Get The App

ગૂગલે બનાવ્યું નવું AI ટૂલ, હેક થયેલા યૂટ્યુબ એકાઉન્ટ્સને રિકવર કરી શકાશે

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
ગૂગલે બનાવ્યું નવું AI ટૂલ, હેક થયેલા યૂટ્યુબ એકાઉન્ટ્સને રિકવર કરી શકાશે 1 - image


Google New AI Tool: ગૂગલ દ્વારા નવું AI ટૂલ બનાવવામાં આવ્યું છે. આ ટૂલની મદદથી યૂટ્યુબના હેક થયેલા એકાઉન્ટને રિકવર કરી શકાશે. ઘણી વાર યૂટ્યુબની ચેનલને હેક કરવામાં આવે છે. જીમેલ હેક કરવું અને યૂટ્યુબ હેક કરવું બન્ને અલગ છે. જીમેલનો પાસવર્ડ ક્રેક થઈ ગયો હોય અને બન્ને એકાઉન્ટ એક જ હોય તો વાત અલગ છે. જો કે ફક્ત યૂટ્યુબ ચેનલ હેક કરી શકાય છે અને એને પણ કન્ટ્રોલમાં કરી શકાય છે. આ માટે ગૂગલ એક નવું AI ટૂલ બનાવ્યું છે જેની મદદથી હેક થયેલા એકાઉન્ટને પણ રિકવર કરી શકાય છે.

આ પણ વાંચો: Airbnbના એક કસ્ટમરે 84 લાખની ક્રિપ્ટોકરન્સી માઇન કરી, મકાન માલિકનું બિલ આવ્યું 1.25 લાખ

ટૂલ કેવી રીતે મેળવી શકાશે

આ ટૂલ ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર માટે બનાવવામાં આવ્યું છે. યૂટ્યુબની ચેનલ તેમની રોજીરોટી છે. તેના દ્વારા તેઓ કમાતા હોય છે. ઘણી વાર હેકર્સ આ પ્રકારના એકાઉન્ટને હેક કરીને કન્ટેન્ટ ક્રિએટર્સની વર્ષોની મહેનત પર પાણી ફેરવી નાખે છે. આથી ગૂગલ દ્વારા ટૂલ બનાવવામાં આવ્યું છે. આ ટૂલ ગૂગલના હેલ્પ સેન્ટરમાંથી મેળવી શકાય છે. રિકવરી પ્રોસેસ માટે મદદ માગતા આ ટૂલ આવશે. આ ટૂલ જે પ્રોસેસ કરવા કહે એને ફોલો કરવાની રહેશે. સૌથી પહેલાં એ ગૂગલ લોગ ઇન માગશે અને જે એકાઉન્ટને રિકવર કરવા સૌથી મહત્ત્વનું છે. આ ટૂલની મદદથી હેકર્સે જો ચેનલનું નામ બદલી નાખ્યું હોય અથવા તો કન્ટેન્ટને ડિલીટ કરી નાખી હોય તો એ પણ મેળવી શકાશે.

ગૂગલે બનાવ્યું નવું AI ટૂલ, હેક થયેલા યૂટ્યુબ એકાઉન્ટ્સને રિકવર કરી શકાશે 2 - image

વધુ લોકો સુધી પહોંચશે આ ટૂલ

ગૂગલનું આ AI ટૂલ હાલમાં સિલેક્ટેડ કન્ટેન્ટ ક્રિએટર્સ માટે જ છે. ભવિષ્યમાં આ ટૂલને દરેક ક્રિએટર્સ માટે ઉપલબ્ધ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યો છે. ગૂગલનુ માનવું છે કે હેકિંગ એ ખૂબ જ સિરિયસ ઇશ્યુ છે અને તેમના પ્લેટફૉર્મ પર દરેક વ્યક્તિને હેકિંગ સામે પ્રોટેક્શન મળવું જોઈએ. એથી નજીકના ભવિષ્યમાં આ સેવા દરેક માટે હશે.

આ પણ વાંચો: આઇફોનમાં છે નવો બગ, ‘’‘’:: આ ટાઇપ કરતાં જ ક્રેશ થઈ જશે ફોન

સિક્યોરિટીમાં વધારો

હેકિંગ આજકાલ ખૂબ જ વધી ગયું છે. આથી યૂટ્યુબ તેમનાથી જેમ બને એમ જલદી અને વધુ સારા પ્રમાણમાં તેના યુઝર્સને સિક્યોરિટી પૂરી પાડવાનું વિચારી રહી છે. આથી આ AI ટૂલ એ સિક્ટોરિટીમાં એક સ્ટેપ આગળ છે. આ ટૂલ ખૂબ જ સરળ અને સિમ્પલ છે. ભવિષ્યમાં ડિજિટલ સિક્યોરિટીમાં ગૂગલ વધુ ટૂલ લાવી શકે છે.


Google NewsGoogle News