ગૂગલની મોટી જાહેરાત : હવે હિન્દીમાં પણ વાત કરશે જેમિની લાઇવ, પાંચ લાખ રૂપિયાની લોન અને પચાસ લાખની ગોલ્ડ લોન આપશે ગૂગલ

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
ગૂગલની મોટી જાહેરાત : હવે હિન્દીમાં પણ વાત કરશે જેમિની લાઇવ, પાંચ લાખ રૂપિયાની લોન અને પચાસ લાખની ગોલ્ડ લોન આપશે ગૂગલ 1 - image


Gemini Live In Hindi: ટૅક્નોલૉજીની દુનિયામાં આ ખૂબ જ મોટી વાત કહેવાય કારણ કે ગૂગલ દ્વારા હાલમાં જ જેમિની લાઇવને સામાન્ય લોકો માટે ફ્રી કરવામાં આવ્યું છે, અને એના બીજા જ દિવસે ગૂગલે જાહેરાત કરી છે કે જેમિની લાઇવ હવે હિન્દીમાં પણ વાત કરશે. ગૂગલ દ્વારા આટલી જલદી હિન્દી ભાષાને સપોર્ટ આપવો એ મોટી વાત છે.

કેટલી ભાષામાં સપોર્ટ કરે છે?

ગૂગલ દ્વારા અત્યાર સુધી અંગ્રેજી સહિત આઠ ભાષામાં સપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમિની લાઇવની ભાષામાં હવે હિન્દી ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આથી હવે ભારતના યુઝર પણ હવે હિન્દીમાં વાત કરી શકશે. અંગ્રેજીમાં વાત કરવાની દરેકને તકલીફ પડે છે, એ તકલીફ દૂર કરવાના હેતુથી તરત જ હિન્દી ભાષાનો સપોર્ટ આપી દેવામાં આવ્યો છે. ગૂગલ દ્વારા ભારતમાં એક ઇવેન્ટનું આયોજન કરીને એ વિશે જાહેરાત કરવામાં આવી છે. એમાં બહુ જલદી તમિલ, તેલુગુ, બંગાળી, મરાઠી, ગુજરાતી, મલયાલમ, કન્નડ અને ઉર્દુનો પણ સમાવેશ કરવામાં આવશે.

શું છે જેમિની લાઇવ?

ગૂગલનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે જેમિની. જેમિની યુઝર સાથે જ્યારે વ્યક્તિની જેમ વાત કરે છે એ ફીચરને જેમિની લાઇવ નામ આપવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર ગમે તે સવાલનો જવાબ જેમિની પાસે માગી શકે છે અને એ પણ હિન્દીમાં અન્ય વ્યક્તિ સાથે વાત કરતા હોય એ રીતે.

આ પણ વાંચો : ઓનલાઇન સેલથી નાના વેપારીઓને નુક્સાન, ચાઇનીઝ બ્રાન્ડના લાયસન્સ કેન્સલ કરવાની સરકાર સમક્ષ માગ

ગૂગલે આપ્યો ડેમો

ગૂગલ દ્વારા યોજવામાં આવેલી ઇવેન્ટમાં જેમિની લાઇવનો ડેમો આપવામાં આવ્યો હતો. આ ઇવેન્ટમાં એક મહિલા હિન્દીમાં લેટેસ્ટ જોબ ઑફર માટે પૂછે છે. એનો જવાબ જેમિની લાઇવ હિન્દીમાં આપે છે.

ગૂગલની મોટી જાહેરાત : હવે હિન્દીમાં પણ વાત કરશે જેમિની લાઇવ, પાંચ લાખ રૂપિયાની લોન અને પચાસ લાખની ગોલ્ડ લોન આપશે ગૂગલ 2 - image

ગૂગલ પાસે લઈ શકાશે લોન

ગૂગલ દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ હવે પાંચ લાખ રૂપિયા સુધીની નોર્મલ લોન આપશે. તેમ જ ૫૦ લાખ રૂપિયા સુધીની ગોલ્ડ પર લોન આપશે. આ સાથે જ તેમણે એપોલો હૉસ્પિટલ સાથે પાર્ટનરશિપ કરી છે. તેઓ ૮૦૦થી વધુ હેલ્થને લગતી માહિતી આપતી પેનલ બનાવશે. આ પેનલ યુઝર્સને હિન્દી અને અંગ્રેજી બન્ને ભાષામાં માહિતી આપશે.

કોની સાથે લેશે ટક્કર?

ગૂગલનું જેમિની લાઇવ હવે માઇક્રોસોફ્ટના કોપાઇલટ અને OpenAIના ChatGPT સાથે ટક્કર લેશે. આ બન્ને હાલમાં માર્કેટમાં ખૂબ જ પોપ્યુલર છે. આથી તેમને ટક્કર આપવા માટે ગૂગલ કમર કસી રહ્યું છે.


Google NewsGoogle News