Get The App

નકલી એપ્સથી હવે નહીં થઈ શકે છેતરપિંડી! Googleએ નવા ફ્રૉડ પ્રોટેક્શન ફીચરનું કર્યું એલાન

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
નકલી એપ્સથી હવે નહીં થઈ શકે છેતરપિંડી! Googleએ નવા ફ્રૉડ પ્રોટેક્શન ફીચરનું કર્યું એલાન 1 - image


નવી દિલ્હી,તા. 10 ફેબ્રુઆરી 2024,શનિવાર

આજકાલ, એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે પૈસાની છેતરપિંડી કરવી ખૂબ જ સરળ છે. સાયબર ગુનેગારો ઓનલાઈન અથવા એપ્સ દ્વારા લોકોને છેતરવા માટે નવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. હવે આ ફ્રોડથી બચવા માટે ગૂગલે એક નવો પ્લાન બનાવ્યો છે.

છેતરપિંડી કરનારાઓથી બચવા માટે ગૂગલનો આ છે પ્લાન

સાયબર ગુનેગારો ગૂગલ પ્લે સ્ટોર પર નકલી એપ્સ બનાવીને સામાન્ય લોકોને છેતરવાનું કામ કરે છે. જે જોઇને ગુગલે પણ આ બધાથી બચવાનો એક રસ્તો શોધ્યો છે.

ગૂગલનું આ ફ્રોડ પ્રોટેક્શન એન્ડ્રોઇડ યુઝર્સને નાણાકીય છેતરપિંડીથી બચાવશે. સાયબર સિક્યોરિટી એજન્સી ઓફ સિંગાપોર (CSA) સાથે ભાગીદારીમાં ગૂગલ આગામી સપ્તાહોમાં સિંગાપોરમાં આ ફીચર લોન્ચ કરી રહ્યું છે.

નવી સુવિધા કેવી રીતે કામ કરશે?

કંપનીના જણાવ્યા અનુસાર, Google નો આ એન્હાંસ્ડ ફ્રોડ પ્રોડક્શન તે એપ્સની સ્થાપનાનું વિશ્લેષણ કરશે જે તેમને ઓટોમેટીકલી બ્લોક કરશે, જે છેતરપિંડીના સમયે ઉપયોગ કરવામાં આવનારી સંવેદનશીલ રનટાઇમ પરમિશનનો ઉપયોગ કરી શકે છે, રન ટાઇમ પરમિશનનો મતલબ છે કે,જ્યારે યૂઝર્સ ઇન્ટરનેટ સાઈડલોડિંગ સોર્સ (વેબ બ્રાઉઝર, મેસેજિંગ એપ્લિકેશન અથવા ફાઈન મેનેજર)માંથી કોઈ એપ ઈન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરે છે.

આ ફીચર પરમિશન ચેક કરશે

Google ની આ નવો ફ્રોડ પ્રોડક્શન ફીચર રિયલ ટાઇમમાં એપ દ્વારા જાહેર કરાયેલ રિકેસ્ટને તપાસશે, જેમાં તે ખાસ કરીને ચાર રિકેસ્ટને તપાસશે: RECEIVE_SMS, READ_SMS, BIND_Notifications અને Accessibility. Google એ નોંધ્યું છે કે, આ રિકવેસ્ટોનો ઉપયોગ ઘણીવાર છેતરપિંડી કરનારાઓ દ્વારા OTP, SMS અથવા સૂચનાઓ અથવા તો સ્ક્રીન પર આવનારા કંટેન્ટની જાસૂસી કરવા માટે કરવામાં આવે છે.


Google NewsGoogle News