Get The App

જીમેલમાં નવું AI ફીચર લોન્ચ કર્યું ગૂગલે: મહત્ત્વના ઇમેલ પહેલાં જોવા મળશે

Updated: Mar 21st, 2025

GS TEAM


Google News
Google News
જીમેલમાં નવું AI ફીચર લોન્ચ કર્યું ગૂગલે: મહત્ત્વના ઇમેલ પહેલાં જોવા મળશે 1 - image


Google Introduce New AI Feature in Gmail: ગૂગલ દ્વારા જીમેલ માટે એક નવું AI ફીચર લાવવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે તારીખના આધારે નહીં, પરંતુ જરૂરિયાતના આધારે ઇમેલ જોઈ શકશે. ગૂગલે હાલમાં જ જાહેરાત કરી છે કે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી કયો ઇમેલ વધુ મહત્ત્વનો છે તે નક્કી કરતું ફીચર લોન્ચ કરી રહ્યા છે, જેનાથી યુઝર્સને વધુ સરળતા થશે. યુઝર્સ માટે કયાં સમયે ઇમેલ આવ્યો છે તે કરતાં પણ વધુ મહત્ત્વનું કોણે મોકલ્યો છે અને કેટલો મહત્વનો છે તે જરુરી હોય છે. આથી ગૂગલ દ્વારા યુઝર્સને જોઈએ તેવું ફીચર આપવામાં આવ્યું છે.

ઇમેલ સર્ચમાં નવી અપડેટ

ગૂગલ દ્વારા ઇમેલ સર્ચને વધુ સરળ અને ઉપયોગી બનાવવા માટે નવું AI ફીચર લોન્ચ થયું છે. આ ફીચરની મદદથી યુઝર માટે જે પણ મહત્વના હોય તે પહેલાં દેખાશે. આ અંગે કંપનીએ કહ્યું કે, "આ અપડેટની મદદથી યુઝર્સ જે ઇમેલને સર્ચ કરવા માગતા હોય તે તેમને પહેલાંથી જ ટોપ પર દેખાશે. આથી યુઝરનો કિંમતી સમય બચશે અને મહત્વના ઇમેલ શોધવામાં પણ સરળતા રહેશે."

જીમેલમાં નવું AI ફીચર લોન્ચ કર્યું ગૂગલે: મહત્ત્વના ઇમેલ પહેલાં જોવા મળશે 2 - image

સર્ચ કરવા માટે ઓપ્શન

AI અપડેટ સાથે ગૂગલ દ્વારા સર્ચ માટે ઓપ્શન આપ્યાં છે. સર્ચ રિઝલ્ટ પેજ પર યુઝર હવે "મોસ્ટ રીલેવન્ટ" અને "મોસ્ટ રીસન્ટ" ઓપ્શન પસંદ કરી શકશે. એટલે કે, જે યુઝર પહેલાંની જેમ તારીખના આધારે ઇમેલ જોવા માગે છે તે માટે પણ ઓપ્શન ઉપલબ્ધ છે. આ અપડેટને દુનિયાભરના મોબાઇલ અને વેબ યુઝર્સ માટે શરૂ કરવામાં આવ્યું છે. હાલ આ ફીચર પર્સનલ એકાઉન્ટ માટે છે, પરંતુ બહુ જલદી ગૂગલ તેને બિઝનેસ એકાઉન્ટ માટે પણ લોન્ચ કરશે.

આ પણ વાંચો: દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરા થયો લોન્ચ, ઝૂમ એટલું થશે કે સંપૂર્ણ ગેલેક્સી જોઈ શકાશે

એપલ સાથે હરિફાઇ

ગૂગલ હાલમાં એપલ સાથે હરિફાઇમાં છે. ગૂગલ તેની સર્વિસને એપલ મેઇલ એપ કરતાં વધુ સારી બનાવવા માંગે છે. એપલ દ્વારા ગયા વર્ષે જ તેમની ઓપરેટિંગ સિસ્ટમ iOS 18માં ઘણાં ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ ફીચરોની સામે ગૂગલ પણ તેમના યુઝર્સને અલગ-અલગ ફીચર્સ આપી રહ્યું છે. ગૂગલ દ્વારા ગયા મહિને જીમેલમાં જેમિનીની મદદથી સીધું ગૂગલ કેલેન્ડરમાં ઇવેન્ટ બનાવવા માટે ઓપ્શન મૂકવામાં આવ્યો હતો. આથી ગૂગલ પણ વિવિધ ફીચર્સ પર કામ કરી રહ્યું છે.

Tags :