તમારો ડેટા લીક થયો કે નહીં? આ જાણવા માટે ગૂગલનું ડાર્ક વેબ ફીચર થયું લાઈવ, જાણો કેવી રીતે પડી જશે ખબર
ગુગલનો ડાર્ક વેબ રિપોર્ટ એક એવુ ફિચર છે કે જે આખા ડાર્ક વેબને સ્કેન કરી તપાસ કરે છે કે ગુગલના યુજરનો કોઈ ડેટા લીક થયો છે કે નહી
Image Twitter |
તા. 16 ઓક્ટોબર 2023, સોમવાર
ગુગલ ડાર્ક વેબ રિપોર્ટ (Dark Web report) ફીચર હવે ભારત સહિત વિશ્વના કેટલાક દેશોમાં જાહેર કરવામાં આવ્યો છે. ડાર્ક વેબ રિપોર્ટની મદદથી તમે તમારો ડાર્ક વેબ રિપોર્ટ નિકાળી શકો છો. ડાર્ક વેબ રિપોર્ટથી તમને એ વાતની જાણકારી મળે છે કે તમારો પ્રસનલ ડેટા લીક થયો છે કે નહીં. આ રિપોર્ટની મદદથી તમારા ગુગલ એકાઉન્ટને સુરક્ષિત કરી શકો છો.
શું છે ગુગલનો ડાર્ક વેબ રિપોર્ટ
ગુગલનો ડાર્ક વેબ રિપોર્ટ એક એવુ ફિચર છે કે જે આખા ડાર્ક વેબને સ્કેન કરી તપાસ કરે છે કે કોઈ ગુગલ યુજરનો ડેટા લીક તો થયો નથીને. આ રિપોર્ટ યુજર્સના ડેટા લીકની જાણકારી આપે છે. જો તમારે ફોન નંબર, ઈમેલ આઈડી અથવા એકાઉન્ટ સાથે જોડાયેલી કોઈ પણ માહિતી લીક થઈ હોય તો તેની જાણકારી તમને આ રિપોર્ટ દ્વારા મળી શકે છે. ગુગલનો ડાર્ક વેબ રિપોર્ટ Google One માંથી યુજર્સને માટે મફતમાં મળી શકે છે. તમને જણાવી દઈએ કે ગુગલ વન એ ગુગલની પેઈડ સર્વિસ છે, જેમા યુજર્સને ક્લાઉડ સ્ટોરેજ અને ગુગલ ફોટોઝના એક્સક્લુસિવ ફીચર્સ મળે છે.
તમારા એકાઉન્ટમાં ડાર્ક વેબ રિપોર્ટ કેવી રીતે ઓન કરશો...
તમારા ફોનમાં Google એપનું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ અને ઈન્સ્ટોલ કરો
ત્યાર બાદ પ્રોફાઈલવાળા આઈકોન પર ક્લિક કરી Dark wed Report ના ઓપ્શન પર ક્લિક કરો
હવે Run Scan બટન પર ટેપ કરો
તે પછી હવે થોડીવાર રાહ જોવો.
સ્કેન થયા પછી તમને સમગ્ર ડાર્ક રિપોર્ટ મળી શકશે.