2025 માટે કર્મચારીઓને તૈયાર રહેવા કહ્યું Sundar Pichaiએ: માર્કેટમાં ટકી રહેવા કમરકસી રહ્યું છે Google
Sunder Pichai On 2025: Googleના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર Sundar Pichai દ્વારા કર્મચારીઓને કહી દેવામાં આવ્યું છે કે 2025 માટે તેઓ તૈયાર રહે. માર્કેટમાં ખૂબ જ હરીફાઈ છે, ખાસ કરીને સર્ચ એન્જિન માટે. Google Searchને લઈને એન્ટી ટ્રસ્ટ કેસ ચાલી રહ્યો છે જેમાં Googleને Chrome અને Androidને વેચી દેવું પડી શકે છે. આ સાથે જ Googleને ટક્કર આપવા માટે OpenAI અને Elon Muskનું X તૈયારી કરી રહ્યું છે. આ વિશે Sundar Pichaiએ કહ્યું છે કે ‘મને લાગે છે કે એક કંપની તરીકે આ ક્ષણની મહત્ત્વતા સમજીએ અને આપણે ખૂબ જ ઝડપથી આગળ વધીએ. આપણે ઘણું કામ કરવાનું છે અને આપણે જરા પણ સમય બરબાદ નથી કરવો.’
કંપની પર છે પ્રેશર
Sundar Pichai દ્વારા કંપનીના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે Google પર હવે ઘણું પ્રેશર છે. માર્કેટની કોમ્પિટિશન, ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ અને કંપનીનું ભવિષ્યનું વિઝન, દરેકને લઈને કંપની પર પ્રેશર છે. દુનિયાભરમાં Googleને ખૂબ જ ચેલેન્જનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિશે Sundar Pichai કહે છે, ‘આપણે હાલમાં ઘણી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. આપણી કંપનીની સાઇઝ અને સફળતાને કારણે એ તો થવું રહ્યું. આથી આપણે એ વાતનું ધ્યાન રાખવું કે આપણે આ વાતથી આપણું ધ્યાન ભંગ ન કરીએ અને કંપનીને આગળ વધારતાં રહીએ.’
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં હરીફાઈ
સર્ચ એન્જિનમાં Google આગળ છે, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૅક્નોલૉજીમાં ખૂબ જ હરીફાઈનો સામનો કરવો પડી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે ઓનલાઇન જે માહિતી છે, એના ઉપયોગમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું છે. આથી Googleને હવે સર્ચ એન્જિનમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, ખાસ કરીને OpenAIને કારણે. કંપની આ માટે તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ Gemini પાછળ ખૂબ જ મોટું ઇનવેસ્ટમેન્ટ કરી રહી છે.
Gemini ઍપ્લિકેશન
Google હાલમાં Gemini ઍપ્લિકેશનને ખૂબ જ પ્રમોટ કરી રહી છે. Sundar Pichaiનું માનવું છે કે Google Gemini ખૂબ જ હિટ સાબિત થઈ શકે છે અને એને 50 કરોડ યુઝર્સ ડાઉનલોડ કરી શકે છે. છેલ્લા થોડા મહિનાઓમાં Gemini ઍપ્લિકેશનને ખૂબ જ પ્રમોટ કરવામાં આવી રહી છે. તેની એડ્સ પણ ઘણી જગ્યાએ આવી રહી છે અને કંપનીને તેનું રિઝલ્ટ પણ જોવા મળી રહ્યું છે. યુઝર્સ હવે Google Geminiનો પણ ઉપયોગ કરી રહ્યા છે. આથી અન્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ટક્કર આપવા માટે અને આ માર્કેટમાં પણ પોતાનો દબદબો બનાવવા માટે Sundar Pichai દ્વારા તેમના કર્મચારીઓને 2025માં તૈયાર રહેવા માટે જણાવ્યું છે.