એપલના આઇમેસેજનો ઉપયોગ ભારતમાં બહુ જલદી એન્ડ્રોઇડ યુઝર્સ પણ કરી શકશે…
Soon Android Users Able to Use iMessage: બહુ જલદી એન્ડ્રોઇડ યુઝર્સ પણ એપલની રિચ કમ્યુનિકેશન સર્વિસનો ઉપયોગ ભારતમાં કરી શકશે. એપલ યુઝર્સ જે આઇમેસેજનો ઉપયોગ કરે છે તે રિચ કમ્યુનિકેશન સર્વિસ છે. આ આઇમેસેજ અત્યાર સુધી એપલ ડિવાઇસ વચ્ચે જ થઈ શકતા હતા, પરંતુ હવે આ સર્વિસનો ઉપયોગ એન્ડ્રોઇડમાં પણ કરી શકાશે. આ માટે એપલ દ્વારા ગૂગલ સાથે ચર્ચા ચાલી રહી છે. જો આ ડીલ ફાઇનલ થઈ ગઈ, તો ગૂગલની ડિવાઇસ પર આઇમેસેજનો પણ ઉપયોગ કરી શકાશે. ભારતમાં હાલમાં સૌથી વધુ એસએમએસ અને વોટ્સએપનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો આઇમેસેજ શરૂ થઈ ગયું, તો એની અસર આ બે પ્લેટફોર્મ પર પડી શકે છે.
અન્ય દેશોમાં પહેલેથી શરૂ છે આ સર્વિસ
Dotgoના સીઇઓ ઇન્દરપાલ મુમિકના કહેવાં અનુસાર, એપલની આઇઓએસ 18.2માં પર્સન-ટૂ-પર્સન રિચ કમ્યુનિકેશન સર્વિસનો સપોર્ટ છે અને તેનો ઉપયોગ આઠ દેશોમાં કરવામાં આવે છે. અમેરિકા, કેનેડા, જર્મની, સ્પેન, યૂકે, ફ્રાન્સ, બેલ્જિયમ અને ચીનમાં આ સર્વિસ પહેલેથી શરૂ છે. એપલ અને ગૂગલ બન્નેએ સાથે મળીને એવી વ્યવસ્થા કરી છે કે આઇમેસેજ ગૂગલના બેકએન્ડ સર્વર પર પણ કામ કરી શકે. તેમાં જે-તે નેટવર્ક સર્વિસ પ્રોવાઇડરની સર્વિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચીનમાં ગૂગલનો ઉપયોગ ન કરી શકાતો હોવાથી, ત્યાં અન્ય વેન્ડરની સર્વિસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ગૂગલ સાથે પાર્ટનરશિપ નહીં કરે એરટેલ
ભારતમાં પણ એપલ અને ગૂગલ પાર્ટનરશિપ કરશે, એવું માનવામાં આવે છે. ગૂગલએ વોડાફોન આઇડિયા અને જિયો સાથે પહેલેથી જ પાર્ટનરશિપ કરી છે. પરંતુ સ્પેમ ઇશ્યુને લીધે એરટેલે ગૂગલ સાથે પાર્ટનરશિપ કરવા ના પાડી છે. એરટેલે કહ્યું છે કે જ્યાં સુધી સ્પેમને ઓળખવા માટેના તેમના ટૂલને ગૂગલ દ્વારા અપ્રૂવલ આપવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ આ માટે પાર્ટનરશિપ નહીં કરે. ગૂગલની રિચ કમ્યુનિકેશન સર્વિસ એક ઓવર-ધ-ટોપ સર્વિસ હોવાથી, તે એરટેલ ઇન્ટેલિજન્સ સોલ્યુશનને બાયપાસ કરે છે. તેથી, એરટેલે કહ્યું છે કે તેઓ આ સર્વિસને એક્સેસ કરવા માટે પરવાનગી માગી રહ્યા છે.
આ પણ વાંચો: એન્ડ્રોઇડ મોબાઇલને સુરક્ષિત રાખવો હોય તો આ એપ્લિકેશન તરત જ ડિલીટ કરો…
યુઝર્સના અનુભવ પર કોઈ અસર નહીં
એપલ અને ગૂગલ વચ્ચે થયેલી પાર્ટનરશિપના કારણે યુઝર્સના મોબાઇલના ઉપયોગના અનુભવ પર કોઈ અસર નહીં પડે. આઇમેસેજ મોબાઇલ ડેટા અને વાઇ-ફાઇ બન્ને પર કામ કરશે. આ સર્વિસનો ઉપયોગ યુઝર્સ સાથે કંપનીઓ દ્વારા પણ સારું કરી શકાય છે, ખાસ કરીને ઇ-કોમર્સ કંપનીઓમાં.