WhatsApp યુઝર્સ માટે ગુડ ન્યૂઝ, સ્ટેટસ અપડેટ સાથે સબંધિત નવા ફીચરની એન્ટ્રી

- WhatsAppએ હાલમાં જ સિક્યોરિટી સાથે સંબંધિત એક નવું ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
WhatsApp યુઝર્સ માટે ગુડ ન્યૂઝ, સ્ટેટસ અપડેટ સાથે સબંધિત નવા ફીચરની એન્ટ્રી 1 - image


નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2024, શનિવાર

છેલ્લા કેટલાક મહિનામાં વોટ્સએપમાં ઘણા નવા ફીચર્સની એન્ટ્રી થઈ છે. ત્યારે હવે કંપની વધુ એક નવું ફીચર લાવવાની તૈયારી કરી રહી છે. WhatsAppના આ અપકમિંગ ફીચરનું નામ 'સ્ટેટસ અપડેટ ટ્રે' (Status Update Tray)છે. WhatsAppના આ અપકમિંગ ફીચરની જાણકારી WABetaInfoએ આપી છે. વોટ્સએપ યુઝર્સ હાલમાં હોરિજોન્ટલ લેઆઉટમાં સ્ટેટસ અપડેટ જુએ છે. ઘણા યુઝર્સને આ પસંદ નથી. યુઝર્સના આ ફીડબેક પર એક્શન લેતા કંપની હવે સ્ટેટસ અપડેટ જોવા માટે એક નવું અપડેટ લાવી રહી છે. તેમા યુઝર્સ પોતાના કોન્ટેક્ટ્સના સ્ટેટસ અપડેટ્સને પ્રોફાઈલ પિકચર વાળા થંબનેલ્સ સાથે જોઈ શકશે.

સ્ક્રીનશોટ શેર કર્યો

WABetaInfoએ આ જાણકારી આજે ​​સવારે એક પોસ્ટ કરીને આપી છે. પોસ્ટમાં એક સ્ક્રીનશોટ પણ શેર કરવામાં આવ્યો છે. તેમાં વોટ્સએપના આ નવા ફીચરને જોઈ શકાય છે. WABetaInfoએ જણાવ્યું કે આ ફીચર બીટા વર્ઝનમાં આવી ગયુ છે. જો તમે WhatsAppના બીટા વર્ઝનનો ઉપયોગ કરો છો તો તમે ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ વોટ્સએપ બીટા ફોર એન્ડ્રોઈડ 2.23.4.23 અપડેટમાં આ નવા ફીચરને ટ્રાઈ કરી શકો છો.

શેર કરવામાં આવેલા સ્ક્રીનશોટમાં તમે સ્ટેટસ અપડેટના નવા ઈન્ટરફેસને જોઈ શકો છો. સ્ટેટસ અપડેટ ટ્રે અપડેટ્સ ટેબની ઉપર હાજર છે. નવા ઈન્ટરફેસમાં યુઝર્સને સૌથી લેટેસ્ટ સ્ટેટસ અપડેટ થંબનેલ્સ સાથે નજર આવશે. કંપની હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. બીટા ટેસ્ટિંગ પૂર્ણ થયા બાદ તેના સ્ટેબલ વર્ઝનને આગામી અઠવાડિયામાં ગ્લોબલ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી શકે છે.

લોક સ્ક્રિનથી બ્લોક કરી શકાશે સ્પામ કોલ

WhatsAppએ હાલમાં જ સિક્યોરિટી સાથે સંબંધિત એક નવું ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ ફોનની લોક સ્ક્રીનમાંથી જ સ્પામ કોલ અને મેસેજને બ્લોક કરી શકે છે. આ ફીચર માટે તમારા ફોનમાં WhatsAppનું લેટેસ્ટ વર્ઝન હોવું જરૂરી છે.


Google NewsGoogle News