેજ અને વિઝ્યુઅલનો ઉપયોગ કરે છે. આથી, સવાલનો જવાબ આપવાની રીત એકદમ અલગ છે. લર્ન અબાઉટમાં શીખવા માટે જે જરૂરી માહિતી છે તે રીતે જવાબ મળશે, જ્યારે જેમિનીમાં ફક્ત જાણકારી માટેની માહિતી મળશે.

શિક્ષકોની કમીને પૂરી કરશે ગૂગલ: નવું AI ટૂલ 'લર્ન અબાઉટ', જાણો વિગત 2 - image

પરિક્ષણ

ગૂગલ દ્વારા આ ટૂલ એક પરિક્ષણ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. ગૂગલનું એક ડિપાર્ટમેન્ટ છે, જે ફક્ત નવીન આઇડિયાઓ પર કામ કરે છે. આ ડિપાર્ટમેન્ટ દ્વારા લર્ન અબાઉટની શરૂઆત થઈ હતી. આ ટૂલ અન્ય ટૂલ કરતાં યુઝરને એ સવાલના જવાબમાં પરોવીને રાખે છે અને તેની માહિતીમાં ગળાડૂબ થઈ જાય તે વાતનું ધ્યાન રાખે છે.

આ પણ વાંચો: એમેઝોન કંપનીના ડેટા થયા હેક, કર્મચારીઓની કોન્ટેક્ટ ડિટેઇલ્સ થઈ ચોરી

પુસ્તક જેવી સ્ટાઇલ

લર્ન અબાઉટની જવાબ આપવાની રીત પુસ્તક જેવી છે. લર્ન અબાઉટમાં આપવામાં આવનારા જવાબોમાં એ કેમ કરવામાં આવ્યું છે, તેની વ્યાખ્યા શું છે અને તે કેમ જરૂરી છે એ પ્રકારના સવાલોના જવાબ મળશે. આ સ્ટાઇલે જેવું જવાબ જેમિની નથી આપી શકતું. આથી, લર્ન અબાઉટની આ ખાસિયત છે. આ સાથે જ, સવાલના જવાબ આપવાની સાથે એ ટોપિક વિશે વધુ જાણી શકાય તે માટેના કેટલાક સવાલો પણ સજેસ્ટ કરશે. આથી, યુઝરને વધુ માહિતી મળે અને તે વધુ શીખી શકે. આ સાથે જ, ભણવા સિવાયના જવાબ પણ તે આપી શકશે, પરંતુ તેની જવાબ આપવાની સ્ટાઇલ સામાન્ય ચેટબોટ કરતાં અલગ હશે.


Google NewsGoogle News