સુંદર પિચાઈએ જે માટે માફી માગી હતી, એ ફોટો જનરેશન ટૂલ ગૂગલે ફરી શરૂ કર્યું

Updated: Aug 29th, 2024


Google NewsGoogle News
સુંદર પિચાઈએ જે માટે માફી માગી હતી, એ ફોટો જનરેશન ટૂલ ગૂગલે ફરી શરૂ કર્યું 1 - image


Google Fix Gemini Issue: ગૂગલ દ્વારા હાલમાં ફરી ઇમેજ જનરેશન ફીચર યુઝર માટે શરૂ કરવામાં આવ્યું છે. આ ફીચરને ગૂગલે ફેબ્રુઆરીમાં બંધ કર્યું હતું. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી મદદથી જે ફોટો જનરેટ કરવામાં આવતાં હતાં એ ખોટા ફોટો જનરેટ થતાં હતાં. એક્યુરસીની ખામી હોવાથી ગૂગલની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી. આ કારણસર ગૂગલ દ્વારા ઇનસેન્સિટિવ ઇમેજને કારણે ઇમેજ જનરેશન ટૂલને ટેમ્પરરી બેન કરી દેવામાં આવ્યું હતું.

એ સમયે જે ટીકા કરવામાં આવી રહી હતી એને લઈને સુંદર પિચાઈએ ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી. તેમ જ આ ટૂલની ખામી માટે માફી પણ માગી હતી. એ સમયે ગૂગલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ બહુ જલદી આ ઇશ્યૂને સોલ્વ કરીને ફરી લોકોને એ સર્વિસ પૂરી પાડવામાં આવશે.

સુંદર પિચાઈએ જે માટે માફી માગી હતી, એ ફોટો જનરેશન ટૂલ ગૂગલે ફરી શરૂ કર્યું 2 - image

શું ફેરફાર કર્યો?

ગૂગલ દ્વારા તેના ઇમેજ જનરેશનમાં ખૂબ જ બદલાવ કર્યા છે. ખાસ કરીને ટેક્નિકલ ઇમ્પ્રુવમેન્ટ્સથી લઈને સતત ઇમેજ સાચી બની છે કે નહીં એ ચેક કરવું. આ માટેની ક્લિયર ગાઇડલાઇન્સ આપવામાં આવી છે. તેમ જ કંપની સતત ઇમ્પ્રુવમેન્ટ કરવાની સાથે યુઝરના ફીડબેકને પણ આવકારશે.

નવા રિસ્ટ્રિક્શન

ઇમેજ જનરેટ કરવા માટે ગૂગલે નવા રિસ્ટ્રિક્શન કર્યા છે. જોકે હવે હાર્મફુલ કન્ટેન્ટ જનરેટ નહીં કરી શકાય. તેમ જ બાળકોને નુક્સાન કરતા કોઈ પણ કન્ટેન્ટ જનરેટ નહીં કરી શકાય. તેમ જ સેક્સ્યુઅલ કન્ટેન્ટ પણ જનરેટ નહીં કરી શકાશે.


Google NewsGoogle News