Googleના આ ફીચરથી હવે અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં એઆઈ સર્ચ કરી શકાશે, જાણો કેવી રીતે

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
Google AI Overviews


Google Will Launch AI Overview Feature: ગુગલ ભારતમાં અંગ્રેજી અને હિન્દીમાં 'AI ઓવરવ્યૂ' લોન્ચ કરી રહી છે અને દેશમાં પહેલીવાર લોકપ્રિય ફીચર્સ પણ રજૂ કરી રહી છે, જેને સર્ચ લેબ્સ ટેસ્ટિંગ દરમિયાન સારો પ્રતિસાદ મળ્યો હતો.

કંપનીએ બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, "આ ફીચર તમને ભાષા ટૉગલ બટન વડે અંગ્રેજી અને હિન્દી પરિણામો વચ્ચે સરળતાથી સ્વિચ કરવામાં મદદ કરશે, અને 'લીસન' બટન પર ટેપ કરીને જવાબો સાંભળવી શકશો." એઆઈ ઓવરવ્યૂ ફીચર ભારત, યુનાઇટેડ કિંગડમ, જાપાન, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને બ્રાઝિલમાં લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

ગુગલ સર્ચ પ્રોડક્ટ મેનેજમેન્ટના સિનિયર ડિરેક્ટર હેમા બુદરાજુએ જણાવ્યું હતું કે, “લોકો એઆઈ ઓવરવ્યૂ સાથે સર્નો ઉપયોગ કરે છે. જેની મદદથી તેઓ ઝડપ અને સરળતાથી રિઝલ્ટ મેળવે છે. ટેસ્ટિંગ દરમિયાન, અમે નોંધ્યું છે કે ભારતીય યુઝર્સ અન્ય દેશો કરતાં AI ઓવરવ્યુ જવાબો વધુ વખત સાંભળે છે.

આ પણ વાંચોઃ ઇસરોએ રચ્યો ઇતિહાસ, પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ

ભારત માટે ખાસ કસ્ટમાઈઝ ફીચર

ભારતીય યુઝર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં જવાબો મેળવી શકે તે હેતુ સાથે ભારત માટે ખાસ કસ્ટમાઈઝ ફીચર સાથે એઆઈ ઓવરવ્યૂ રજૂ કરવામાં આવશે. જેમ જેમ એઆઈ વિકસાવીએ છીએ, ગુગલ લોકોને વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી મેળવવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આગામી થોડા સમયમાં ગુગલ આ ફીચર્સ ભારતમાં શરૂ કરશે. એઆઈ ઓવરવ્યૂને શ્રેષ્ઠ બનાવતાં તેની મદદથી થતાં સર્ચમાં ગુણવત્તાયુક્ત અને વધુ સારા જવાબો આપવા અપગ્રેડેશન કરવામાં આવ્યું છે.Googleના આ ફીચરથી હવે અંગ્રેજી ઉપરાંત હિન્દીમાં એઆઈ સર્ચ કરી શકાશે, જાણો કેવી રીતે 2 - image


Google NewsGoogle News