Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, સરકારે જાહેર કર્યું એલર્ટ

લગભગ 66% સર્ચ માર્કેટ પર ગૂગલ ક્રોમનો કબજો

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
Google Chrome બ્રાઉઝરનો ઉપયોગ કરતા હોય તો ચેતી જજો, સરકારે જાહેર કર્યું એલર્ટ 1 - image


નવી દિલ્હી, તા. 13 ફેબ્રુઆરી 2024, મંગળવાર

જો તમે Google Chrome યુઝર્સ છો અને તમે પોતાના મોબાઈલ અથવા લોપટોપમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરો છો તો અલર્ટ થઈ જજો. કારણ કે, ગૂગલ ક્રોમ ભારત માટો ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ગૂગલ ક્રોમ અંગે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, લગભગ 66% સર્ચ માર્કેટ પર ગૂગલ ક્રોમનો કબજો છે. આવી સ્થિતિમાં તમામ મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યૂટર યુઝર્સે ધ્યાન આપવું જોઈએ. ગૂગલ ક્રોમમાં સિક્યોરિટી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના ઉપયોગથી તમારી સંવેદનશીલ માહિતી ચોરી થઈ શકે છે. 

સરકારે જારી કર્યું એલર્ટ

સરકારે જણાવ્યું કે, ગૂગલ ક્રોમમાં ઘણી ખામીઓ જોવા મળી છે. આ એલર્ટ ભારત સરકારની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા જારી કરવામાં આવ્યુ છે. ભારત સરકારની સાયબર સિક્યોરિટી એજન્સીનું માનવું છે કે ગૂગલ ક્રોમને રિમોટથી કંટ્રોલ કરી શકાય છે. આ સાથે જ તેમાં મેલેશિયસ કોડ નાખી કરી શકાય છે. આ રીતે હેકર્સ યુઝર્સના સંવેદનશીલ ડેટાની ચોરી કરી શકે છે. CERT-In દ્વારા સિક્યોરિટી એડવાઈઝરી જારી કરવામાં આવી છે જેમાં વેબ પેજ પર એટેકર્સ હુમલો કરી શકે છે.

શું કરવું જોઈએ?

- યુઝર્સે ઈન્ટરનેટ બ્રાઉઝિંગ કરતી વખતે ખૂબ સતર્ક રહેવું જોઈએ.

- જો તમે કોઈ અજાણી વેબસાઈટ પર વિઝિટ કરો છો તો તે વખતે એલર્ટ રહેવું જોઈએ.

- યુઝર્સે કોઈ થર્ડ પાર્ટી લિંક પર ક્લિક કરવાથી બચવું જોઈએ. 

- આ ઉપરાંત કોઈ બિનજરૂરી ઈમેલ કે મેસેજ પર રિપ્લાય ન કરવો. આ સાથે જ વાતચીત કરવાનું ટાળો.


Google NewsGoogle News