Get The App

ગૂગલ મેસેજમાં હવે આવશે બેકઅપ અને રિસ્ટોરનું ઓપ્શન, જાણો કેવી રીતે કામ કરશે...

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
ગૂગલ મેસેજમાં હવે આવશે બેકઅપ અને રિસ્ટોરનું ઓપ્શન, જાણો કેવી રીતે કામ કરશે... 1 - image


Google New Feature: ગૂગલની મેસેજ એપ્લિકેશનમાં હવે બેકઅપ અને રિસ્ટોરનું ઓપ્શન મળશે. હાલ ગૂગલમાં મેસેજ સેવ કરવા માટે બેકઅપનું ઓપ્શન છે, પરંતુ મેસેજ સેવ કરવા માટે ફોનનું સમગ્ર બેકઅપ લેવું પડે છે.

ગૂગલ મેસેજમાં બેકઅપ ફીચર

ગૂગલ હાલ મેસેજમાં બેકઅપ અને રિસ્ટોર ફીચર પર કામ કરી રહી છે. આ માટે ગૂગલ તેના મેસેજના બેટા વર્ઝનમાં આના પર કામ કરી રહી છે. આ વર્ઝનમાં ઘણા રેફરન્સ મળ્યા છે જેમાં યુઝર્સ બેકઅપ અને રિસ્ટોર કરી શકશે.

વાતચીત, મીડિયા અને બધું જ થશે બેકઅપ

ગૂગલ દ્વારા થયેલા તાજેતરનાં ટેસ્ટમાં ફક્ત ટેક્સ્ટ મેસેજ નહીં, પણ ફોટો અને વીડિયો પણ બેકઅપ લેવામાં આવશે. આ ઓપ્શન યુઝર્સને મેસેજમાં જ મળશે. આ સાથે ગૂગલના સેટિંગ્સમાં પણ બેકઅપ અને સિંક ઓપ્શનમાંથી પણ કરી શકાશે. ગૂગલએ પુષ્ટિ કરી છે કે તેઓ આ વિષય પર કામ કરી રહ્યાં છે.

ગૂગલ મેસેજમાં હવે આવશે બેકઅપ અને રિસ્ટોરનું ઓપ્શન, જાણો કેવી રીતે કામ કરશે... 2 - image

ઓટોમેટિક રિસ્ટોર

આ ફીચરનો ઉપયોગ કરવા માટે સ્ક્રીન લોક હોવું જરૂરી છે. તેમજ મોબાઇલમાં બેકઅપ ચાલુ હોય તો, યુઝર જ્યારે ગૂગલ મેસેજમાં તેનું એકાઉન્ટ એડ કરશે ત્યારે ઓટોમેટિક મેસેજ રિસ્ટોર થઈ જશે. યુઝરને મેન્યુઅલી રિસ્ટોર કરવાની જરૂર નહીં પડે.

આ પણ વાંચો: AIના કારણે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી પર મોટો ફટકો, 20 ટકા જોબ ઘટી

અન્ય ફીચર

આ ગૂગલ મેસેજમાં યુઝરને જૂના બેકઅપને ડિલીટ કરીને નવું બેકઅપ કરવાનો વિકલ્પ પણ મળશે. તેમજ બેકઅપ લીધા વગર પણ તેનો ઉપયોગ કરી શકાશે. યુઝર્સ ફોટો અને વીડિયોને વાઇફાઇ દ્વારા બેકઅપ લઈ શકશે અને ફક્ત ટેક્સ્ટ મેસેજને મોબાઇલ ડેટા દ્વારા સેવ કરી શકશે. આથી મોબાઇલ ડેટા પણ બચશે.


Google NewsGoogle News