ફરવા જવું છે અને લિસ્ટ બનાવવાનો કંટાળો આવે છે, તો ગૂગલ કીપ તમારા માટે એ બનાવશે

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
ફરવા જવું છે અને લિસ્ટ બનાવવાનો કંટાળો આવે છે, તો ગૂગલ કીપ તમારા માટે એ બનાવશે 1 - image

Google Keep List AI Feature: એન્ડ્રોઇડ માટે ગૂગલ કીપમાં નવું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ફીચર કાઢવામાં આવ્યું છે જે હવે યુઝર્સને લિસ્ટ બનાવી આપશે. એન્ડ્રોઇડમાં ગૂગલ કીપ એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં હવે AIનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આથી યુઝર્સે કોઈ પણ પ્રકારનું લિસ્ટ બનાવવું હોય તો હવે આ ગૂગલ કીપમાં ખૂબ જ સરળતાથી બનાવી શકાશે. યુઝર ટ્રાવેલ માટે જવાનો હોય તો એ માટે જરૂરી સામાનનું લિસ્ટ અથવા તો શોપિંગ માટે જવાનું હોય તો શું-શું ખરીદવાનું છે એ તમામ લિસ્ટ બનાવી શકાશે.

આ પણ વાંચો: દુનિયાના 8.5 મિલિયન ડિવાઈઝ બંધ થઈ ગયા હતા, આ રહસ્ય વિશે માઈક્રોસોફ્ટ તોડશે ચૂપકિદી

ગૂગલ કીપ AI ફીચર

ગૂગલ કીપમાં જે AI ફીચર છે એ ગૂગસ જૈમિની દ્વારા કાર્યરત છે. જૈમિની એ ગૂગલનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. ગૂગલે 13 ઓગસ્ટે પિક્સેલ 9ની ઇવેન્ટમાં એનો ડેમો પણ દેખાડ્યો હતો. ગૂગલ મુજબ આ ફીચર શોપિંગ લિસ્ટથી લઈને ટૂ-ડૂ લિસ્ટ વેગેરે રીતે કાર્યરત રહેશે.

ફરવા જવું છે અને લિસ્ટ બનાવવાનો કંટાળો આવે છે, તો ગૂગલ કીપ તમારા માટે એ બનાવશે 2 - image

કેવી રીતે કામ કરશે?

આ માટે યુઝરને કેવા પ્રકારનું લિસ્ટ જોઈએ છે એ માટે જરૂરિયાત શું છે એ કહેવાનું રહેશે. આ ઇન્ફોર્મેશન આપ્યા બાદ ક્રિએટ પર ટેપ કરતાં લિસ્ટ ઓટોમેટિક બની જશે. આ ફીચર દરેક વર્ઝનમાં ઉપલબ્ધ કરવામાં આવશે કે નહીં એ વિશે હજી સુધી ગૂગલ દ્વારા કોઈ માહિતી આપવામાં નથી આવી.

આ પણ વાંચો: વિન્ડોઝમાંથી કન્ટ્રોલ પેનલને અલવિદા કહ્યું માઇક્રોસોફ્ટે

ગૂગલ કીપના અન્ય ફીચર્સ

છેલ્લા થોડા મહિનામાં ગૂગલ કીપ માટે ઘણાં ફીચરને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એમાંના કેટલાક ફીચર ઓલરેડી માર્કેટમાં ઉપલબ્ધ છે. જૂનમાં ગૂગલ દ્વારા મલ્ટી-એકાઉન્ટ સપોર્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દ્વારા યુઝર એક કરતાં વધુ એકાઉન્ટને અલગ-અલગ વિન્ડોમા ઉપયોગ કરી શકતાં હતાં. આ સાથે જ ગૂગલ કીપમાં તેની વિન્ડોને પણ રીસાઇઝ કરી શકાય છે અને એ પણ કોઈ ફિક્સ રેશિયો વગર.


Google NewsGoogle News