હવે ગૂગલનું AI બનશે 'ડૉક્ટર', ભારતમાં એક્સ-રે જોઈને કહેશે બીમારી, જાણો ડિટેઈલ્સમાં
Google is using AI for healthcare: વર્તમાન સમયમાં AI લગભગ કન્ટેન્ટ, રિસર્ચ જેવા બધા જ ક્ષેત્રમાં પહોંચી ગયું છે. એવામાં હવે Googleનું AI ભારતના લોકોની સારવાર માટે કામ કરશે. આ ઉપરાંત, તે જ ટીબી, સ્તન કેન્સર અને ફેફસાના કેન્સર જેવા ખતરનાક રોગોને પ્રારંભિક તબક્કામાં જ શોધવામાં મદદ કરશે.
10 વર્ષ માટે ફ્રી સ્ક્રીનિંગ
Google AI એ Apollo Radiology International સાથે ભાગીદારી કરી છે. આ બંને સાથે મળીને એઆઈ હેલ્થકેર સોલ્યુશન લઈને આવી રહ્યા છે, જે ભારતીયો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. જે પ્રારંભિક તબક્કામાં જ જીવલેણ રોગોની જાણકારી આપી દેશે. આ સુવિધા અંતર્ગત આગામી 10 વર્ષ માટે ફ્રી સ્ક્રીનિંગ પ્રદાન કરશે. તેમજ આ સુવિધા ગ્રામીણ ભારતીયો માટે ઉપયોગી સાબિત થશે ખાસ કરીને એવા વિસ્તારોમાં કે જ્યાં રેડિયોલોજિસ્ટની અછત છે.
રોગને પ્રારંભિક તબક્કામાં જ શોધવામાં મદદરૂપ
ગૂગલ બ્લોગપોસ્ટ અનુસાર, દર વર્ષે 1 કરોડથી વધુ લોકો ટીબીથી સંક્રમિત થાય છે. તેમજ દર વર્ષે વિશ્વભરમાં લગભગ 13 લાખ લોકો ટીબીના કારણે જીવ ગુમાવે છે. દક્ષિણ એશિયા અને સબ-સહારન આફ્રિકાના પ્રદેશોમાં ટીબીના કારણે સૌથી વધુ મૃત્યુ દક્ષિણ થાય છે. જો કે ટીબીની સારવાર કરી શકાય છે, પરંતુ સારવારમાં વિલંબ થવાથી તે વિસ્તારમાં રહેતા અન્ય લોકોમાં ફેલાવાનો ભય રહે છે.
ભારતીય ગ્રામીણ વિસ્તારોની સમસ્યા દૂર થશે
ટીબી રોગ શોધવા માટેની સામાન્ય પદ્ધતિ છાતીનો એક્સ-રે છે. જો કે, ભારતમાં ઘણા વિસ્તારોમાં હાલમાં પ્રશિક્ષિત રેડિયોલોજિસ્ટ નથી કે જેઓ છાતીના એક્સ-રે જોઈને તેના પ્રારંભિક તબક્કામાં ટીબીને સરળતાથી શોધી શકે. ભારતીય ગ્રામીણ વિસ્તારોમાં આ સમસ્યા વધુ છે. આવી સ્થિતિમાં, Google આ વિસ્તારોમાં AI સિસ્ટમ ગોઠવશે અને પ્રારંભિક તબક્કામાં જ ટીબીને શોધી શકશે.