Get The App

શિયાળામાં ફરવાનું થયું વધુ સરળ: ગૂગલ મેપ્સના આ ફીચરનો ઉપયોગ કરો અને મેળવો રિયલ-ટાઇમ અપડેટ

Updated: Oct 4th, 2024


Google News
Google News
શિયાળામાં ફરવાનું થયું વધુ સરળ: ગૂગલ મેપ્સના આ ફીચરનો ઉપયોગ કરો અને મેળવો રિયલ-ટાઇમ અપડેટ 1 - image


RealTime Weather Update: ગૂગલ દ્વારા હાલમાં જ તેની મેપ્સ એપ્લિકેશન માટે રિયલ-ટાઇમ વેધર અપડેટ ફીચરની જાહેરાત કરવામાં આવી છે. ગૂગલ દ્વારા હાલમાં જ ભારતમાં એક ઇવેન્ટ રાખવામાં આવી હતી. એમાં ગૂગલ દ્વારા ઘણી જાહેરાત કરવામાં આવી છે. એમાંથી એક જાહેરાત છે મેપ્સમાં રિયલ-ટાઇમ વેધર અપડેટની. આ ફીચર જે-તે વિસ્તારમાં રહેતાં લોકોને જ નહીં, પરંતુ એ વિસ્તારમાં ફરવા જવાનું વિચારનાર વ્યક્તિ માટે પણ ખૂબ જ ફાયદાકારક રહેશે.

ગૂગલ મેપ્સ વેધર એલર્ટ્સ

ગૂગલ મેપ્સ રસ્તો દેખાડવાની સાથે હવે જે-તે વિસ્તારમાં ચોક્કસ સમયે કેવું વાતાવરણ છે એની પણ તમામ માહિતી આપશે. આ ફીચરની મદદથી ઘણાં લોકોને એ માહિતી મળી જશે કે તે ત્યાં જવું સુરક્ષિત છે કે નહીં. આ માટે ગૂગલ દ્વારા એલર્ટ્સની પણ સુવિધા આપવામાં આવી છે. એલર્ટ દ્વારા પણ યુઝરને એ વિશે માહિતી આપવામાં આવશે. આ એલર્ટ ખાસ કરીને ધુમ્મસ ભર્યા વિસ્તારમાં અથવા તો વરસાદના પાણીથી જે પણ રસ્તા પર ખૂબ જ અસર થઈ હોય એ વિસ્તારમાં ખૂબ જ કામ આવશે. એના પરથી યુઝર નક્કી કરી શકશે કે ત્યાં જવું કે નહીં અથવા તો બીજો કોઈ રસ્તો હોય તો એના પરથી જવું કે નહીં.

શિયાળામાં ફરવાનું થયું વધુ સરળ: ગૂગલ મેપ્સના આ ફીચરનો ઉપયોગ કરો અને મેળવો રિયલ-ટાઇમ અપડેટ 2 - image

કેવી રીતે કામ કરશે?

આ ફીચર વેધર ડેટા અને યુઝર એમ બન્નેની મદદથી કામ કરશે. ગૂગલની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વેધરના ડેટા જે-તે વિસ્તારના કલેક્ટ કરશે અને ત્યાં જનાર અથવા તો ત્યાં પહેલેથી હશે એ વ્યક્તિને એ ડેટા પ્રોવાઇડ કરશે. ત્યાર બાદ તેમને સવાલ કરવામાં આવશે કે એ રસ્તા ધુમ્મસને કારણે બરાબર દેખાઈ રહ્યાં છે કે નહીં. જો યુઝર નહીંમાં જવાબ આપશે તો આગામી યુઝર એટલે કે જે વ્યક્તિ એ જગ્યા વિશે સર્ચ કરશે એને એ વિશે માહિતી આપવામાં આવશે. આમ સતત યુઝર પાસેથી ડેટા લઈને રિયલ-ટાઇમ વેધરને અપડેટ રાખવામાં આવશે. આ ફીચર આ મહિનાના અંત સુધીમાં શરૂ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો: સ્નેપચેટ ફૂટસ્ટેપ્સ ફીચર: તમારા મિત્રો ક્યાં ગયા છે એ જાણવા કેવી રીતે ઉપયોગ કરશો આ ફીચરનો

અન્ય મેપ્સ ફીચર

ગૂગલ દ્વારા રિયલ-ટાઇમ વેધરની સાથે ગૂગલ જેમિનીનો ઉપયોગ કરીને રીવ્યુ સિસ્ટમમાં પણ સુધારા કરવામાં આવ્યા છે. યુઝર હવે જ્યારે ગૂગલ મેપ્સમાં રેસ્ટોરાંને સર્ચ કરી રહ્યો હશે ત્યારે એને રિયલ રીવ્યુ અને ફોટો સાથે રિઝલ્ટ આપવામાં આવશે. આથી યુઝર માટે એ વધુ સરળ રહેશે. આ બન્ને ફીચરને એક સાથે લોન્ચ કરવામાં આવશે.

Tags :
GoogleGoogle-Mapsweatherreal-time

Google News
Google News