હવે જંગલી મશરૂમમાંથી પણ સોનું મળશે, ગોવાના વિજ્ઞાનીઓએ શોધ્યા ગોલ્ડ નેનો પાર્ટિકલ્સ
ગોવાના સંશોધકોનું કહેવું છે કે, તેઓએ જંગલી મશરુમમાંથી સોનુ નેનો પાર્ટિકલ્સ બનાવ્યા છે
આ શોધથી ગોવાને આર્થિક લાભ મળી શકે છે, વિજ્ઞાનીઓનો દાવો છે કે આનાથી મેડિકલ ક્ષેત્રે ઘણો લાભ મળશે
Image Twitter |
Gold Nanoparticles Found in Wild Mushrooms: હવે મશરુમમાંથી સોનુ નીકળશે. હા, આવુ અમે નથી કહી રહ્યા પરંતુ વિજ્ઞાનીઓ આ દાવો કરી રહ્યા છે. હકીકતમાં ગોવાના સંશોધકોનું કહેવું છે કે, તેઓએ જંગલી મશરુમમાંથી સોનુ નેનો પાર્ટિકલ્સ બનાવ્યા છે. આ મશરુમને ગોવાના લોકો ઉત્સાહપૂર્વક ખાય છે. આ મશરુમ ટર્મિટોમીસીસ પ્રજાતિનું છે, જે ઉધઈના પહાડો પર ઉગે છે. આ મશરુમને ત્યાનાં સ્થાનિક લોકો તેમની ભાષામાં ‘રોલ ઓલ્મી’ કહે છે. આ જંગલી મશરુમ ગોવાના લોકોમાં ખૂબ ફેમસ છે, લોકો તેને ચોમાસાની સિઝનમાં વધારે ખાય છે.
જર્નેલ ઓફ જીઓમાઈક્રોબાયોલોજીમાં પ્રકાશિત થઈ હતી આ શોધ
વિજ્ઞાનીઓએ હાલમાં જ મશરુમના દાણાદાર રુપોનો પ્રયોગ કરીને સોનાના નેનોપાર્ટિકલ્સ બનાવ્યા હતા. આ શોધ હાલમાં જ થઈ છે. આ સંશોધન ટેલર અને ફ્રાંસિસ દ્વારા જર્નલ ઓફ જીઓમાઈક્રોબાયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવી હતી. આ સંશોધનની મદદથી ગોવાના કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી નવી ટેકનોલોજી બનાવવા માટે કરવામાં આવી શકે છે. તેનાથી ગોવાની અર્થવ્યવસ્થામાં સુધારો થઈ શકે છે. આ સંશોધન ડૉ.સુજાતા દાબોલકર અને ડૉ. નંદકુમાર કામતની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. બંને વિજ્ઞાનીઓએ તેમનું સંશોધન ગોવાના પર્યાવરણ મંત્રી એલેક્સો સિકેરા સમક્ષ રજુ કર્યુ હતું.
ગોવા સરકારે સમક્ષ રજુ કર્યો રોડમેપ
આટલું જ નહીં વિજ્ઞાનીઓએ ગોવા સરકાર સમક્ષ એક રોડમેપ પણ શેર કર્યો છે. જેમાં તેમનું કહેવું છે કે, આ શોધથી ગોવાને આર્થિક લાભ મળી શકે છે. તેમનો દાવો છે કે આનાથી મેડિકલ ક્ષેત્રને ઘણો લાભ મળશે. જો કોઈ દવા દર્દીના શરીરમાં પહોંચાડવી હોય તો તેને નેનોપાર્ટિકલ પર મૂકીને પહોંચાડી શકાય છે. તેના ઉપયોગથી ટારગેટ સુધી દવા પહોંચી જશે તેમજ મેડિકલ ઇમેજિંગ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં ક્રાંતિ લાવી શકાશે.
એક ગ્રામ સોનાની કિમત 80000 ડોલર
હકીકતમાં સોનાના નેવોપાર્ટિકલની કિમત ખૂબ વધારે હોય છે. ફેબ્રુઆરી 2016 સુધી એક મિલીગ્રામ સોનાના નેનોપાર્ટિકલની કિમત લગભગ 80 ડોલર હતી, જે પ્રતિ ગ્રામ 80000 ડોલર બરાબર છે.