Get The App

ગૂગલ ક્રોમની આ સેટિંગ્સ અત્યારે જ બદલો, નહીંતર થઇ શકે છે પાસવર્ડ લીક

જો તમે પણ ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો, તો હવે આ સેટિંગ બદલો, નહીંતર તમારો પાસવર્ડ અને ડેટા પણ લીક થઈ શકે છે

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
ગૂગલ ક્રોમની આ સેટિંગ્સ અત્યારે જ બદલો, નહીંતર થઇ શકે છે પાસવર્ડ લીક 1 - image


Google Chrome Hidden Settings: ગૂગલ ક્રોમ વિશ્વના સૌથી પ્રિય બ્રાઉઝર્સમાંનું એક બની ગયું છે. ક્રોમનો ઉપયોગ ઝડપથી માહિતી મેળવવા સહિત અનેક કાર્યો કરવા માટે થઈ રહ્યો છે. ઉપરાંત, તેનો સરળ યુઝર ઇન્ટરફેસ વાપરવા માટે એકદમ સરળ છે. આ ઉપરાંત બ્રાઉઝરનો ઉપયોગ કરીને, તમે એક ક્લિકથી તમારા ડિવાઈસ પર ફોટા, ડોકયુમેન્ટ અને ફાઇલો જેવી કેટલીક વસ્તુઓ ડાઉનલોડ કરી શકો છો. જો કે, વધતા હેકિંગ હુમલાઓને કારણે, પ્લેટફોર્મ પર પાસવર્ડ લીક થવાનું જોખમ હંમેશા રહે છે. તો આજે એક એવા હેક વિષે જાણીશું જેના કારણે તમે તમારો પાસવર્ડ સુરક્ષિત રાખી શકો છો. 

સુરક્ષિત બ્રાઉઝિંગ

Enhanced Safe Browsing, આ સેટિંગ્સ વાયરસને ખતરનાક વેબસાઇટ્સ, ડાઉનલોડ્સ અને એક્સ્ટેંશનમાં પ્રવેશતા અટકાવીને તમારા એકાઉન્ટ માટે વધુ સારી અને સુરક્ષિત બ્રાઉઝિંગ ઓફર કરે છે. આ સેટિંગ એક્ટીવ કરતા ઓટોમેટીક કામ કરવાનું શરુ કરે છે. જે તમારા ગૂગલ ક્રોમ અને જીમેઈલને સુરક્ષિત રાખશે. 

આ સેટિંગ ઓન કેમ કરવું?

- સૌથી પહેલા ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો

- ત્યારબાદ ડાબી બાજુએ, ત્રણ ડોટ વિકલ્પ પર ક્લિક કરો

- જેમા તમને સેટિંગ વિકલ્પ મળશે, તેને પસંદ કરો

- આ પછી પ્રાઈવસી એન્ડ સિક્યુરિટી વિકલ્પ પસંદ કરો.

- જેમા તમારે છેલ્લો બીજો વિકલ્પ સિક્યુરિટી પસંદ કરવાનો છે

- અહીં તમે ઘણા વિકલ્પો જોશો, તમારું બ્રાઉઝર પહેલેથી જ Standard protection પર સેટ હશે

- તમારે તેને બદલીને Enhanced Protection  પર સેટ કરવાનું રહેશે.

ગૂગલ ક્રોમની આ સેટિંગ્સ અત્યારે જ બદલો, નહીંતર થઇ શકે છે પાસવર્ડ લીક 2 - image


Google NewsGoogle News