જીમેલ માટે Q&A ફીચર લોન્ચ કર્યું ગૂગલે, જાણો શું કામ આવશે...

Updated: Aug 31st, 2024


Google NewsGoogle News
જીમેલ માટે Q&A ફીચર લોન્ચ કર્યું ગૂગલે, જાણો શું કામ આવશે... 1 - image

Gmail New Feature: ગૂગલ દ્વારા હાલમાં જ જીમેલ માટે Q&A ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફીચર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જૈમિની દ્વારા કામ કરે છે. આ ફીચરની મદદથી યુઝર ઇન્બોક્સને વધુ સારી રીતે ઉપયોગ કરી શકશે. કોઈ વસ્તુ અથવા તો ઇમેલને સર્ચ કરવો હોય તો પહેલાં કરતાં વધુ અસરકારક રીતે શોધી શકાશે.

કોણ ઉપયોગ કરી શકશે આ ફીચર?

આ ફીચરનો ઉપયોગ પ્રીમિયમ યુઝર્સ જ કરી શકશે. પ્રીમિયમ એટલે કે ગૂગલની જૈમિની સર્વિસનો ઉપયોગ કરવા માટે સબસ્ક્રિપ્શન લેવું પડે છે અને એ યુઝર પ્રીમિયમ યુઝર કહેવાય છે. આથી આ યુઝર જ આ ફીચરનો અને જૈમિનીના તમામ ફીચર્સનો ઉપયોગ કરી શકશે.

આ પણ વાંચો: એપલ મ્યુઝિકના પ્લેલિસ્ટને યૂટ્યુબ મ્યુઝિકમાં કેવી રીતે ટ્રાન્સફર કરશો?

જીમેલ માટે Q&A ફીચર લોન્ચ કર્યું ગૂગલે, જાણો શું કામ આવશે... 2 - imageશું છે Q&A ફીચર?

યુઝર સીધુ ગૂગલ જૈમિનીને તેના ઇનબોક્સને મેનેજ કરવા માટે કમાન્ડ આપી શકે છે. ઇનબોક્સને મેનેજ કરવાની સાથે કોઈ ઇમેલમાં ચોક્કસ માહિતી વિશે પણ ગૂગલને પૂછી શકાશે. અનરીડ ઇમેલ જણાવવા માટે અથવા તો ચોક્કસ વ્યક્તિનો ઇમેલ ઓપન કરવાથી લઈને કોઈ ઇમેલને સમરાઇઝ કરવા માટેનો પણ કમાન્ડ આપી શકાય છે. જીમેલ એપ્લિકેશનમાં સર્ચ બારની બાજુમાં બ્લેક સ્ટાર જોઈ શકશે. આ સ્ટાર જૈમિનીનો છે. એના દ્વારા યુઝર સવાલ જવાબ કરી શકશે.

પરવાનગી આપવી જરૂરી

આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝર દ્વારા પરવાનગી આપવી જરૂરી છે. આ માટે સેટિંગ્સમાં પર્સનલાઇઝેશન અને સ્માર્ટ ફીચર્સને ઓન કરવું જરૂરી છે. જો એક કરતાં વધુ યુઝર્સ હોય તો એડમિન કોન્સોલમાં જઈને આ ફીચરને ઓન કરી શકાશે. જો સિંગલ યુઝર હોય તો આ ફીચરને બ્લેક જૈમિની સ્ટાર દ્વારા ઉપયોગ કરી શકાશે.

 આ ફીચરને ધિમે-ધિમે દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવી રહ્યું છે. આગામી પંદર દિવસની અંદર આ ફીચર દરેક યુઝર સુધી પહોંચી જશે. આ ફીચર હાલમાં એન્ડ્રોઇડ યુઝર માટે જ છે અને બહુ જલદી iOSની એપ્લિકેશનમાં પણ એનો સમાવેશ કરવામાં આવશે. જીમેલ બાદ જૈમિનીને હવે ગૂગલ ડ્રાઇવમાં પણ સમાવેશ કરવામાં આવશે એ બની શકે છે.


Google NewsGoogle News